કોંગ્રેસે દલિતોનો વિશ્વાસ તોડ્યો એટલે RSS સત્તામાં છે : Rahul Gandhi

Rahul Gandhi એ પોતાના જ પક્ષ વિરુદ્ધ વાત કરતા કહ્યું કે આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે.

કોંગ્રેસે દલિતોનો વિશ્વાસ તોડ્યો એટલે RSS સત્તામાં છે : Rahul Gandhi
image credit - Google images

લોકસભામાં વિપક્ષના નેતા (Leader of Opposition in Lok Sabha) અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુરુવારે કહ્યું કે જો તેમની પાર્ટીએ દલિતો (SC), પછાત (backward) અને અતિ પછાત વર્ગો (extremely backward classes) નો વિશ્વાસ જાળવી રાખ્યો હોત તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ક્યારેય સત્તામાં ન આવી શક્યો હોત. દલિત ઈન્ફ્લુએન્સર્સ (Dalit Influencers) ને સંબોધતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ તેમના પક્ષમાં 'આંતરિક ક્રાંતિ' (internal revolution) લાવશે અને વંચિત વર્ગના લોકોને સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે.

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે તેમને એ સ્વીકારવામાં કોઈ વાંધો નથી કે 1990 ના દાયકાથી કોંગ્રેસ વંચિત વર્ગોના હિતોનું રક્ષણ તે રીતે કરી શકી નથી જે રીતે તેણે કરવું જોઈએ. તેમણે કહ્યું, "જો અમે દલિતો, પછાત અને અતિ પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો RSS ક્યારેય સત્તામાં ન આવ્યું હોત. ઇન્દિરા ગાંધી (Indira Gandhi) ના સમયમાં વિશ્વાસ અકબંધ હતો. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ બધા જાણતા હતા કે ઇન્દિરાજી તેમના માટે લડશે.”

આ પણ વાંચો: ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...

તેમણે કહ્યું, “૧૯૯૦ પછી આ વિશ્વાસમાં ઘટાડો થયો. કોંગ્રેસે (Congress) આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. કોંગ્રેસે જે રીતે તમારા હિતોનું રક્ષણ કરવું જોઈતું હતું તે રીતે નથી કર્યું. આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે."

લોકસભામાં વિપક્ષના નેતાએ દલિત સમાજના લોકોને કહ્યું, "પહેલા કોંગ્રેસમાં આંતરિક ક્રાંતિ લાવવી પડશે જેમાં અમે તમને સંગઠનમાં સામેલ કરીશું." તેમણે દાવો કર્યો કે ભારતની શિક્ષણ પદ્ધતિ દલિતો અને પછાત વર્ગોના હાથમાં ક્યારેય નથી રહી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, "વર્તમાન માળખામાં દલિતો અને પછાત વર્ગોની સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી કારણ કે ભાજપ અને આરએસએસે સમગ્ર વ્યવસ્થા પર કબજો જમાવી લીધો છે."

તેમણે કહ્યું કે, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટે 'બીજી આઝાદી' (second freedom) આવવાની છે જેમાં તેમણે માત્ર રાજકીય પ્રતિનિધિત્વ માટે જ નહીં પરંતુ સંસ્થાઓ અને કોર્પોરેટ જગતમાં પણ હિસ્સો લેવો પડશે. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની જેમ દલિત વિરોધી છે.

તેમણે કહ્યું, "હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે જ્યારે કેજરીવાલજી (Kejriwal) રાજકારણમાં આવ્યા, ત્યારે મેં શરૂઆતમાં તેમને સમજવાનો પ્રયાસ કર્યો. મને સમજાયું કે નરેન્દ્ર મોદીની જેમ કેજરીવાલ પણ અનામત વિરોધી અને દલિત વિરોધી છે. તેઓ મોદીજી કરતા થોડા વધુ શિષ્ટ છે. જ્યારે ભાજપના લોકો પુરેપુરા ફ્રોડ છે, તેઓ દેશ ચલાવી શકતા નથી."

આ પણ વાંચો: કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી, તમે જ પરિવર્તનના વાહકો છો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Mahesh Solanki
    Mahesh Solanki
    પોતાની ભૂલ સ્વીકારવી અને પ્રાયશ્ચિત કરવું એ સાચી મર્દાનગી છે.. સત્ય અને આંતરિક બાબતને ખુલ્લી કરી દેશના સાચા લડાયક અને ક્રાંતિકારી નેતા છો તે પુરવાર કર્યું છે જય ભીમ જય સંવિધાન
    2 months ago
  • Jeshingbhai
    Jeshingbhai
    પોતાનાથી કે પોતાના પક્ષથી ભૂલ થઈ હોય તો એક જવાબદાર વ્યક્તિ તરીકે એ ભૂલનો સ્વીકાર કરવો, એ જવાબદાર વ્યક્તિ હોવાની ફરજો પૈકીની એક ફરજ છે. જોકે એના માટે બહુ અદમ્ય સાહસ અને હિંમતની જરૂર હોય છે, જે રાહુલ ગાંધીએ એ નૈતિકપણે કરી બતાવ્યું છે. એનું અમલીકરણ થાય અને હવે જો કોંગ્રેસનાં વળતાં પાણી થાય તો એનાં માટેનાં મહત્વનાં પરીબળોમાનું એક મહત્વનું પરીબળ આજે શ્રી ગાંધીએ ઉચ્ચારેલ વચનોનું અમલીકરણ પણ હશે.
    2 months ago