મધ્યપ્રદેશમાં પીએમ આવાસ યોજનાના મકાનમાં દારૂની દુકાન ખોલી નાખી
મધ્યપ્રદેશના રાયસેનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરમાં દારૂની દુકાન ખોલી દેવાઈ છે.
મધ્યપ્રદેશના રાયસેનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી નિયમોની અવગણના કરીને અહીં પીએમ આવાસ યોજનાના ઘરમાં દારૂની દુકાન ખોલવામાં આવી છે. તમામ નિયમોને અવગણીને એક્સાઇઝ વિભાગે જિલ્લા મથકથી સાગર તરફના મુખ્ય માર્ગ પર સોમ કંપનીની દારૂની દુકાન ખોલી હતી. પહેલા દારૂની નીતિઓની અવગણના કરવામાં આવી અને પછી સરકારી મકાનમાં જ દારૂની દુકાન ખોલવામાં આવી છે. રોડ સેફ્ટી પોલિસીમાં હાઈવેથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ દારૂની દુકાનોના લાયસન્સ આપવાની જોગવાઈ છે. હાઇવેની આસપાસ કેટલી જગ્યા ખાલી રાખવી તે જાહેર બાંધકામ વિભાગ નક્કી કરે છે. વાણિજ્યિક અથવા રહેણાંક પ્રવૃત્તિઓ ક્યાં શરૂ થશે તે પણ નવેસરથી નક્કી કરવામાં આવે છે. આ તમામ નિયમો હોવા છતાં જિલ્લા આબકારી વિભાગે સાગર તરફ જતા મુખ્ય માર્ગ પર દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં બમણો માર
બીજી તરફ સોમ કંપનીની આ દારૂની દુકાન જે બિલ્ડિંગમાં ચાલી રહી છે તે પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવી હોવાથી સ્થાનિક સ્તરે હોબાળો મચી ગયો છે. આ દુકાન પથરી ગ્રામ પંચાયતમાં આવે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ રીતે મુખ્ય માર્ગ પર, તે પણ વડાપ્રધાનના આવાસમાં, નિયમોની અવહેલના કરીને દારૂની દુકાન ચલાવવી કેવી રીતે શકાય. આ રીતે સરકારી નિયમોની અવગણના કરીને દારૂની દુકાન ચલાવવાને લઈને હવે આબકારી વિભાગ પર માછલાં ધોવાઈ રહ્યાં છે.
આ પણ વાંચો: NCERTના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ અને ગોધરાકાંડ ગાયબ