કોટામાં NEET ની તૈયારી કરી રહેલી અમદાવાદની મુસ્લિમ દીકરીએ આત્મહત્યા કરી

Kota Student Suicide: મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.

કોટામાં NEET ની તૈયારી કરી રહેલી અમદાવાદની મુસ્લિમ દીકરીએ આત્મહત્યા કરી
image credit: Google Images

Kota Student Suicide : રાજસ્થાનના કોટા જિલ્લામાં આજે વધુ એક વિદ્યાર્થીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે, અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને રાજીવ નગર વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે તેનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો, જેને પોલીસે MBS હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે.

એક મહિનામાં પાંચમી આત્મહત્યા
કોટામાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. આ વર્ષની જ વાત કરીએ તો વર્ષ 2005માં 5માં વિદ્યાર્થિની આત્મહત્યા છે. આ પહેલા 8 જાન્યુઆરી, 9 જાન્યુઆરી, 15 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ કોટામાં કોચિંગ લેતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મંગળવારે જણાવ્યું હતું કે બાળકો પર અભ્યાસના દબાણ અને તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષાઓ રાખવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. માતાપિતાએ તેમના બાળકોની માનસિક સ્થિતિને સમજવી પડશે.

પ્રેમ સંબંધમાં પણ યુવાનો આત્મહત્યા કરે છે
અગાઉ, બુંદીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓના આત્મહત્યા કરવાનું કારણ 'પ્રેમ સંબંધ' હોય છે. એટલા માટે માતાપિતાએ તેમના બાળકોની પ્રવૃત્તિઓ અને દિનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે. વર્ષ 2024 માં કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના 17 કેસ નોંધાયા હતા, જે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં સૌથી ઓછા હતા. પરંતુ 2025 ના પહેલા મહિનામાં 5 બાળકોએ આત્મહત્યા કરી હોવાથી વહીવટીતંત્ર તેમજ સરકારની ચિંતા વધી ગઈ હોય તેવું લાગે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મુસ્લિમ યુવકને દાઢીને કારણે પરીક્ષા આપતો અટકાવાયો 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.