મોટાવડા હાઈસ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યામાં 3 શિક્ષકોની પૂછપરછ શરૂ

રાજકોટના મોટાવડાની હાઈસ્કૂલના વિદ્યાર્થીના ગળેફાંસો ખાઈ લેવાના કેસમાં આચાર્ય સચિન વ્યાસ અને બે શિક્ષિકાઓ વિભૂતિ જોષી અને મૌસમી શાહ પર સકંજો કસાયો છે.

મોટાવડા હાઈસ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યામાં 3 શિક્ષકોની પૂછપરછ શરૂ
image credit - Google images

Rajkot Motavada Student Suicide case : રાજકોટ (Rajkot) ના લોધિકા તાલુકા (Lodhika Taluka)ની મોટાવડા હાઈસ્કૂલ (Motavada High School) ના ધો.11ના વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરૂ (Dhruvil Bharatbhai Varu) (ઉ.વ.16)એ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો (Suiside) ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે તેના પિતા ભરતભાઈ વરૂએ શાળાના શિક્ષકો "તું પેપર ઘરેથી કેમ લખી લાવ્યો, તારી પર પોલીસ કેસ કરવો છે" તેમ કહી પેપરમાં ચોકડી મારી ધમકી આપી મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે શાળાના આચાર્ય અને બે શિક્ષક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી ત્રણેયને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

લોધિકા તાલુકાના મોટાવડા ગામની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષક મૌસમીબેન શાહ અને વિભૂતીબેન જોશી સામે નોંધાવેલી ફરિયાદમાં મૃતક વિદ્યાર્થી ધ્રુવીલના પિતા ભરતભાઈ વરૂએ જણાવ્યું હતું કે, "મારા પરિવારમાં મારા પત્ની જયાબેન ઉપરાંત દિકરો ધ્રુવીલ (ઉ.વ. 16) તથા પુત્રી શ્રૃતિ (ઉ.વ.13) છે જે છાપરા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરે છે. નાનો દિકરો સોહમ (ઉ.વ. 9) જે મારા મોટાભાઈને દત્તક આપેલ છે. મારો દિકરો ધ્રુવીલ મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધો.11માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો."

ભરતભાઈ આગળ જણાવે છે કે, "ગઈ તા. 19ના રોજ છ માસિક પરીક્ષાનું પેપર હોવાથી ધ્રુવીલ સવારે સ્કૂલ જવા નીકળી ગયો હતો. ત્યારબાદ મને ફોન આવતા હું ઘરે પહોંચ્યો ત્યારે મારા દીકરા ધ્રુવિલે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અમે તેનો મોબાઈલ ચેક કરતાં તેમાં વીડિયો જોવા મળ્યો હતો. જેમાં એક વીડિયોમાં તે રડતા રડતા બોલતો હતો અને તેના હાથમાં એક ચીઠ્ઠી હતી. ધ્રુવિલના પેન્ટના ખિસ્સામાંથી જે ચીઠ્ઠી મળી આવી હતી તેમાં તેણે, "બધાં પત્ર વાંચી લેજો. મમ્મી મને માફ કરી દેજો. આજે મેં આ પગલું ન ભર્યું હોત તો મને પોલીસ મને લઈ જાત, મારો કોઈ વાંક ન હતો, પેપર મેં ઘરેથી લખ્યું નથી છતાં પણ મને પોલીસની ધમકી આપીને પેપરમાં ચોકડા માર્યા. આવું પહેલીવાર નથી બન્યું તેની વિગતો સાથે મૌસમી મેડમ, સચિન સર અને વિભૂતી મેડમે આવું કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો."

આ પ્રકારની વિગતો સાથે મૃતક વિદ્યાર્થી ધ્રુવિલના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય સચિન વ્યાસ, મૌસમી શાહ અને વિભૂતી જોષી સામે પોતાના પુત્રને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય આરોપી શિક્ષકોની પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી અને તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.