દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી
એક ગામમાં દલિત મહિલા સરપંચને સવર્ણ ઉપસરપંચ અને તલાટીએ મિટીંગમાં બેસવા માટે ખુરશી આપવાનો ઈનકાર કરતા કહ્યું, બેસવું હોય તો ઘરેથી લઈ આવો, બાકી નીચે બેસો.
એસસી એસટી સમાજમાં પેટા વર્ગીકરણ કરવાનો મામલો ચોતરફ ચગેલો છે ત્યારે જ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં આ સમાજને અનામત શું કામ આપવામાં આવી છે તે વધુ સ્પષ્ટ થયું છે. સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ આખા મામલાને આર્થિક દ્રષ્ટિકોણથી મૂલવીને ચુકાદો આપ્યો છે પણ હકીકતે આખો મામલો તેમની સાથે થતા સામાજિક ભેદભાવનો છે અને આ ઘટના તેનો વધુ એક પુરાવો છે.
દેશનું બંધારણ સ્પષ્ટપણે કહે છે કે, દલિતો સાથે જ્યાં સુધી સામાજિક સ્તરે ભેદભાવ થતો રહેશે ત્યાં સુધી તેમને અનામત પણ મળતી રહેવી જોઈએ જે દિવસે તેમને સામાજિક સમાનતાનો અનુભવ થવા લાગશે ત્યારે તેઓ અનામતને ગણકારશે પણ નહીં. પણ લાગે છે, ભારતના જાતિવાદી લોકોના આ ઝેર એ હદે વ્યાપી ગયું છે કે તેઓ એ દિવસ કદી આવવા નહીં દે અને અહીં જે ઘટના બની છે તેમાં હળાહળ જાતિવાદી દ્વેષ જોવા મળે છે.
એક ગામમાં દલિત મહિલા સરપંચને સવર્ણ ઉપ સરપંચ અને તલાટીએ ગ્રામ પંચાયતની મીટિંગમાં બેસવા માટે ખુરશી આપી નહોતી. સરપંચે તેમને બેસવા માટે ખુરશી આપવાનો આગ્રહ કર્યો તો ઉપ સરપંચ અને તલાટીએ કહ્યું - બેસવું હોય તો ઘરેથી ખુરશી લઈને આવો બાકી જમીન પર બેસો. આ મામલે મહિલા સરપંચે મંત્રીને પત્ર લખ્યો છે.
આ પણ વાંચોઃ જાણો કેવી રીતે લેટરલ એન્ટ્રી દલિતો-આદિવાસીઓની અનામત ભૂંસી નાખવાનું કાવતરું છે
ઘટના જાતિવાદ માટે કુખ્યાત મધ્યપ્રદેશની છે. અહીં સતના જિલ્લાના રામપુર બઘેલાણ વિસ્તારની અકૌણા ગામ પંચાયતમાં દલિત મહિલા સરપંચ તરીકે ચૂંટાયેલા છે.
28 વર્ષની દલિત મહિલા સરપંચ શ્રદ્ધા સિંહ ગ્રામ પંચાયતની મિટીંગ માટે ગ્રામ પંચાયત ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને ઉપસરપંચ અને તલાટીએ બેસવા માટે ખુરશી આપી નહોતી. સરપંચ મહિલાએ બેસવા માટે ખુરશી માંગી તો તલાટી અને ઉપ સરપંચે કહ્યું કે, તમારે ખુરશી પર બેસવું હોય તો ઘરેથી લઈને આવો બાકી જમીન પર બેસો. આવું હળહળતું અપમાન જોઈને મહિલા સરપંચે સ્થાનિક મંત્રી પ્રહલાદ પટેલને પત્ર લખ્યો છે.
દલિત મહિલા સરપંચ શ્રદ્ધા સિંહનું કહેવું છે કે જાતિવાદી તલાટી અને ઉપ સરપંચે તેમને 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ પણ નહોતો ફરકાવવા દીધો.
સરપંચ શ્રદ્ધા સિંહે લખેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે, 17મી ઓગસ્ટના રોજ ગ્રામ સભાની બેઠક હતી, જેમાં ભાગ લેવા માટે તેઓ ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચ્યાં હતા. ત્યાં પહોંચીને તેમણે બેસવા માટે ખુરશી માંગી હતી. એ દરમિયાન ઉપસરપંચ ધર્મેન્દ્ર સિંહ બઘેલ અને તલાટી વિજય પ્રતાપ સિંહ ત્યાં પહેલેથી હાજર હતા. તેમણે કહ્યું કે, તમારે બેસવું હોય તો ખુરશી ઘરેથી લઈને આવો, ઓફિસની ખુરશી નહીં મળે, જો બેસવું જ હોય તો જમીન પર બેસી જાવ.
આ પણ વાંચોઃ દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે
દલિત મહિલા સરપંચ શ્રદ્ધા સિંહ આગળ કહે છે, કે 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ નક્કી હતો. રાજ્ય સરકારના આદેશ મુજબ રાષ્ટ્રધ્વજ સરપંચે જ ફરકાવવાનો હોય છે. તેમણે તલાટી વિજય પ્રતાપ સિંહને પણ તેની જાણકારી આપી હતી. તેમ છતાં જ્યારે તેઓ ગ્રામ પંચાયત ઓફિસે પહોંચી ત્યાં સુધીમાં ઉપ સરપંચ ધર્મેન્દ્ર સિંહ બઘેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો.
સરપંચ શ્રદ્ધા સિંહનું કહેવું છે કે, આ ઘટના માત્ર એક મહિલા હોવાને કારણે નથી, પરંતુ હું દલિત સમાજમાંથી આવતી હોવાથી જાણી જોઈ રચવામાં આવેલા કાવતરાનો ભાગ હતી. આ મારું અપમાન છે અને જાતિવાદનું નગ્ન ઉદાહરણ છે.
આ મામલે મધ્યપ્રદેશ કોંગ્રેસે આ મામલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, ભાજપના જંગલરાજમાં દલિતો, આદિવાસીઓના અપમાન અને અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી ઘટનાઓ મોદી સરકારની દલિત વિરોધી માનસિકતાનું ઉદાહરણ છે. જ્યાં તેમનો અધિકાર છીનવી લેવાય છે અને અવાજ ઉઠાવવા પર તેમના સ્વાભિમાન પર ઘા કરવામાં આવે છે. મોદી સરકારમાં દલિતો અને આદિવાસીઓ સુરક્ષા સમાનતા અને સન્માન માટે સંઘર્ષ કરવા મજબૂર છે.
આ પણ વાંચોઃ દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું
કોંગ્રેસ નેતા નિતેન્દ્રસિંહ રાઠૌરે કહ્યું- ભાજપવાળા પાસેથી તમે સતત એવું સાંભળતા હશો કે પીએમ મોદીએ આખી દુનિયામાં દેશનું નામ રોશન કર્યું છે. જો આ દેશમાં એક દલિત મહિલા સરપંચ સાથે આવું વર્તન થતું હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. દલિતોને લગ્નમાં જાન નથી કાઢવા દેતા, ઘોડી પર નથી બેસવા દેતા. આ કુંઠીત માનસિકતાની નિશાની છે. ભાજપવાળા વાતો તો દલિતો, આદિવાસીઓના હામી હોવાની કરે છે, પણ તેમનું અસલી ચરિત્ર આ છે. તેમના રાજમાં સતત દલિતો, આદિવાસીઓ સાથે ગેરવર્તન થતું રહે છે. સમય પાકી ગયો છે કે, આ દેશના દલિતો, આદિવાસીઓ પણ ચિંતન કરે કે, જે સરકાર હાલ સત્તામાં છે, તેઓ આ મામલે જવાબ આપે. જ્યાં સુધી જવાબ નહીં આપે, ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.
આ પણ વાંચોઃ સવર્ણ શિક્ષિકાએ 6 વર્ષના દલિત બાળક પાસે શાળાનુ ટોઈલેટ સાફ કરાવ્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Asang MaunAva news apvani jarur khari? YouTuber news channel ni pass bija koi sara positive news nathi. Samaj ma Ashanti felavavana narrative? Koi Dalit nathi. Badha Hindu Bharat na Santana chhe.
-
DHANJI THONTIAIt's progressive and struggling movent to legal fight it's good job go ahead Jay Bhim
-
gajendrakumar bhalesariyaGood for details
-
Anilbhaiસરપંચ અને તલાટી બન્ને ને જેલ ભેગા કરો
-
Anilતલાટી અને ઉપસરપંચ ની ઉપર કેશ કરો અને જેલ ભેગા કરો