દલિત બાળકીને ચોકલેટની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો, હાલત ગંભીર
બાળકી જમણવારમાં જઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ચોકલેટની લાલચ આપી તેને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. દીકરી હોસ્પિટલમાં છે અને હાલત ગંભીર છે.

dalit girl raped in firozabad by luring her with chocolate : ફરી એકવાર જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાંથી કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત બાળકી પર બળાત્કાર થયાનો મામલો સામે આવ્યો છે. બાળકીને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની માતાએ ગઈકાલે શિકોહાબાદ પોલીસ સ્ટેશનમાં આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે, બાળકી શુક્રવારે ગામમાં જ એક ગૃહપ્રવેશ કાર્યક્રમ બાદ યોજાયેલા કન્યાઓ માટેના ભોજન કાર્યક્રમમાં જમવા માટે ગઈ હતી. ગામમાં નેજા અને ભંડારાનો પણ કાર્યક્રમ હતો અને બધાં તેમાં વ્યસ્ત હતા. રાત્રે ભંડારા બાદ પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા ત્યારે બાળકી ઢીલી જણાતી હતી અને તેના કપડા પર લોહી જોવા મળ્યું હતું. જેને લઈને તેની પૂછપરછ કરતા બાળકીએ તેની પર થયેલા બળાત્કાર વિશે જણાવ્યું હતું.
યુવતીએ જણાવ્યું કે ગામના કેટલાક યુવકોએ તેને ચોકલેટની લાલચ આપી ઝાડીઓમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહેતું જોઈને પરિવારજનો તેને રાત્રે જ શિકોહાબાદ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ મહિલા ડોક્ટરની ગેરહાજરીને કારણે તેની યોગ્ય સારવાર થઈ શકી નહીં.
બળાત્કારની માહિતી મળતાં જ પોલીસને રાત્રે જ હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી હતી, એસપી રૂરલ અખિલેશ ભદોરિયા અને શિકોહાબાદ પોલીસ સ્ટેશન સાથે શનિવારે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ફિરોઝાબાદ જિલ્લા હોસ્પિટલમાં બાળકીની તબીબી તપાસ કરવામાં આવી હતી, અને તેને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક, ગ્રામ્યના જણાવ્યા અનુસાર, બાળકીની માતાની ફરિયાદના આધારે અજાણ્યા યુવકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધમાં પોલીસ ટીમને તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બે વર્ષ સુધી દલિત કિશોરીનું શોષણ કર્યું, પ્રેગનેન્ટ થતા ગર્ભપાત કરાવી દીધો