દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો
દલિત પરિવારની એક દીકરીને પાંચ યુવકોએ 5 દિવસ સુધી ગોંધી રાખી, બળજબરીથી દારૂ પીવડાવી તેની સાથે ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે.
Jaisalmer Dalit girl gang-raped: કોલકાતામાં થયેલા રેપની ઘટનામાં આરોપીનું નામ જગજાહેર છે, પણ મનુ મીડિયા જ્યારે પણ દલિત સમાજની કોઈ દીકરી કે મહિલા પર બળાત્કારની ઘટના બને છે ત્યારે આરોપીઓનું નામ ચોક્કસ છુપાવીને રાખે છે. આ ઘટનામાં પણ આવું જ થયું છે. દલિત પરિવારની એક દીકરી શહેરની નજીકના એક ગામમાં રૂમ ભાડે રાખીને ભણી રહી હતી. તેના પર ગામના જ 5 યુવકોએ બળજબરીથી દારૂ પીડવાની ગેંગરેપ કર્યો હતો. આટલી ક્રૂર ઘટના હોવા છતાં મનુ મીડિયાએ ક્યાંય પણ આરોપીઓના નામ લીક નથી થવા દીધા. આ ચાલાકી બહુજન સમાજે સમજવી પડશે. આવું ક્યાં સુધી ચાલશે? તેના માટે જરૂરી છે કે આપણું પોતાનું મીડિયા તેમના કરતા વધુ મજબૂત હોય. આટલા કાયમી આક્રોશ સાથે મૂળ ઘટનાની વાત કરીએ.
એક ગામમાં દલિત પરિવારની એક દીકરી રૂમ ભાડે રાખીને ગામમાં જ ભણતી હતી. તેને ગામના 5 યુવકો બળજબરીથી ઉઠાવીને નજીકના શહેરમાં લઈ ગયા હતા. જ્યાં તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. જેવો યુવતીને નશો ચડ્યો, એ પછી યુવકોએ પોતે પણ દારૂ પીધો અને પછી વારાફરતી તેણી પર બળાત્કાર કર્યો હતો. આ રીતે યુવતીને પાંચ દિવસ સુધી ગોંધી રાખીને ગેંગરેપ કરતા રહ્યા હતા. એ પછી યુવતીને ગામથી દૂર લાવીને છોડી દીધી હતી. યુવતી અર્ધબેભાન હાલતમાં પડી હતી, જેની જાણ કોઈએ પોલીસને કરતા પોલીસ આવી પહોંચી હતી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગેંગરેપ અને એસસી-એસટી એક્ટ સહિતની કલમોના આધારે પાંચ યુવકો સામે ફરિયાદ નોંધીને ચારની ધરપકડ કરી લીધી છે, જો કે હજુ પણ એક આરોપી ફરાર છે.
રાજસ્થાનના જેસલમેરની ઘટના
ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાન(Rajasthan)ની છે. અહીં જેસલમેર(Jaisalmer)માં એક દલિત યુવતી પર પાંચ યુવકોએ ગેંગરેપ(Gang rape) કર્યો હતો. પહેલા આરોપી યુવતીને જેસલમેર શહેરમાં લઈ ગયા હતા.
આ પણ વાંચો: સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા
જ્યાં તેને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. જ્યારે તેણીને નશો ચડ્યો એ પછી આરોપીઓએ પોતે દારૂ પીધો હતો, અને પછી નશાની હાલતમાં યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. યુવતીની ફરિયાદ પર પોલીસે ગેંગરેપ અને SC/ST એક્ટ હેઠળ પાંચેય આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને અને ચારની ધરપકડ કરી છે.
પાંચ દિવસ સુધી યુવતીને ગોંધી રાખી ગેંગરેપ કર્યો
ગઈકાલે સાંજે 19 વર્ષની પીડિતા દલિત યુવતી જેસલમેર મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે પોલીસને તેની સાથે થયેલા ગેંગરેપની ઘટના વિશે જણાવ્યું હતું. યુવતીના જણાવ્યા પ્રમાણે તે, જેસલમેર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ભાડાના રૂમમાં રહે છે અને ગામની એક શાળામાં અભ્યાસ કરે છે. ગયા મહિને 28 ઓગસ્ટના રોજ, તે જ ગામના પાંચ યુવકો તેણીને બળજબરીપૂર્વક તેમની સાથે શહેરમાં લઈ ગયા હતા. ત્યાંના એક ઘરમાં લઈ જઈને પહેલા યુવકોએ તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો, પછી નશામાં ધૂત થઈને તેની સાથે ગેંગરેપ કર્યો. યુવકોએ તેને પાંચ દિવસ સુધી ગોંધી રાખી હતી. એ પછી 2 સપ્ટેમ્બરના રોજ તેને ગામની બહાર ફેંકીને ભાગી ગયા હતા.
પાંચેય યુવકો એક જ ગામના છે
મામલાની માહિતી આપતા એએસપી પ્રિયંકા કુમાવતે કહ્યું કે પીડિત યુવતી અન્ય જિલ્લાની રહેવાસી છે. તે જેસલમેરના એક ગામમાં અભ્યાસ કરે છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે પાંચ યુવકોએ તેને જેસલમેરના એક ગામથી જેસલમેર શહેરમાં લાવીને તેને દારૂ પીવડાવી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પાંચેય યુવકો જેસલમેરના એક જ ગામના રહેવાસી છે. આ મામલે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી યુવક ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ ચાલુ છે. આ કેસની તપાસ એએસપી રાજેશ શર્માને સોંપવામાં આવી છે.
SC-ST એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
ASP પ્રિયંકા કુમાવતે જણાવ્યું કે, 2 સપ્ટેમ્બરે યુવતી નશાની હાલતમાં ગામલોકોને મળી હતી. એ પછી તેને પોલીસ દ્વારા જવાહિર હોસ્પિટલ લઈ જઈને સારવાર કરાવવામાં આવી હતી. સારવાર બાદ તેને સખી સેન્ટરમાં રાખવામાં આવી હતી. તેના પરિવારજનોના આવ્યા બાદ યુવતીએ ગામના પાંચ યુવકો પર ગેંગરેપની ફરિયાદ કરી હતી. હાલ પોલીસે SC/ST એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ પાંચેય આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: દલિત કિશોરી પર દુષ્કર્મ આચરી છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ