એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ

દલિત એટ્રોસિટીના કેસમાં જ્યારે કાયદો કાયદાનું કામ કરે ત્યારે કેટલો મજબૂતીથી ન્યાય મળે છે તેનો આ કેસ પુરાવો છે.

એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ
image credit - Google images

વારંવાર એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થઈ રહ્યાંના જૂઠ્ઠાં રોદણાં રોતા તત્વોને વાસ્તવમાં મનોમન એમ વિચારતા હોય છે કે, "બસ એકવાર આ કાયદો જો દૂર થઈ જાય ને, તો આમને એમની હેસિયત બતાવી દઉં!" આ માનસિકતાથી ગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. એનું જ કારણ છે કે, દેશભરમાં દલિતો પર અત્યાચારો સતત વધતા જઈ રહ્યાં છે અને છતાં ન્યાયતંત્ર બહુ ઓછા કેસોમાં મજબૂત ચૂકાદાઓ આપે છે. બધું નજર સામે સ્પષ્ટ દેખાતું હોવા છતાં આ દેશમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓને સજાનો દર અત્યંત ઓછો છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રીના હોમટાઉન ગુજરાતમાં તો આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા છે.

શું દેશમાં દલિતોની પરિસ્થિતિ બદલાઈ છે? જો કોઈ એવી દલીલ કરે કે હવે દલિતો પર અત્યાચાર નથી થતા તો તેણે કર્ણાટકની આ ઘટના અને તેના પર કોર્ટે આપેલો ચૂકાદો ખાસ વાંચવો જોઈએ.

કર્ણાટકની એક જિલ્લા અદાલતે ગુરુવારે 10 વર્ષ જૂના દલિત એટ્રોસિટીના કેસમાં 101 લોકોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 (SC-ST Act 1989) હેઠળ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 98 લોકોને આજીવન કેદ અને બાકીના દોષિતોને પાંચ વર્ષની સજા ફટકારી છે.

કોર્ટનો આ નિર્ણય 29 ઓગસ્ટ, 2014ના રોજ કોપ્પલ જિલ્લાના મરુકંબી ગામમાં ત્રણ દલિત ઘરોને આગ લગાવી દેવાના મામલે આપવામાં આવ્યો છે.  જાતિ આધારિત હિંસાની આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. દલિત પુરૂષો અને મહિલાઓને તેમના ઘરની બહાર ખેંચીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.

આ પણ વાંચો: અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ

પોલીસે ચાર્જશીટમાં 117 લોકોના નામ નોંધ્યા હતા. કોર્ટે 101 લોકોને દોષી ઠેરવ્યા છે. ટ્રાયલ દરમિયાન 11 આરોપીઓના મોત થઈ ગયા હતા. સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ સી. ચંદ્ર શેખરે કહ્યું હતું કે, 'આ કેસ સામાન્ય ટોળાની હિંસાનો નહીં પરંતુ સ્પષ્ટ રીતે જાતિ આધારિત હિંસાનો જણાય છે.'

ચુકાદામાં કોર્ટે દલિતોની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની સ્થિતિ સુધારવાના તમામ પ્રયાસો છતાં તેમની સામે હિંસા અને અત્યાચાર બંધ થયો નથી. કોર્ટે કહ્યું કે, "અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટેના વિવિધ પગલાઓ છતાં તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. આ સિવાય તેમને વિવિધ ગુનાઓ, અપમાન અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ કેસના તથ્યો અને પરિસ્થિતિઓ પર વિચાર કરતી વખતે મને રેકોર્ડ પર એકપણ એવી પરિસ્થિતિ દેખાઈ નથી જે કોઈની પ્રત્યે ઉદારતાનું ઔચિત્ય દર્શાવવા પ્રેરતી હોય. આવા કેસમાં દયા બતાવવી એ ન્યાયની મજાક સમાન હશે."

કોર્ટે તેના નિર્ણયમાં જરાય નરમાશ દાખવી નહોતી. કોર્ટે કહ્યું, "ઘાયલ પીડિતો, પુરૂષો અને સ્ત્રીઓ અનુસૂચિત જાતિના છે અને આરોપીઓએ મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે. પીડિતો પર લાકડીઓ, પથ્થરો અને ઇંટોથી હુમલો કર્યો છે, જેનાથી તેમને ઈજા પહોંચી છે. હું માનું છું કે આરોપીને નિર્ધારિત મિનીમમ સજા કરતાં વધુ સજા થવી જોઈએ. ઓછી સજા આપવા માટે રેકોર્ડ પર કોઈ કારણ ઉપલબ્ધ નથી.

ન્યાયાધીશે કહ્યું, 'આરોપીઓની પૃષ્ઠભૂમિ, ખાસ કરીને તેમની આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા, મને લાગે છે કે ભારે દંડ લાદવાનો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે તેઓ દંડ ચૂકવવા અથવા જમા કરાવવાની સ્થિતિમાં નથી. જો ઓછો દંડ કરવામાં થોડીક નરમાશ દાખવવામાં આવશે અને આરોપી દંડ જમા કરાવે, તો પણ તે રકમ રાજ્ય અને પીડિતો વચ્ચે વહેંચવા માટે પૂરતી નહીં હોય. આથી તેમને કડકમાં કડક સજા થાય અને તેમાંથી જ તેઓ બોધપાઠ મેળવે તે જરૂરી છે.

તમને જણાવી દઈએ કે કોપ્પલ જિલ્લો કર્ણાટકના પછાત જિલ્લાઓમાંનો એક છે અને અહીં પહેલા પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અપરાધના વિચિત્ર કેસો સામે આવતા રહ્યા છે. આ એ જ જિલ્લો છે જ્યાં ત્રણ વર્ષના દલિત બાળકના પિતાને મંદિરમાં પ્રવેશવા બદલ 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જો કે, માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દલિતોની સ્થિતિ આવી જ છે. દેશના જુદા જુદા ભાગોમાંથી સમયાંતરે દલિત અત્યાચારના અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે.

ક્યારેક મંદિરમાં પ્રવેશવા બદલ, તો ક્યારેક મૂછ રાખવા બદલ 'સજા' આપવામાં આવે છે. ક્યારેક લગ્નમાં ઘોડી પર બેસવાને લઈને, તો ક્યારેક માત્ર પાણીને સ્પર્શ કરવા માટે અત્યાચાર ગુજારાય છે. ચોરીના આરોપમાં માર મારવો, હાથ-પગ દોરડા વડે બાંધવા અને માથું મુંડાવી માથે પેશાબ કરવો, પેશાબ પીવડાવવો, માથે થૂંકવું જેવી ઘટનાઓ પણ બની છે. શરમજનક વાત એ તે, બધું નજર સામે થતું હોવા છતાં આવા કેસોમાં આરોપીઓ જેલમાંથી છૂટી જાય છે. જો એટ્રોસિટીના કેસોમાં આ જ રીતની કડકાઈ દાખવવામાં આવે તો કોઈ માઈનો લાલ દલિતો, આદિવાસીઓ સામે આંખ ઉંચી કરીને જોઈ ન શકે. જરૂર માત્ર ઈચ્છાશક્તિની છે.

આ પણ વાંચો: હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • chandrakant kanthariya
    chandrakant kanthariya
    બોવ સરસ કામ ગીરી આવા ચુકાદા આપણા ગુજરાત મા આપે તો હું તમને કવ કે અડધું ગુજરાત જેલ મા હોય બોલો ????????????????
    26 days ago
  • Jeshingbhai
    Jeshingbhai
    સાચો ન્યાય કોને કહેવાય? એનું આ ચુકાદો બેનમૂન ઉદાહરણ છે. જો દેશમાં જાતિના આધારે થતા અન્યાય, અત્યાચાર અને ભેદભાવને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા હોય તો બહુ બધા ઉપાયોમાંનો આ પણ એક ઉપાય છે. આ ચુકાદો આપનાર કર્ણાટક જિલ્લા અદાલતને ધન્યવાદ.
    27 days ago
  • Bhavesh p Thakkar
    Bhavesh p Thakkar
    Other is not other but he is my divine brother Indevling god God in every heart ,so,no one is untacheble every man is waking and talking tample of God
    27 days ago
  • नवीन
    नवीन
    ज्यादातर दलित उत्पीड़न किस्सो मे एससी एसटी एक्ट के तहद न्याय मिलता ही नहीं है,, कारण जाती वाद न्यायालय की व्यवस्था ही उच्च जाती के वर्चस्ववादी न्यायधीश ही है,जो फेसले से पहले जाती का आधार लेते हैं,
    27 days ago
  • n m chavda
    n m chavda
    super....in the time of bjp /modi offences against sc/st is highly increased.modi is the main supporter of those manuvadi.modi is the offender...the judgement is super....hats off.....
    27 days ago