દેશના લઘુમતીઓએ મોદીને ૪૦૦ પાર કરવાથી રોક્યાં: શરદ પવાર

NCP ચીફ શરદ પવારે PM Modi ના અબકી બાર 400 પારના નારાને આડે હાથ લેતા અનેક એવી વાતો કરી છે જેના કેન્દ્રમાં લઘુમતી સમાજ છે.

દેશના લઘુમતીઓએ મોદીને ૪૦૦ પાર કરવાથી રોક્યાં: શરદ પવાર
image credit - Google images

NCP ચીફ Sharad Pawar એ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પવારે કહ્યું કે, દેશના લઘુમતીઓએ પીએમ મોદીના ‘અબકી બાર 400 પાર’ના નારાને સાકાર થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યું કે 400 પારના નારાનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર દેશની સત્તા એક હાથમાં રાખવાનો હતો, પરંતુ દેશના લઘુમતીઓએ આવું થવા દીધું નહીં. 

પવારે કહ્યું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જોઈએ અને આવનારી ચૂંટણીમાં તેમને તક મળવી જોઈએ. અલ્પ સંખ્યક વિભાગ સાથેની બેઠકમાં પવારે લઘુમતીઓની તરફેણમાં બીજી પણ અનેક બાબતો કહી હતી. શરદ પવારે કહ્યું કે વક્ફ બિલ લઘુમતીઓના અધિકારોને ખતમ કરવાનું ષડયંત્ર છે. વકફ પ્રોપર્ટીનું શું કરવું, તે કયા હેતુ માટે આપવામાં આવે તે નક્કી કરવાનો અધિકાર માત્ર લઘુમતીઓને જ છે.

તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીના હાથમાંથી શાસન છીનવી લેવા માટે, જો અમને ૨ બેઠકો ઓછી મળશે તો પણ અમે વધુ બેઠકો માંગીને વાંધો નહીં ઉઠાવીએ. છેલ્લા દસ વર્ષથી દેશનું શાસન ખોટા હાથોમાં છે. દેશમાં વસતા તમામ ધર્મના લોકોને વિશ્વાસમાં રાખવા દેશ પર શાસન કરનારાઓની ફરજ છે, પણ એવું થઈ નથી રહ્યું.

આ પણ વાંચો: ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા

ઉલ્લેખનીય છે કે એનસીપીના લઘુમતી વિભાગની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક અને કાર્યકર્તા સંમેલન પાર્ટી કાર્યાલય મુંબઈ ખાતે યોજવામાં આવ્યું હતું. પવારે આ કાર્યક્રમમાં હાજર રહીને સૌને સંબોધ્યા હતા.

તેમણે કહ્યું કે આ દેશ આપણાં બધાંનો છે. પણ અમુક લોકો તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. લોકસભાની ચૂંટણી હતી ત્યારે દેશના વડાપ્રધાને દેશની સામે અબ કી બાર 400 પારનો નારો લગાવ્યો હતો. પણ 400 પાર થઈને દેશનું કલ્યાણ કેમ નહીં? હું ખુશ છું કે આ સપનું સાકાર ન થયું. કેમ કે, લોકોને ડર હતો કે ૪૦૦ પાર કર્યા બાદ દેશમાં અલગ વાતાવરણ સર્જાઈ શકે છે. જેઓ ભાઈચારો અને શાંતિ ઈચ્છે છે તેમને ૪૦૦ પાર પછી અડચણો આવી શકે તેમ હતી.

પવારે કહ્યું કે, સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન સમયે એવા લોકોને બોલાવવામાં આવ્યા હતા જેમને તેની સાથે કોઈ લેવાદેવા નથી. સાંસદોને પણ બોલાવ્યા નહોતા. નવી સંસદ, અયોધ્યા મંદિરમાં પાણી લીકેજ અને સિંધુદુર્ગ પ્રતિમાનું પતન આ બધામાં ચોક્કસ ભ્રષ્ટાચાર છે. રામગીરી મહારાજને કોણે મહારાજ બનાવ્યા તે ખબર નથી, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.