સિસોદિયા, જૈન, ચઢ્ઢા, પાઠક! Kejriwal ની ટીમમાં કેમ કોઈ SC-ST-OBC નથી?

Arvind Kejriwal ની AAP ના ઉદય વખતથી SC-ST-OBC સમાજ જે સવાલ ઉઠાવી રહ્યો હતો તે સવાલ હવે Delhi Assembly Election ટાણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે.

સિસોદિયા, જૈન, ચઢ્ઢા, પાઠક! Kejriwal ની ટીમમાં કેમ કોઈ SC-ST-OBC નથી?
image credit - Google images

દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election) માટે મતદાનનો દિવસ નજીક આવતા જ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આમ આદમી પાર્ટી (AAP) પર જે સવાલ દેશના દલિતો(SC), આદિવાસીઓ (ST) અને ઓબીસી (OBC) મતદારો તેના ઉદય કાળથી ઉઠાવી રહ્યા હતા તે ફરી એકવાર અચાનક ચર્ચામાં આવી ગયો છે. કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul) એ ગઈકાલે આમ આદમી પાર્ટીના મૂળમાં ઘા કરતા હોય તેમ તેને કનડતો સૌથી આકરો સવાલ જાહેરમાં મૂકી દીધો હતો. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગઈકાલે (31 જાન્યુઆરી, 2025) માદીપુરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જાહેર સભામાં રાહુલ ગાંધીએ દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે AAPમાં કોઈ દલિત, આદિવાસી અને લઘુમતી નહીં મળે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી સરકારમાં ટીમ કેજરીવાલ છે અને તેમાં AAPના નવ રત્નો પણ છે.

દિલ્હી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં ટીમ કેજરીવાલ છે. તેમના 9 રત્નો પણ છે. આમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, આતિશી સિંહ, સંજય સિંહ, અવધ ઓઝા, રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. મને આમાં એક દલિત, આદિવાસી કે લઘુમતીનું નામ બતાવો.

'આખો દેશ જાણે છે કે દારૂ કૌભાંડ કોણે કર્યું'

આપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ યમુનાને સ્વચ્છ કરશે. આખો દેશ જાણે છે કે કેજરીવાલ અને સિસોદિયાએ દારૂનીતિની આડમાં ભ્રષ્ટાચાર કર્યો છે. અરવિંદ કેજરીવાલ, યમુનાનું પાણી બાજુ પર રાખો અને એક સામાન્ય ઝૂંપડીનું પાણી પીને બતાવો. જ્યારે રમખાણો થયા, જ્યારે હિંસા થઈ, ત્યારે કોણ તમારી સાથે ઉભું હતું તે યાદ કરો. અમે ડૉ.આંબેડકરનું બંધારણ બચાવવા માટે કામ કરી રહ્યાં છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું, “હું ખોટા વચનો નહીં આપું. મેં ક્યાંય કહ્યું નથી કે આપણે યમુનાને સ્વચ્છ કરી દઈશું. આપણી લડાઈ તકવાદી નથી, તે વિચારોની લડાઈ છે, તે બંધારણને બચાવવાની લડાઈ છે. કેજરીવાલ જ્યારે આવ્યા ત્યારે વેગન આર કારમાં આવ્યા હતા અને સીધા શીશ મહેલમાં જતા રહ્યા. તેઓ ફક્ત ખોટા વચનો આપે છે. મોદી અને કેજરીવાલના ભાષણો એકસરખી રીતે ખોટા છે. મેં ક્યારેય કોઈ ખોટા વચનો આપ્યા નથી. મનરેગા અને ખેડૂતોના દેવા માફ કરી શકાય છે. અમે તે કરીશું. જો દિલ્હીમાં ફ્લાયઓવર બની શકે તો અમે તે કરીશું.

મીડિયા પર સીધું નિશાન

જાહેર સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, “ તમે ટીવી જોતા હશો તો ખ્યાલ હશે કે, ત્યાં ફક્ત મોદી અને અદાણી જ દેખાય છે. કોંગ્રેસની લડાઈ એવા લોકો સામે છે જેઓ બંધારણને ખતમ કરવા માંગે છે અને નફરત ફેલાવવા માંગે છે. એટલું જ નહીં, દિલ્હીમાં છેલ્લા દસ વર્ષથી ભાજપે ભાઈને ભાઈ સામે લડાવ્યો છે. એક ભાષાને બીજી ભાષા સાથે અને જાતિઓ-ધર્મોને સામસામે લડાવ્યા છે. અમે નફરતના આ વાતાવરણમાં પ્રેમનો ફેલાવો કરવા માટે ચાર હજાર કિલોમીટરની મુસાફરી કરી હતી.

'નાણામંત્રીની ટીમમાં એક પણ દલિત દેખાશે નહીં'

મીડિયા પર નિશાન સાધતા તેમણે કહ્યું, “ટીવી પર અંબાણીના લગ્ન બતાવવામાં આવે છે, પણ દિલ્હીની સમસ્યાઓ બતાવવામાં આવતી નથી. તેમનો ટાર્ગેટ જનતાના પૈસા ભારતના સૌથી મોટા અબજોપતિઓ સુધી પહોંચાડવાનો છે. 25 ઉદ્યોગપતિઓમાં 16 હજાર કરોડ રૂપિયા વહેંચી દેવામાં આવ્યા. બજેટમાં પણ તમે જોશો તો ખ્યાલ આવશે કે નાણામંત્રી બ્રીફકેસ લઈને જશે તેમની ટીમમાં તમને એકેય આદિવાસી કે દલિત દેખાશે નહીં. બજેટ તૈયાર કરનારા 90 અધિકારીઓ છે અને 90 માંથી 3 અધિકારીઓ OBC સમાજના છે. કાલે જો બજેટમાં ૧૦૦ રૂપિયા વહેંચવામાં આવશે તો તમારા અધિકારીઓ ફક્ત ૫ રૂપિયાનો નિર્ણય લેશે. દલિત અધિકારી ૧ રૂપિયાનો નિર્ણય લેશે. આદિવાસી ૧૦ પૈસાનો નિર્ણય લેશે. ૯૦ ટકા લોકો પાસે કંઈ નથી.”

આ પણ વાંચો: કોંગ્રેસે દલિતોનો વિશ્વાસ તોડ્યો એટલે RSS સત્તામાં છે : Rahul Gandhi


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.