જાળીદાર ટોપી પહેરી હિંદુ નેતાએ 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવ્યા

ભાજપના હિંદુ નેતાએ જાળીદાર ટોપી પહેરીને 11 મુસ્લિમ નેતાઓને ચૂંટણીમાં હરાવીને સૌ કોઈને ચોંકાવી દીધઆં છે. બધાં સમીકરણો ધ્વસ્ત થઈ ગયા. જાણો કેવી રીતે જીત મેળવી.

જાળીદાર ટોપી પહેરી હિંદુ નેતાએ 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવ્યા
image credit - Google images

ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. સૌથી ચોંકાવનારું પરિણામ કુંદરકી વિધાનસભાનું છે. મુરાદાબાદ જિલ્લાની આ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક ભાજપે જીતી છે. અહીંની 64 ટકા વસ્તી મુસ્લિમ છે તેમ છતાં ભાજપના રામવીર સિંહ ઠાકુરે બમ્પર જીત નોંધાવી છે. 

અહીં ઈવીએમમાં ​​13 ઉમેદવારોની યાદી હતી. તેમાંથી એક ભાજપના રામવીરસિંહ હતા અને બીજો NOTA હતો. બાકીના 11 ઉમેદવારો મુસ્લિમ હતા. તેમ છતાં રામવીરસિંહે એક લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. પરિણામો પછી દરેકના મોં પર એક જ ચર્ચા છે કે આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક પર હિન્દુ ઉમેદવાર કેવી રીતે જીત્યો? આ લખાઈ રહ્યું છે ત્યારે આ સીટ પર ભાજપની જીતનું માર્જીન 1 લાખ 43 હજાર છે. અહીં ભાજપે એવી ચાલ ચાલી હતી કે તમામ સમીકરણો ધ્વસ્ત થઈ ગયા હતા.

રામવીસિંહ પછી મોહમ્મદ રિઝવાન બીજા ક્રમે છે, જેમને 25 હજાર 334 વોટ મળ્યા છે. ચાંદ બાબુ 14 હજાર 142 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા. ઓવૈસીની પાર્ટીના નેતા મોહમ્મદ વારિસને 7973 વોટ મળ્યા. આ પછી અન્ય ઉમેદવારો છે- રફતુલ્લાહ, રિઝવાન હુસૈન, રિઝવાન અલી, શૌકીન, મોહમ્મદ ઉબૈશ, મસરૂર, મોહમ્મદ ઉબૈશ, સજૈબ. આ તમામને દસથી માંડીને 100થી વધુ મતો મળ્યા હતા.

64 ટકા મુસ્લિમો વચ્ચે એક હિંદુ નેતા
મુરાદાબાદ જિલ્લાની કુંદરકી બેઠકનું ગણિત અલગ છે. 64 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી આ વિધાનસભા બેઠકમાં લઘુમતીઓ બહુમતીમાં છે. અહીં 12 ઉમેદવારોમાંથી માત્ર એક હિંદુ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા અન તે - રામવીર સિંહ ઠાકુર હતા, જેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને આખરે તેમની ચાલ સફળ રહી હતી. અહીં ભાજપનો દાવ મુસલમાનોના તુર્ક અને રાજપૂત સમુદાયને આકર્ષવા પર હતો.

તુર્ક અને રાજપૂત મુસ્લિમોનું પરિબળ
વાસ્તવમાં હિંદુઓની જેમ મુરાદાબાદ અને સંભલ પ્રદેશમાં મુસ્લિમોમાં પણ વિવિધ જાતિઓ છે. કુંદરકી સીટ પર લગભગ 64 ટકા મુસ્લિમ મતદારો છે, જેમની સંખ્યા લગભગ 1.5 લાખ છે. અહીં લગભગ 40 હજાર તુર્ક મુસ્લિમો છે. આ સિવાય લગભગ 1 લાખ 10 હજાર અન્ય મુસ્લિમ જાતિઓ છે. જ્યારે મુસ્લિમ રાજપૂત મતદારોની સંખ્યા 45 હજાર જેટલી છે.

ટોપી પહેરીને ખુદાના નામે મત માંગ્યા
ભાજપ અને સીએમ યોગી આદિત્યનાથનું સમગ્ર ફોકસ મુસ્લિમોની રાજપૂત વસ્તીને ભગવા ઝંડા હેઠળ લાવવા પર હતું. યુપી ભાજપ અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલી પણ રામવીર ઠાકુરના સમર્થનમાં મુસ્લિમોની સભાઓ કરતા રહ્યા. ભાજપ નેતાની વિનંતી પર અહીં આવેલા મુસ્લિમોએ હાથ ઉંચા કરીને ખુદાના નામે શપથ લીધા અને રામવીરસિંહેને મત આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

હાજી રિઝવાન સામેનો રોષ મોંઘો પડ્યો?
સપાના ઉમેદવાર હાજી રિઝવાનને લોકોને નકારી કાઢ્યા હતા. મુસ્લિમોમાં તેમની મજબૂત પકડનો અભાવ પણ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયો. એટલું જ નહીં, મુસ્લિમ તુર્ક જ્ઞાતિના હોવાના કારણે અન્ય મુસ્લિમ સમુદાયોએ પણ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. રામવીર સિંહ પોતાને મુસ્લિમોના તરફદાર ગણાવતા રહ્યા, જેના કારણે તેમના પક્ષમાં ભારે મતદાન થયું હતું.

મુસ્લિમ ટોપી, અરબી રૂમાલ બાંધી મત માંગ્યા
રામવીરસિંહ ઠાકુર પણ જાળીદાર મુસ્લિમ ટોપી અને અરબી રૂમાલ પહેરીને મુસ્લિમ સભામાં મત માંગતા જોવા મળ્યા હતા. તુર્ક મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુંડરકી બેઠકમાં ભાજપે મુસ્લિમ રાજપૂતોને રીઝવવા માટેનો દાવ ખેલ્યો હતો, જે જીતમાં પરિણમ્યો હતો. વાસ્તવમાં, અહીં પ્રભુત્વ તુર્ક મુસ્લિમો અથવા સહસપુર બિલારી શાહી પરિવારનું રહ્યું છે. પણ આ વખતે રામવીરસિંહે તમામ સમીકરણો તોડી નાખ્યા હતા.

આ પણ વાંચોઃ ડો.આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, તો એમ થયું હોય તો દલિતો મુસ્લિમ હોતઃ કોંગ્રેસ નેતા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.