રોહિત વેમુલાનો પરિવાર પોલીસના ક્લોઝર રિપોર્ટને પડકારશે

ચકચારી રોહિત વેમુલા કેસમાં તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે ત્યારે તેના પરિવારે રિપોર્ટને પડકારવાનું મન બનાવી લીધું છે.

રોહિત વેમુલાનો  પરિવાર પોલીસના ક્લોઝર રિપોર્ટને પડકારશે
all image credit - Google images

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાના પરિવારે કહ્યું કે તેઓ રોહિતના આત્મહત્યા કેસમાં તેલંગાણા પોલીસના ક્લોઝર રિપોર્ટને કાયદાકીય રીતે પડકારશે. રોહિતના ભાઈ રાજા વેમુલાએ દાવો કર્યો હતો કે જિલ્લા મેજિસ્ટ્રેટે પરિવાર અનુસૂચિત જાતિના હોવા અંગે કોઈ ર્નિણય લીધો નથી. આ અંગે પોલીસે કહ્યું કે તેઓ વધુ તપાસ કરશે. હૈદરાબાદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રોહિત વેમુલાના મૃત્યુની તપાસ કરી રહેલી પોલીસે સ્થાનિક કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે દલિત નહોતો અને તેની 'વાસ્તવિક ઓળખ'  જાહેર થાય તે પહેલાં તેણે આત્મહત્યા કરી હતી. પુરાવાના અભાવને ટાંકીને પોલીસે આ કેસમાં આરોપીઓને 'ક્લીન ચિટ' આપી હતી. 

રોહિત વેમુલાના પરિવાર દ્વારા વ્યક્ત કરાયેલી શંકાનો ઉલ્લેખ કરતા, તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક રવિ ગુપ્તાએ શુક્રવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંબંધિત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે અને મેજિસ્ટ્રેટને વધુ તપાસની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રોહિત વેમુલાએ વર્ષ ૨૦૧૬માં આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'મૃતક પોતે જાણતો હતો કે તે અનુસૂચિત જાતિનો નથી અને તેની માતાએ તેને નકલી એસસી જાતિનું પ્રમાણપત્ર આપ્યું હતું.'

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને આશંકા છે કે આ વાત સામે આવવાના પરિણામે વેમુલાની શૈક્ષણિક ડિગ્રી પાછી ખેંચી લેવામાં આવી શકે છે. તેમજ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ તેને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ કેસ સાથે જોડાયેલા ઘણાં મુદ્દા હતા જે મૃતકને પરેશાન કરી રહ્યા હતા. આનાથી પરેશાન થઈને રોહિત વેમુલાએ આત્મહત્યા કરી લીધી. અહેવાલ મુજબ, તમામ પ્રયાસો છતાં આરોપીના કામોએ મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હોવાનું સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો:રોહિત વેમુલા દલિત નહોતો, માતાએ ખોટું જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હતું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.