સભ્ય બન્યાં બાદ આપને નિયમિત રીતે વિશેષ અપડેટ અને સમાચાર મળતાં રહેશે. કૃપા કરીને આપનું નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ યોગ્ય રીતે લખશો.
KhabarAntar.comના સભ્ય બન્યાં બાદ આપને કેટલાક વિશેષાધિકારો મળશે. જેમ કે, (1) આપ અમને સીધાં જ કોઈ સમાચાર, લેખ, વીડિયો મોકલી શકશો અને યોગ્ય જણાયે તે આપના નામ સાથે પ્રકાશિત કરીશું. (2) જો આપનો કોઈ બિઝનેસ છે તો તેની જાહેરાત તદ્દન નજીવા દરે અને એ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખબરઅંતર.કોમ પર પબ્લિશ કરાવી શકશો. (3) ખબરઅંતર.કોમ દ્વારા ભવિષ્યમાં આયોજિત વિવિધ કાર્યક્રમો માટે આપને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવશે. જેમાં આપ આપની અનુકૂળતા મુજબ ભાગ લઈ શકશો. (4) આપના ઈમેઈલ પર આપને સમયાંતરે વિશેષ ન્યૂઝલેટર મોકલીશું, જેમાં ખબરઅંતર.કોમની સ્પેશ્યિલ સ્ટોરીઓ હશે, જેથી આપ સમાજોપયોગી એકેય સમાચાર કે જાણકારીથી અલિપ્ત ન રહો.
KhabarAntar.com સભ્યપદ યોજનાનાં નિયમો અને શરતો
સભ્યપદ યોજના માટે ફી ચૂકવતા પહેલા કૃપા કરીને નીચેના નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો.
આ સભ્યપદ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે જ ખૂલ્લી છે.
સભ્યપદની શરૂઆત ફી ચૂકવ્યાના 24 કલાકની અંદર શરૂ થશે અને નિયત સમયમર્યાદા પૂર્ણ થયે તેની અવધિ આપોઆપ સમાપ્ત થઈ જશે.
સભ્યપદ માટે ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી. આ બાબતે કોઈપણ પ્રકારની દલીલ, તકરાર કે બીજા કોઈપણ પ્રકારના દાવાઓને અવકાશ નથી.
સભ્યપદ માટે ફી ભરતી વખતે તમામ વિગતો કાળજીપૂર્વક ભરવી, જો એમાં કોઈ ભૂલ, ટેકનિકલ એરર સર્જાય અને ફી ટ્રાન્ઝેક્શન મુદ્દે કોઈ સમસ્યા ઉભી થશે તો KhabarAntar.com તેના માટે જવાબદાર ગણાશે નહીં. તે જે તે વ્યક્તિની જવાબદારી ગણાશે.
સભ્યપદ સાથે ઓફર કરવામાં આવતા વિશેષાધિકારો સભ્યપદની સમાપ્તિ સાથે આપોઆપ સમાપ્ત થઈ જશે.
KhabarAntar.comના સભ્યો માટે આ વિશેષાધિકારો પ્રાથમિક તબક્કે નિયત કરવામાં આવ્યાં છે. જેમાં પરિસ્થિતિ મુજબ ગમે તે સમયે ફેરફાર કરવાનો હક KhabarAntar.com પોતાના હસ્તક અબાધિત રાખે છે.
સભ્યપદ બિન-તબદિલપાત્ર છે. કોઈપણ સભ્યપદ યોજના હેઠળ ઓફર કરવામાં આવતા લાભો અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકાતા નથી.
વ્યક્તિ તેના પરિવારના કોઈપણ સભ્ય, સંબંધીઓ, મિત્રો વગેરે માટે સભ્યપદ ખરીદી શકે છે, પરંતુ સભ્યપદ તે વ્યક્તિના નામ પર જ રહેશે જેના માટે તે ખરીદવામાં આવ્યું હશે.
સભ્યપદનો ઈરાદાપૂર્વક કે અજાણતાં દુરૂપયોગ સભ્યપદ રદ કરી શકે છે.
સભ્યપદનો ઉપયોગ ‘એવોર્ડ’ કે ‘પુરસ્કાર’ તરીકે કરી શકાતો નથી. તે વ્યક્તિના લેટરહેડ પર અથવા વિઝિટિંગકાર્ડ કે બિઝનેસ કાર્ડ અથવા વ્યક્તિના સ્ટેમ્પ પર પ્રિન્ટ કરી શકાતું નથી.
સભ્યપદનો ઉપયોગ ઓળખપત્ર, ઓળખકાર્ડ, વિઝિટિંગ કાર્ડ કે વ્યક્તિના બિઝનેસ કાર્ડ તરીકે કરી શકાતો નથી કે તેની નકલો કોઈપણ હેતુ માટે લોકોમાં વહેંચી શકાતી નથી.
સભ્યપદને કારણે સભ્યનો KhabarAntar.com સાથે કોઈ સંબંધ નથી. સાથે જ તે ખબરઅંતર.કોમનું કોઈપણ રીતે પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર આપતું નથી. સભ્યપદનો અર્થ કોઈપણ એજન્સી, એમ્પ્લોયર, કર્મચારી સંબંધ, ભાગીદારી, સંયુક્ત સાહસ અથવા અન્ય કોઈપણ વ્યવસાય સંબંધ અથવા સંયુક્ત કાર્યવાહી નથી.
KhabarAntar.com સભ્યપદ યોજનાના કોઈપણ સભ્ય દ્વારા ખબરઅંતર.કોમની ખોટી રજૂઆત સભ્યપદ રદ કરી શકે છે અને છેતરપિંડી અથવા નામ પર અન્ય કોઈ ગુનાકીય ગેરવર્તણૂંકના કિસ્સામાં સભ્ય સામે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી શકાય છે. KhabarAntar.comનું આપનું સભ્યપદ સમાજ માટેની આપની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અમે તેની કદર કરીએ છીએ.
સભ્યપદ, કોઈપણ સ્પષ્ટતા અથવા વિવાદ સંબંધિત તમામ પત્રવ્યવહાર ફક્ત khabarantargujarat@gmail.com પર ઈમેઈલ દ્વારા કરવામાં આવશે.