વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!
મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટું કૌભાંડ. 10-10 હજાર રૂપિયાની લાંચ લઈને કૌભાંડીઓએ વર વિના જ કન્યાઓને પરણાવી દીધી.

scam in Chief Minister's mass marriage scheme : ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટી છેતરપિંડી સામે આવી છે. ગયા મહિને અહીં આયોજિત એક લગ્ન કાર્યક્રમમાં 20થી વધુ દીકરીઓના લગ્ન વરરાજા વગર કરવામાં આવ્યા હતા. એક ફરિયાદીએ સમાજ કલ્યાણ મંત્રીને IGRS દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, 10,000 રૂપિયાની લાંચ લીધા બાદ 20થી કન્યાઓના વરરાજા વગર લગ્ન કરાવી દેવાયા હતા અને તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. મામલાને ગંભીરતાથી લેતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
નાયબ મુખ્યમંત્રીના વતનમાં જ કૌભાંડ થયું?
23 નવેમ્બરના રોજ સિરાથુ તાલુકાના મીઠાપુર સાયરાની બાબુ સિંહ ડિગ્રી કોલેજમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ર૦0 થી વધુ યુવતીઓના લગ્ન થયા હતા. આ સમૂહ લગ્નમાં કડા બ્લોકના સાયરા મીઠાપુર, અંદાવા, શહઝાદપુર અને સિરથુ બ્લોકના કોખરાજ, બિદાનપુર, ભદવા વગેરે ગામોના યુગલોએ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભાજપના જિલ્લા અધ્યક્ષ ધરમરાજ મૌર્ય, રાજ્ય મહિલા આયોગના સભ્ય પ્રતિભા કુશવાહા, સિરાથુ બ્લોકના મુખ્ય પ્રતિનિધિ લવકુશ મૌર્ય અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
20 થી વધુ કન્યાઓના વર જ નહોતા
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના વતન સિરાથુના ડીએસ મૌર્યએ IGRS પોર્ટલ દ્વારા સમાજ કલ્યાણના વિભાગના રાજ્ય મંત્રીને ફરિયાદ કરી હતી કે 20 થી વધુ છોકરીઓના વરરાજા સમૂહ લગ્ન કાર્યક્રમમાં આવ્યા ન હતા. પરંતુ સિરથુ અને કડા બ્લોકના મદદનીશ વિકાસ અધિકારી (સમાજ કલ્યાણ)એ 10-10 હજાર રૂપિયા લઈને લગ્ન કરાવ્યા.
આરોપ છે કે ગરીબ છોકરીઓના લગ્નની ફાઇલો મદદનીશ વિકાસ અધિકારીઓ દલાલો દ્વારા તૈયાર કરાવે છે. દરેક કપલ પાસેથી 3 થી 5 હજાર રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવે છે. જે છોકરીઓના વરરાજા પૈસા કમાવા પરદેશ જાય છે અને લગ્ન સમારોહમાં હાજરી આપી શકતા નથી તેમની પાસેથી 10,000 રૂપિયાની રકમ લેવામાં આવે છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો કોઈ અરજદાર પોતે જ સમૂહ લગ્નની ફાઈલ ઓનલાઈન અરજી કરીને લાવે તો તેની ફાઈલમાં કોઈને કોઈ ખામી કાઢવામાં આવે છે. અંતે અરજદાર મજબૂરીમાં અધિકારીઓએ નક્કી કરેલા દલાલો પાસે જાય છે. આ પછી તે મોટી રકમ લે છે અને ફાઇલને સમૂહ લગ્નમાં સમાવી લે છે. ડીએસ મૌર્યએ સિરાથુ અને કડા બ્લોકના સહાયક વિકાસ અધિકારીઓ સામે તપાસ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ મામલે DMએ શું કહ્યું?
આ મામલે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ મધુસુદન હુલગીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનું આયોજન સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને જે લોકો અહીં સમૂહમાં લગ્ન કરવા માંગે છે તેમની ત્યાં અરજી સ્વીકારવામાં આવે છે. બધું જ ઓનલાઈન થાય છે. ત્યાર બાદ તપાસ પણ થાય છે. એ પછી તપાસ કરવામાં આવે છે કે તેઓ એક જ પરિવારના તો નથી ને અને અલગ છે કે નહીં? બંને પરિવારોની તમામ વિગતો તપાસવામાં આવે છે. તે પછી જ તેને મંજૂરી આપવામાં આવે છે.
ડીએમ મધુસુદને કહ્યું કે જો આવા કોઈ તથ્યો તેમના ધ્યાન પર આવે છે તો તેઓ દંપતીની તપાસ કરાવે છે. જો કોઈ વર-કન્યા ન આવ્યા હોય તો પણ અમે તેમના લગ્ન કરાવીએ એ શક્ય નથી. પરંતુ જો આવો કિસ્સો સામે આવ્યો છે, તો અમે તેની ફરીથી તપાસ કરીશું. જેટલા લોકો લગ્ન કરી ચૂક્યા છે તે જ ક્રમમાં ડિપાર્ટમેન્ટમાંથી ચૂકવણી કરવામાં આવશે અને સુવિધા પણ આપવામાં આવશે. એવું નથી કે વર ન આવ્યા અને કન્યા આવી ગઈ છતાં લગ્ન થઈ ગયા અને તેમને લાભ પણ મળશે.
આ પણ વાંચોઃ દેશભરમાં પહેલીવાર માત્ર બંધારણ અને આંબેડકરની સાક્ષીએ લગ્ન થયા