દલિત કિશોરી પર દુષ્કર્મ આચરી છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ
દલિત કિશોરી પર નરાધમે દુષ્કર્મ આચરી, છરીના ઘા મારી ક્રૂર રીતે હત્યા કરી, લાશ તળાવમાં ફેંકી દીધી.
એકબાજુ દેશમાં દલિતો અનામતને લઈને અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે, બીજી તરફ તેમના પર અને તેમની બહેન-દીકરીઓ પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત કિશોરી પર નરાધમોએ બળાત્કાર કર્યા બાદ છરીના ઘા મારી તેની હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી હતી.
ઘટના બિહારના મુઝફ્ફરપુરની છે. જ્યાં કોઈ નરાધમે એક દલિત કિશોરીની છરીના ઘા મારીને ક્રૂર રીતે હત્યા કરી દીધી છે. હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને તળાવમાં ફેંકી દીધી હતી. બાળકીનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવ્યો હોવાથી તેના પર બળાત્કાર થયો હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ કિશોરીના પ્રાઈવેટ પાર્ટમાં ૫૦થી વધુ ચાકુના ઘાના નિશાન મળ્યાં છે. બાળકી રવિવાર રાતથી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. એફએસએલની ટીમે ઘટના સ્થળેથી સેમ્પલ એકત્ર કર્યા બાદ તપાસ માટે મોકલ્યાં છે. ઘટના મુઝફ્ફરપુરના લાલુ છપરાના ગોપાલપુરમાં બની હતી.
મળતી માહિતી મુજબ કિશોરી રવિવાર રાતથી ઘરેથી ગુમ હતી. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન તેનો મૃતદેહ એક તળાવમાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર ૫૦થી વધુ જગ્યાએ છરીના ઘા મળી આવ્યા હતા. અરેરાટી છુટી જાય તેવી વાત એ છે કે, નરાધમોએ તેણીના પ્રાઈવેટ પાર્ટ પર પણ છરીના અનેક ઘા માર્યા હતા. પરિવારજનોએ બળાત્કાર બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બાળકી રવિવાર રાતથી ઘરેથી ગુમ હતી. પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.
આ પણ વાંચો: ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે
સવારે જ્યારે ગામલોકો પશુઓ માટે ચારો લેવા ગયા હતા તે દરમિયાન તેમણે ડાંગરના ખેતરમાં વાળ અને લોહી પડેલું જોયું. થોડે દૂર ગયા પછી ઝાડીઓમાં પણ લોહી હતું. તળાવ પાસેની ઝાડીમાં અડધી નગ્ન લાશ જોઈ ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. કિશોરીના શરીર પર ઘણી જગ્યાએ છરી વડે છૂંદણાના નિશાન જોવા મળ્યા હતા. ગ્રામજનોએ કરેલા હોબાળાને કારણે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ એસડીપીઓ કુમાર ચંદન તેમની ટીમ સાથે પહોંચ્યા અને મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસ ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરી છે. છોકરી છ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેને નવમા ધોરણમાં સરકારી શાળામાં દાખલ કરવામાં આવી હતી પરંતુ આર્થિક તંગીના કારણે તેણે અભ્યાસ છોડી દીધો હતો.
બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રભારી વિજય કુમારે જણાવ્યું હતું કે, દલિત યુવતીની સ્થાનિક ગુંડા સંજય યાદવ અને તેના સાથીઓએ ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરી હતી. પરિવારજનોની માંગ છે કે આરોપીઓની ધરપકડ કરીને ઝડપી ટ્રાયલ ચલાવવામાં આવે અને સખતમાં સખત સજા કરવામાં આવે. સમગ્ર મામલાની માહિતી આપતાં એસડીપીઓ કુમાર ચંદને કહ્યું કે, લાલુ છપરામાં મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ખેતરમાં દાડમ તોડવા ગયેલા દલિત કિશોરના હાથપગ બાંધી રાખીને ફટકાર્યો