બે દલિત બાળકોની હત્યા રહસ્યમય બની, Mayawati Bhim Army સક્રિય થઈ
Yogi Adityanath ના મત વિસ્તારમાં 4 દિવસ પહેલા થયેલી બે દલિત બાળકોની હત્યામાં હજુ આરોપીઓ પકડાયા નથી. પરિણામે BSP અને Bhim Army મેદાનમાં ઉતરી છે.
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગોરખપુર(gorakhpur)માં ચાર દિવસ પહેલા એક દલિત પરિવાર(Dalit Family)ના બે સગીર બાળકો (minor children)નું ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ મામલો પોલીસ માટે પણ એક મોટો કોયડો બની ગયો છે. પોલીસ હજુ સમજી શકતી નથી કે આ હત્યા કેમ કરવામાં આવી?
બસપા (BSP)ના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ પાલ (Vishvanath Pal) પીડિત પરિવારને મળ્યા છે. આ દરમિયાન, બસપા પ્રદેશ પ્રમુખે પોલીસ તપાસ અને રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પીડિત પરિવાર માટે સરકાર પાસેથી આર્થિક મદદની પણ માંગ કરી.
મામલો શું છે?
ગોરખપુર (Gorakhpur) ના સહજનવાં પોલીસ સ્ટેશન (Sahjanwan police station) વિસ્તારના ભક્સા ગામે (Bhaksa village) દલિત સફાઈકર્મીના ભાણેજ અને ભત્રીજાના મૃતદેહ 24 જાન્યુઆરીએ ગામની બહાર ખેતરમાંથી મળી આવ્યા હતા. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી (slitting their throats). બંનેના શરીર સંપૂર્ણપણે નગ્ન હતા. બંનેના હાથ-પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા અને મોઢામાં કપડું ઠુંસી દીધું હતું. 23 જાન્યુઆરીની સાંજે બંને ગામની બહાર શૌચ માટે ગયા હતા. પણ પછી તે ગાયબ થઈ જતા આખી રાત તેનો પરિવાર બંનેને શોધી રહ્યો હતો.
આ પણ વાંચો: ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું
પોલીસે તાત્કાલિક બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને ઘટનાસ્થળની તપાસ કરી હતી. પરંતુ અત્યાર સુધી આ કેસમાં પોલીસ ખાલી હાથ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હત્યાનો મામલો છે કે તેની પાછળ કોઈ મોટું કાવતરું છે? હાલમાં પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. સુરક્ષા માટે ગામમાં ફોર્સ પણ તૈનાત કરાઈ છે.
Mayawati એ BSPના પ્રદેશ પ્રમુખને મોકલ્યા
તમને જણાવી દઈએ કે આ ઘટના ગોરખપુરમાં બની હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) પોતે ગોરખપુરથી આવે છે. હવે આ આખો મામલો ગંભીર બની રહ્યો છે. ભીમ આર્મી (Bhim Army) ના વડા અને નગીનાના સાંસદ (Nagina MP) ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad) પણ આ અંગે ટ્વિટ કરીને સરકાર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, બસપા સુપ્રીમો માયાવતી (BSP supremo Mayawati) એ પણ બસપાના રાજ્ય પ્રમુખ વિશ્વનાથ પાલ (Vishwanath Pal) ને પીડિત પરિવારને મળવા મોકલ્યા હતા.
હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના જ મતવિસ્તારમાં બનેલી આટલી મોટી ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા પણ નથી આપી કે નથી કોઈ અપડેટ લીધા. તેઓ હાલ કુંભમેળા (Maha Kumbh) નો રાજકીય લાભ મેળવવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: યોગી આદિત્યનાથના ગોરખપુરમાં બે દલિત બાળકોની ગળું કાપી હત્યા