ઓરિસ્સાના બાલાસોરમાં બકરી ઈદે જૂથ અથડામણ થતા રાષ્ટ્રીય કર્ફ્યૂ લદાયો

ઓરિસ્સાના બાલાસોરમાં બકરી ઈદ નિમિત્તે જૂથ અથડામણ થતા રાષ્ટ્રીય કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

ઓરિસ્સાના બાલાસોરમાં બકરી ઈદે જૂથ અથડામણ થતા રાષ્ટ્રીય કર્ફ્યૂ લદાયો

ઓરિસ્સાના બાલાસોરમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા રાષ્ટ્રીય કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જિલ્લા તંત્રે શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દીધી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે ૧૭ જૂનની મધ્યરાત્રિથી ૧૮ જૂનની મધ્યરાત્રિ સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ સોમવારે બાલાસોર જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ઠાકરે સાથે વાત કરી અને તેમને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

સોમવારે શહેરના ભુજળીયા પીર વિસ્તારમાં પશુઓના બલિદાનને કારણે રસ્તા પર વહેતા લોહીના વિરોધમાં લોકોનું ટોળું ધરણા પર બેસી ગયું હતું એ દરમિયાન અન્ય જૂથે કથિત રીતે તેમના પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે અથડામણ થઈ હતી તેમ પોલીસે જણાવ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે

લો એન્ડ ઓર્ડરના અધિક પોલીસ મહાનિર્દેશક સંજય કુમાર બાલાસોરમાં કેમ્પ કરી રહ્યા છે. અહીં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. અત્યાર સુધીમાં લગભગ ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઓટી રોડના તમામ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની બહાર નહીં નીકળે, ન તો તેમને પગપાળા જવાની મંજૂરી આપવામાં આવશે કે ન વાહન દ્વારા જવા દેવાશે. લોકોને તાત્કાલિક તબીબી સહાય સિવાય બહાર જવાની મંજૂરી નથી. બાલાસોરના પોલીસ અધિક્ષક સાગરિકા નાથે જણાવ્યું હતું કે બાલાસોર નગરપાલિકા વિસ્તારમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તમામ વેપારી સંસ્થાઓ અને દુકાનો બંધ રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. જો કે, સોમવારે કેટલીક જગ્યાએ છૂટાછવાયા હિંસા નોંધાઈ હતી.

આ પણ વાંચો: બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.