બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચડાવ્યું
77 વર્ષના દાદીની ત્રિશૂળથી હત્યા કરી લોહી શિવલિંગને નવડાવ્યું, લોહી ઓછું પડ્યું તો પોતાનું લોહી ચઢાવ્યું.
grandson killed his grandmother with a trident : બ્રાહ્મણોએ પેદા કરેલી અંધશ્રદ્ધા હવે તેમની જ યુવા પેઢીને નડી રહી છે. અનેક યુવાનો ધર્મના નશામાં તેમની કરિયર બરબાદ કરી રહ્યાં છે. જો કે, અમુક તો તેનાથી પણ આગળ વધીને તાંત્રિક વિદ્યાને રવાડે ચડી જાય છે અને કથિત ઈશ્વરને રાજી કરવા પરિવારજનોની બલિ ચડાવવાથી પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બ્રાહ્મણ યુવકે તેની સગી દાદીની ત્રિશૂળ વડે હત્યા કરી નાખી અને પછી તેમના લોહીથી શિવલિંગ પર અભિષેક કર્યો. એ દરમિયાન દાદીના શરીરનુ લોહી ખૂટી પડતા તેણે પોતાનું લોહી કાઢીને શિવલિંગ પર ચઢાવ્યું હતું.
છત્તીસગઢના દુર્ગ જિલ્લાની ઘટના
છત્તીસગઢ (Chhattisgarh) માં અંધશ્રદ્ધા (Superstition) ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યાં નથી. દુર્ગ જિલ્લા (Durg District) માં શનિવારે સાંજે નંદિની પોલીસ સ્ટેશન (Nandini Police Station) વિસ્તારના નંદકટ્ટી ગામ (Nandkatti Village) માં એક બ્રાહ્મણ પૌત્રએ તેની 77 વર્ષીય દાદીની ત્રિશૂળ વડે હત્યા કરી તેનું લોહી નજીકના શિવલિંગ પર ચડાવ્યું. જ્યારે લોહી ઓછું પડ્યું તો તેણે પોતાને ઘાયલ કરીને ખુદનું લોહી શિવલિંગને ચડાવ્યું હતું. જેના પ્રયાસમાં તે બેભાન થઈ ગયો હતો.
શિવભક્ત પૌત્રએ દાદીની હત્યા કરી
ઘટનાની માહિતી મળતાની સાથે જ નંદિની પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપીને કસ્ટડીમાં લઈ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સમગ્ર મામલો અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. આરોપી પોતાને શિવ ભક્ત ગણાવે છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
માથામાં ત્રિશૂળ ફટકારી દીધું
દાદી રૂકમણી ગોસ્વામી અને તેમનો પૌત્ર ગોવિંદ ગોસ્વામી નંદિની પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામે ઘરમાં એકલા રહેતા હતા. ગઈકાલે સાંજે દાદીમા સાથે વાત કરતી વખતે પૌત્રએ અચાનક તેમના માથા પર ત્રિશૂળ વડે હુમલો કર્યો હતો. જેના કારણે વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
દાદીના લોહીથી 'શ્રી શિવાય નમસ્તુભ્યમ' લખ્યું
આરોપી ગોવિંદ ગોસ્વામી આટલેથી અટક્યો નહોતો. દાદીની હત્યા બાદ તે તેમનું લોહી નજીકના શિવ મંદિરમાં લઈ ગયો અને ત્યાં શિવલિંગ પર તેનાથી અભિષેક કર્યો હતો. એ પછી તેણે લોહીમાં 'શ્રી શિવાય નમસ્તુભ્યમ' પણ લખ્યું હતું.
ધર્મને રાજકીય પ્રોત્સાહન મળવાની આડઅસર
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એક પરિવારના તમામ લોકો સાત દિવસ સુધી કંઈપણ ખાધા-પીધા વગર જય ગુરુદેવનો જાપ કરતા રહ્યા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા, બે બેભાન થઈ ગયા હતા અને બેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. સતત ધર્મને જે રીતે રાજકીય પ્રોત્સાહન મળી રહ્યું છે તે જોતા આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે.
આ પણ વાંચોઃ સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા