‘શિવરાત્રીના મેળામાં મુજરા થાય છે, સાધુઓ બર્થડે પાર્ટીઓ કરે છે...’

જૂનાગઢના અંબાજી મંદિરના વિવાદમાં હવે મહેશગીરી નામના સાધુએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શિવરાત્રીમાં અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામે છે અને સંતો બર્થડે પાર્ટીઓ કરે છે.

‘શિવરાત્રીના મેળામાં મુજરા થાય છે, સાધુઓ બર્થડે પાર્ટીઓ કરે છે...’
image credit - Google images

ભારતમાં ધર્મની આડમાં પોતાનો ધંધો જમાવીને બેઠેલા કહેવાતા સાધુસંતો લોકોને મોહમાયા ત્યાગવાનું પ્રવચન આપવાના પણ લાખો રૂપિયા લે છે. પણ આ જ સાધુઓ જ્યારે તેમની ખુદની સંપત્તિ ત્યાગવાની આવે ત્યારે લુખ્ખા તત્વોને પણ શરમાવે તેવા કૃત્યો કરતા શરમાતા નથી. માથાભારે ગુંડાઓની જેમ આ કહેવાતા સાધુઓ સંપત્તિ પર કબ્જો જમાવવા અન્ય ટોળકીના લોકો પર હુમલાઓ કરે છે, બદનામ કરે છે અને તેના માટે કોઈપણ રસ્તો અપનાવતા ખચકાતા નથી. આવું જ કંઈક જૂનાગઢના અંબાજીના મંદિરના કબ્જાને લઈને બે સાધુઓના જૂથ વચ્ચે જોવા મળી રહ્યું છે.

સાધુઓ બર્થડે પાર્ટી કરી ભોગવિલાસમાં મસ્ત

જૂનાગઢ પવિત્ર ધર્મસ્થળ અંબાજી ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભૂતનાથના મહંત મહેશગીરી (Maheshgiri) સહિત ચાર સાધુઓની અખાડા પરિષદ(Akhada parishad) માંથી હકાલપટ્ટી થયાના અહેવાલો વચ્ચે 30 જાન્યુઆરીએ મહેશગીરી નામના સાધુએ પત્રકાર પરિષદ (Press Conference) યોજીને વિરોધી પક્ષના સાદુઓ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.

મહેશગીરીએ શિવરાત્રી (Shivaratri) ના મેળા (Fair) માં સાધુ-સંતોની હાજરીમાં ચાલતા મુજરા તેમજ સંતની બર્થડે પાર્ટીની ઉજવણી સહિતના વીડિયો જાહેર કરી કહેવાતા સાધુઓની વિલાસી જીવનશૈલીને ઉઘાડી પાડી દીધી હતી. મહેશગીરીએ પત્રકાર પરિષદ કરીને કેટલાક વીડિયો શેર કર્યા હતા અને જૂના અખાડાના સંરક્ષક હરીગીરી બાપુ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે ભવનાથમાં થતી ગેર પ્રવૃતિઓને લઈને ખુલાસા પણ કર્યા હતા. મહેશગીરીએ કહ્યું કે, હું હજુ 20 ટકા જ બહાર આવ્યું છે અને 20 ફેબ્રુઆરી યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ. 

અખાડામાં વેશ્યાઓને લઈને આવે છેઃ મહેશગીરીનો ગંભીર આક્ષેપ

મહેશગીરીએ જણાવ્યું હતું કે, આ બધું હરિગીરીની જવાબદારીમાં ચાલે છે. તેમણે કહ્યું કે જૂના અખાડાના કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ રહી છે અને તેના માટે જવાબદાર માત્રને માત્ર હરિગીરી (Harigir) છે. મહેશગીરીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી હરિગીરી (Harigiri) ભવનાથ (Bhavnath Temple) અને ગિરનાર (Girnar) માંથી નહીં જાય ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે. અખાડા હરિગીરી ચલાવે છે અને તે નક્કી કરે છે કોણ રહેશે અને કોણ નહીં રહે. તેના જ ચેલાઓ બેસે છે. અખાડામાં દારુ (liqueur) અને પોલીસે રેડ (Police Red) પાડી છે તે પણ વીડિયો છે. અખાડામાં વેશ્યા (Prostitute) ને લઈને આવે છે, શરમ કરો. સરકાર અને અધિયકારીઓ સમજી નથી શકતા કે શું શું થઈ રહ્યું છે. તમે આવા કામો કરી રહ્યા છો. મારા ગિરનારને અપવિત્ર કરે છે. હું સરકાર ને કહીશ કે આ પવિત્ર સ્થળ છે. હરિગીરીનું કંઈક જુઓ. સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો. ભ્રષ્ટાચારીઓને બચાવવા આ બધાં નીકળી પડ્યાં છે.

90 ટકા સાધુઓ ડરથી બહાર નથી આવતાઃ મહેશગીરી

મહેશગીરીએ વધુમાં કહ્યું કે, “જો સરકાર યોગ્ય તપાસ કરે તો હરીગીરી બીજા દિવસે જેલમાં જાય એમ છે. હરીગીરી જેલમાં જશે તો લાખો સાધુ-સંતો રાજી થશે. હરીગીરી કોઈ મોટી તોપ નથી, ડરપોક છે, હરીગીરી અને પ્રેમગીરીની ગેંગના મોટા કૌભાંડ બહાર આવશે. જો હું કોર્ટમાં જઈશ તો બધાને તકલીફ પડશે. મોટા સાધુ-સંતોના ફોન આવ્યા કે હરીગીરી સમાધાન કરવા માંગે છે, અધર્મ સાથે શા માટે સમાધાન? અંબાજી મંદિરની દશનામ પરિવારનો અધિકાર છે, 25 પેઢીથી સેવા કરે છે.મહેશગીરીએ ગીરીશ કોટેચા (Girish Kotecha) પર પ્રહાર કરતા કહ્યું કે, લોહાણા જ્ઞાતિમાં ઘણા સારા લોકો છે. પણ આનાથી જૂનાગઢ (Junagadh) ને મુક્ત કરો. સમાધાન એક જ વાતે કરીશ કે હરીગીરી ગિરનાર છોડી દે. હરીગીરી એની ફૌજને પહેલા જૂએ. બહિષ્કાર તો હરીગીરીનો થવો જોઈએ. 90% અખાડાના સાધુ સંતો ડરથી બહાર આવતાં નથી.”

અખાડામાં બધાં અંગ્રેજી પાર્ટી કરે છે: મહેશગીરી

મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સમાં હરીગીરીના પાંચ પાપ ગણાવ્યા હતા. જેમાં તેમણે મહાકુંભમાં પેશવાઈ થાય છે પહેલી વખત એવું થયું કે પરંપરા તુટી જે પાપ છે. તનીયા લગાવવામાં ન આવી, અખાડાની ઈજ્જત ધૂળમાં મળી રહી છે. તપાસ કમિટી બેસાડીએ તો બધા અંગ્રેજી પાર્ટી કરે છે. મહેશગીરીએ વધુમાં કહ્યું કે, અખાડો શું હરીગીરીના બાપનો છે. શિવરાત્રીના મેળામાં હરીગીરીને આવવા દેવો કે નહીં એ હવે જૂનાગઢના લોકોને વિચાર કરવો પડશે. ઉત્તરપ્રદેશમાં જ્યારે બહેનો દીકરીઓની ઉપાડી જતાં હતા, ત્યારે દેશપ્રેમ ક્યાં હતો? નાગા સાધુને લઈને કેમ ન ગયા, હરીગીરીના દબાણમાં બોલવું પડે પણ હવે હું જે કરીશ એ તમે કલ્પના પણ નહીં કરી હોય, હું હજી એક ટકા જ બહાર આવ્યો છું.

મારા પર હુમલો થઈ શકે છેઃ મહેશગીરી

મહેશગીરીએ છેલ્લે જણાવ્યું હતું કે, એક એક સાધુ બહાર આવશે તો હરીગીરી એમને એમ જ સમાધિ લઈ લેશે. હું ભાગીશ નહીં આ ચેસ જેવું યુધ્ધ છે, 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ. હુમલો હરીગીરી મારી પર હુમલો કરાવી શકે છે. શિવરાત્રીનો મેળો બગાડી શકે છે. શિવરાત્રીના મેળામાં હરીગીરી જો કંઈ કરશે તો ઉત્તરનો પ્રત્યુતર આવશે.”

આ પણ વાંચો: મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.