ભાજપ નેતાએ OBC મહિલા સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી
ભાજપ નેતા પર ઓબીસી મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.
મધ્યપ્રદેશ (MP) ના દમોહ (Damoh) જિલ્લાના સુનવાહા ગામ (Sunwaha Village)માં એક મહિલા (Women) પર બળાત્કાર (Rape) અને જાનથી મારી નાખવાની ધમકી (threatens to kill) નો મામલો સામે આવ્યો છે. 28 વર્ષની મહિલાએ પતિ સાથે નરસિહગઢ પોલીસ ચોકી પહોંચી અને ભાજપના નેતા (BJP Leader) અનિલ પાઠક (Anil Pathak) વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે અને મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.
પીડિતાએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બર 2024ના રોજ ત્રીજ પૂજાના અવસરે તે તેના ગામના રામજી પાઠકના ઘરે પૂજા કરવા ગઈ હતી. અન્ય કેટલીક મહિલાઓ પણ હાજર હતી, જેમાંથી એક અનિલ પાઠકની પત્ની પ્રીતિ પાઠક હતી. પ્રીતિ પાઠકે પૂજાને તેના ઘરે ચા પીવા આમંત્રણ આપ્યું હતું. પૂજા તેની સાથે ગઈ હતી, પરંતુ જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે પ્રીતિ કોઈ કામ માટે બહાર ગઈ હતી અને અનિલ પાઠકે તક ઝડપીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.
પીડિતાનો આરોપ છે કે અનિલ પાઠકે તેના પર બળજબરી કરી હતી. જ્યારે તેણે રાડો પાડવાનો પ્રયાસ કર્યો તો અનિલ પાઠકે તેનું મોં દબાવીને ધમકી આપી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તે તેને અને તેના પતિને મારી નાખશે. ઘટના બાદ પીડિતા ડરીને ઘરે પરત ફરી અને ડરના કારણે ઘણા દિવસો સુધી તેણે આ વાત કોઈને જણાવી નહીં. આ પછી 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 9 વાગ્યે અનિલ પાઠક પીડિતાના ઘરે આવ્યો હતો અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. એ પછી પૂજાએ આખી ઘટના તેના પતિને જણાવી અને બંનેએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી. આ મામલે ચોકી નરસિહગઢના સબ ઈન્સ્પેક્ટર પ્રતિમા કુર્મીએ આરોપી અનિલ પાઠક વિરુદ્ધ કલમ 64 અને 351 (2) BNS 2023 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી સામે પ્રથમદર્શી ગુનો સાબિત થયો છે અને કેસની તપાસ ચાલુ છે.
ઘટના બાદ ગામમાં ભય અને રોષનો માહોલ
આ તરફ ગ્રામજનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ગામના લોકોનું કહેવું છે કે આવી ઘટથી ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ બગડી રહ્યું છે અને મહિલાઓની સુરક્ષાની ચિંતા વધી ગઈ છે.
પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત
પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને જલ્દી જ કસ્ટડીમાં લેવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી ફરાર છે.
ઓબીસી મહાસભાએ તંત્રને ચેતવણી આપી
ભાજપના નેતા અનિલ પાઠક પર એક ઓબીસી મહિલા પર બળાત્કારનો આરોપ છે. આ કેસમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહાસભા કોર કમિટીના સભ્ય ધર્મેન્દ્ર કુશવાહાએ એક્સ (ટ્વીટ) પર પોસ્ટ કરીને વહીવટીતંત્ર પર સરકારના દબાણ હેઠળ આરોપીઓની ધરપકડ ન કરવાનો આરોપ લગાવ્યો. ધર્મેન્દ્રએ વહીવટીતંત્રને ચેતવણી આપતા કહ્યું કે, 'જો આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો મહાસભા મોટા આંદોલનની તૈયારી કરશે.'
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઓબીસી કમિશન ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે