શાળા બની સમરાંગણ : દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત

ધોરણ 10 ના વિદ્યાર્થીઓના એક ગ્રુપે દલિત વિદ્યાર્થી પર વાંસડાથી હુમલો કરતા બ્રેઈન હેમરેજ થયું અને ગરીબ દલિત પરિવારનો દીકરો મોતને ભેટ્યો.

શાળા બની સમરાંગણ : દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત
image credit - Google images

Dalit Student Death In School Clash: બિહાર (Bihar) ના મુઝફ્ફરપુર (Muzaffarpur) માં એક શાળામાં બે વિદ્યાર્થી જૂથો (Students groups) વચ્ચે મારામારી (Fight) થતા એક દલિત વિદ્યાર્થી (Dalit Student)નું મોત (Death) થઈ ગયું છે. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થી સૌરભ કુમાર કુઢણી (Saurabh Kumar Kundhni) અહીંની તુર્કી સરકારી હાઈસ્કૂલ (Turky Govt. High School) માં ભણતો હતો અને શાળાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થતા તે મારામારીમાં પરિણમી હતી અને તેમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

ક્લાસરૂમ યુદ્ધ મેદાન બની ગયો
વર્ગખંડમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જૂની અદાવતના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 10માં ધોરણના એક વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીઓએ મળીને સૌરભને એટલો માર માર્યો હતો કે તે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. દરમિયાન શનિવારે તેનું બ્રેઈન હેમરેજના કારણે મોત થયું હતું.

મારામારીનો વીડિયો વાયરલ
ક્લાસરૂમમાં થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દલિત વિદ્યાર્થીને માર માર્યા બાદ હુમલાખોર છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. શિક્ષકોએ આ ઘટના અંગે ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

વાંસના દંડાથી માર માર્યો
ક્લાસરૂમમાં બનેલી આ સમગ્ર ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું એક જૂથ વર્ગખંડમાં સૌરભને માર મારી રહ્યું છે. તેને માર મારવામાં ઘણાં વિદ્યાર્થીઓ સામેલ હતા અને તેઓ વાંસડાથી તેને નિર્દયતાથી ફટકારી રહ્યા હતા.

પરિવારજનોનો આક્રંદ
સૌરભના આ રીતે અચાનક મોત બાદ તેના પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ આક્રંદ કરી રહ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ગ્રામીણ એસપી વિદ્યા સાગરે જણાવ્યું કે ક્લાસ રૂમમાં કોઈ મુદ્દે વિવાદ થયો હતો. સૌરભ અને તેના મિત્રોની ઓમ પ્રકાશ અને પ્રહલાદ નામના બે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના અન્ય ગ્રુપ સાથે મારામારી થઈ હતી.

એક વિદ્યાર્થિની ધરપકડ
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અન્ય જૂથના યુવકે સૌરભને માથા પર વાંસનો દંડો ફટકાર્યો હતો. ઓમ પ્રકાશ અને પ્રહલાદ કુમારે સૌરભને માર માર્યો હતો. હાલ ઓમ પ્રકાશની ધરપકડ કરાઈ છે. બંને પક્ષો તરફથી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ દરેક સંભવિત એંગલથી તપાસ કરી રહી છે, જેમાં એક અફવા એ પણ સામેલ છે કે, આ મારામારી પ્રેમ પ્રકરણને કારણે થઈ છે.

આ પણ વાંચો : બાયડના 21 વર્ષના દલિત યુવકનો મેશ્વો નદીમાંથી મૃતદેહ મળ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.