'ભંગી' જાતિસૂચક શબ્દ નથી કહી હાઈકોર્ટ જજે 4 આરોપીને નિર્દોષ છોડી મૂક્યાં

સરકારી વકીલ દલીલ કરતા રહ્યાં કે 'ભંગી' જાતિસૂચક શબ્દ છે, બધાં વકીલો પણ તેમની સાથે સહમત થયા, તેમ છતાં જજ સહમત ન થયા અને ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં.

'ભંગી' જાતિસૂચક શબ્દ નથી કહી હાઈકોર્ટ જજે 4 આરોપીને નિર્દોષ છોડી મૂક્યાં
image credit - Google images

rajasthan high court acquits 4 accused says bhangi is not a caste-descriptive term : રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર ખંડપીઠના ન્યાયાધીશ બિરેન્દ્ર કુમારે સરકારી અધિકારીઓ સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનારા ચાર આરોપીઓને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યા કે, 'ભંગી', 'નીચ', 'ભિખારી', 'મંગની' જેવા શબ્દો જાતિના નામ નથી. આ રીતે કોર્ટે ચારેય આરોપીઓને 'એસસી-એસટી એક્ટ'માંથી મુક્ત કરી દીધા હતા.

જસ્ટિસ બિરેન્દ્ર કુમારે કહ્યું કે, "ઉપયોગમાં લેવાયેલા શબ્દોમાં ન તો કોઈ જાતિનો સંદર્ભ હતો, ન તો એવું કશું હતું જેનાથી એ સંકેત મળતો હતો કે સરકારી અધિકારીઓને આરોપીઓ તેની જાતિના આધારે અપમાનિત કરવા માંગતા હતા.'

મામલો શું હતો?

મામલો જાન્યુઆરી 2011ની ઘટના સાથે જોડાયેલો છે. હરીશ ચંદ્ર અને કેટલાક અન્ય અધિકારીઓ સરકારી જમીન પર સંભવિત દબાણની આકારણી કરવા જેસલમેરના એક વિસ્તારમાં ગયા હતા. નિરીક્ષણ દરમિયાન, અંચલ સિંહ અને અન્ય કેટલાક લોકોએ કથિત રીતે અધિકારીઓના કામમાં વિક્ષેપ પાડ્યો અને તેમને ગાળો ભાંડી હતી. અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી અને કલમ 353 (જાહેર સેવકને ફરજથી રોકવા માટે ગુનાઈત બળનો ઉપયોગ કરવો), 332 (જાહેર સેવકને રોકવા માટે ઈજા પહોંચાડવી) અને SC/ST એક્ટ 1989ની કલમ 3(1)(x) હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.

જો કે, પ્રારંભિક તપાસમાં, પોલીસને SC/ST એક્ટના આરોપો માટે પૂરતા પુરાવા મળ્યા ન હતા અને તેના આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ સત્તાવાળાઓએ તેની સામે અરજી દાખલ કરી અને કેસ એસસી/એસટી એક્ટ હેઠળ ચાલવા લાગ્યો.

અંચલ સિંહ અને અન્ય લોકોએ આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તાજેતરનો નિર્ણય આવ્યો છે અને તમામ ચાર આરોપીઓને SC/ST એક્ટ હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ બિરેન્દ્ર કુમારની બેંચ અંચલ સિંહ અને અન્ય લોકોની અપીલ પર સુનાવણી કરી રહી હતી. અપીલકર્તાઓ વતી એડવોકેટ લીલાધર ખત્રીએ દલીલો કરી હતી. રાજસ્થાન સરકાર અને હરીશ ચંદ્રા તરફથી સરકારી વકીલ સુરેન્દ્ર બિશ્નોઈ હાજર રહ્યા હતા.

લીલાધર ખત્રીએ દલીલ કરી હતી કે કથિત નિવેદનો કોઈપણ જાતિ સાથે સંબંધિત નથી અને અરજીકર્તાઓને અધિકારીઓની જાતિની પૃષ્ઠભૂમિ વિશે જાણકારી નહોતી. તેમણે દાવો કર્યો હતો કે આ વિવાદ જાતિ આધારિત ભેદભાવને કારણે નથી પરંતુ સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવેલા માપની ચોક્સાઈ પર અપીલકર્તાઓના વાંધાઓથી ઉભો થયો છે.

જસ્ટિસ બિરેન્દ્ર કુમાર આ દલીલ સાથે સહમત હતા. સાથે જ તેમણે એ પણ કહ્યું કે કથિત ઘટના જાહેરમાં બની હોવાના દાવાને સમર્થન આપવા માટે કોઈ સ્વતંત્ર સાક્ષી નથી.

જસ્ટિસ બિરેન્દ્રએ તેમના ચુકાદામાં લખ્યું હતું કે, 'પ્રથમ દૃષ્ટિએ આરોપ છે કે અરજદારોએ પ્રતિવાદી દ્વારા જાહેર ફરજના સત્તાવાર નિકાલમાં અવરોધ ઉભો કર્યો હતો અને તેથી અરજદારો સામે તે કૃત્ય માટે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.'

ધ વાયર સાથે વાત કરતા સરકારી વકીલ સુરેન્દ્ર બિશ્નોઈએ કહ્યું, 'મેં જસ્ટિસ બિરેન્દ્ર કુમારને કહ્યું કે રાજસ્થાનમાં 'ભંગી' શબ્દ જાતિસૂચક છે. આખી કોર્ટ તેની સાથે સહમત હતી પરંતુ ન્યાયાધીશ સંમત થયા નહોતા. તેઓ બિહારના છે. મારા મતે આ નિર્ણય યોગ્ય નથી. તેની સામે અપીલ થવી જોઈએ. હું અપીલ કરીશ."

વકીલોનું માનવું છે કે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાતિ આધારિત છે અને તેનો ઉપયોગ લોકોને અપમાન કરવા માટે પણ કરવામાં આવે છે. આ કેસમાં ચુકાદો 17 ઓક્ટોબરે જ અનામત રાખવામાં આવ્યો હતો, જે 12 નવેમ્બરે સંભળાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઉનાકાંડ કેસમાં વેરાવળ એટ્રોસિટી કોર્ટનો મૌખિક દલીલો સાંભળવા ઈનકાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Harshavadan
    Harshavadan
    Correct news.
    14 hours ago
  • Harshavadan
    Harshavadan
    Correct and authentic message and newad from khabar antar.
    14 hours ago
  • Harshavadan
    Harshavadan
    Correct and authentic message and newad from khabar antar.
    14 hours ago