દિયોદરમાં ફૂલે-શાહુ લાઈબ્રેરી દ્વારા બહુજન યુવાનો માટે ફ્રી પોલીસ કોન્સટેબલ બેચ શરૂ કરાઈ

બનાસકાંઠાના દિયોદરની ફૂલે-શાહુ લાઈબ્રેરી તેની સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. હવે તે બહુજન સમાજના યુવાનોને સરકારી ભરતી પરીક્ષા માટે તૈયાર કરવા વધુ એક પ્રયોગ કરવા જઈ રહી છે

દિયોદરમાં ફૂલે-શાહુ લાઈબ્રેરી દ્વારા બહુજન યુવાનો માટે ફ્રી પોલીસ કોન્સટેબલ બેચ શરૂ કરાઈ

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં સાવિત્રીબાઈ ફૂલે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફૂલે-શાહુ લાઈબ્રેરી અને કોચિંગ સેન્ટર દ્વારા બહુજન સમાજના યુવાઓ માટે ફ્રી પોલીસ કોન્સટેબલ બેચ શરૂ કરવામાં આવી છે. બહુજન સમાજ પણ હવે સમજતો થયો છે કે, રાજકીય કે કારોબારી ક્ષેત્રે તેની ભાગીદારી હશે તો જ સમાજ જાતિવાદીઓ સામે હરિફાઈમાં ટકી શકશે. રાજકીય, સામાજિક અને આર્થિક રીતે સદ્ધર ગણાતા અન્ય સમાજોની જેમ હવે બહુજન સમાજનો બૌદ્ધિક વર્ગ પણ કથિત સવર્ણ જાતિઓની ચાલાકી સમજવા માંડ્યો છે અને તેમના જેવી જ વ્યૂહરચના અપનાવીને આગળ આવવા પ્રયત્ન કરી રહ્યો છે. દિયોદર સ્થિત ફૂલે-શાહુ લાઈબ્રેરી અને કોચિંગ સેન્ટરે પણ બહુજન સમાજના યુવાનોને સરકારી નોકરીઓની ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે મજબૂત ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે, અને તેના માટે જ અહીં ફ્રી પોલીસ કોન્સટેબલ બેન્ચ શરૂ કરવામાં આવી છે.

આ લાઈબ્રેરી અને તેની કામગીરી વિશે માહિતી આપતા જાણીતા યુટ્યુબર, આર.કે. સ્ટુડિયોઝના આર.કે. પરમાર ખબરઅંતર.કોમને જણાવે છે કે, “દિયોદરની અમારી ફૂલે-શાહુ લાઈબ્રેરી અને કોંચિગ સેન્ટરનો ઉદ્દેશ્ય બહુજન સમાજના યુવાનોને સરકારી નોકરીઓ અને ભરતી પરીક્ષાઓની સ્પર્ધામાં ટકી રહેવા માટે મજબૂત તૈયારીઓ કરાવવાનો છે. આ માટે અમે ફ્રી પોલીસ કોન્સટેબલ બેન્ચ શરૂ કરી છે. અહીં તેમને પોલીસ કોન્સટેબલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રી મટિરિયલ, ફ્રી ઓનલાઈન અને ઓફલાઈન કોચિંગ સેન્ટર, ફ્રી વાઈફાઈ, નિયમિત ટેસ્ટ સહિતની સુવિધાઓ મળશે. અહીં સીસીટીવી કેમેરા સાથેની અદ્યતન હોસ્ટેલની પણ સુવિધા છે. આ સુવિધા હાલ પ્રારંભિક ધોરણે દિયોદર તાલુકાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવી છે. જો આ પ્રયોગ સફળ થશે તો આગામી સમયમાં સમસ્ત બહુજન સમાજ માટે આ સુવિધાઓ શરૂ કરવામાં આવશે. જો દિયોદર તાલુકાનો કોઈ યુવા આ ફ્રી પોલીસ કોન્સટેબલ બેન્ચમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેમણે 9662817791 નંબર પર વોસ્ટએપ દ્વારા સંપર્ક કરવાનો રહેશે.”

ઉલ્લેખનીય છે કે, દિયોદરની ફૂલે-શાહુ લાઈબ્રેરી તેની સામાજિક પ્રવૃત્તિઓ માટે આસપાસના વિસ્તારમાં જાણીતી છે. સમાજલક્ષી તેની પ્રવૃત્તિઓમાં હવે બહુજન સમાજના યુવાનોની ભાગીદારી પણ દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે.

આ પણ વાંચો : વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.