ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી પી.ડી.વાઘેલાનું સન્માન કરાયું

TRAIના પૂર્વ અધ્યક્ષનું ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિચિહ્ન અને પુસ્તકો આપી સન્માન કરાયું હતું.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી પી.ડી.વાઘેલાનું સન્માન કરાયું
image credit - નટુભાઈ પરમાર

TRAI -ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના શુભચિંતક શ્રી પી.ડી.વાઘેલા IAS (નિ.)ને  'અકાદમી' દ્વારા સ્મૃતિચિન્હ અને પુસ્તકોથી સન્માનિત કરાયા હતા.

'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ની સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓના ચાહક, પ્રશંસક અને માર્ગદર્શક એવા શ્રી પી..ડી.વાઘેલાને 'અકાદમી'ના પેટ્રન હરીશ મંગલમે સ્મૃતિચિન્હ અને પુસ્તકો આપી સન્માન્યા હતા.

જેમાં 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી' દ્વારા તાજેતરમાં પ્રકાશિત અને ઈન્તાજ મલેક અનુવાદિત હરીશ મંગલમ્ અને અરવિંદ વેગડાના દલિત કાવ્યસંગ્રહો અનુક્રમે  'Untouched Harvest' અને 'Forgotten Sorrows' તેમજ પ્રવીણ ગઢવી લિખિત 'દલિતવાણી' કાવ્યસંગ્રહો શ્રી વાઘેલાને ભેટ આપવામાં આવ્યા હતા.

અમદાવાદમાં Barbeque Nations-પ્રહલાદનગર ખાતે આયોજિત નાનકડા આ સ્નેહમિલનમાં સર્વશ્રી પ્રવીણ ગઢવી  IAS(નિ.) ('અકાદમી' અધ્યક્ષ), ઈન્તાજ મલેક (Ex.Joint Commissioner GST), ડો.રતિલાલ રોહિત (મુંબઈ યુનિ.), કવિ અરવિંદ વેગડા, નટુભાઈ પરમાર (લેખક-પત્રકાર), પ્રિન્સિપાલ ડો.હર્ષદ પરમાર (માંડલ), ડો.દિનુ ભદ્રેસરિયા(દામિની પબ્લીકેશન્સ) સૌ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.