જાતિવાદી કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડ્યું

90 ટકા એટ્રોસિટી કેસ બ્લેકમેઈલ કરવા થાય છે એવું આધારહીન નિવેદન આપનાર mahisagar જિલ્લાની જાતિવાદી collector nehakumari dubey ની મુશ્કેલીઓ વધી છે.

જાતિવાદી કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડ્યું
image credit - khabarantar.com

મહીસાગર (Mahisagar)જિલ્લાના એક દલિત યુવક સાથે તોછડાઈભર્યું વર્તન કરી સમસ્ત દલિત સમાજનું અપમાન કરનાર મનુવાદી કલેક્ટર (Collector) નેહા કુમારી દુબે (Neha kumari Dubey) ની મુશ્કેલી વધી છે. કોંગ્રેસે (Congress) જાતિવાદી માનસિકતાની આ કલેક્ટર સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન (Nationwide agitation) છેડ્યું છે અને ફરી એકવાર આ કલેક્ટરને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવે તેવી માંગ દોહરાવી છે.

23 ઓક્ટોબરે બનેલી આ ઘટનાથી નારાજ કોંગ્રેસે ભારતભરમાં તેના રાજ્ય એકમોને એક થઈને જાતિવાદી આ કલેક્ટરનો વિરોધ કરવાની રણનીતિ બનાવી છે. પાર્ટીના એસસી વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લિલોઠિયા (Rajesh Lilothia) એ 11 નવેમ્બરના રોજ તમામ રાજ્યોના એસસી વિભાગના વડાઓને મહીસાગરની જાતિવાદી કલેક્ટર નેહાકુમારી દુબે સામે તાત્કાલિક પગલાં લેવા માટે એક નિર્દેશ જારી કર્યો છે.

પોતાના ઓફિશ્યિલ કોમ્યુનિકેશનમાં રાજેશ લિલોઠિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર સેવકોની મૂળભૂત ફરજ તમામ નાગરિકોની, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકોનું રક્ષણ કરવાની છે. તેમણે દલીલ કરી હતી કે આવી કથિત જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારીઓ જાહેર સેવક તરીકે કામ કરવા માટે સ્વાભાવિક રીતે અયોગ્ય છે.

કોંગ્રેસે કહ્યું છે કે, તેની પાસે પુરાવા તરીકે આ આખી ઘટનાનો વીડિયો છે. આ વાયરલ વિડિયોમાં કલેકટરે એટ્રોસિટીના 90 ટકા કેસોને 'બ્લેકમેઇલિંગ'નું સાધન ગણાવ્યા છે અને કહ્યું કે મોટાભાગની મહિલાઓ પણ 498A હેઠળ ખોટા કેસ દાખલ કરે છે. આ ઉપરાંત, તેણે વકીલો પર પણ ટિપ્પણી કરી હતી, જેમાં તેમને "ચપ્પલથી મારવા યોગ્ય" ગણાવ્યા હતા.

લિલોઠિયાએ પાર્ટીના SC વિભાગના તમામ પ્રદેશ પ્રમુખોને નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા, સંબંધિત રાજ્યના રાજ્યપાલોને આવેદનપત્ર આપવા અને નેહાકુમારી દુબેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

જાતિવાદી માનસિકતા ધરાવતી નેહાકુમારી દુબે સામે અનુશાસનાત્મક કાર્યવાહી માટે દબાણ કરવા કોંગ્રેસ અન્ય દલિત-બહુજન સંગઠનો સાથે સંકલન કરી રહી છે. પરિણામે હવે આ મામલો માત્ર મહીસાગર જિલ્લા પુરતો મર્યાદિત ન રહેતા રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો છે.

તમામ અગ્રણી નેતાઓને પત્ર મોકલાયો

આ પત્રની નકલ કોંગ્રેસના અગ્રણી નેતાઓને પણ મોકલવામાં આવી છે. જેમાં  કે.સી. વેણુગોપાલ, કે. રાજુ અને કોંગ્રેસના SC વિભાગના તમામ રાષ્ટ્રીય સંયોજકો સામેલ છે. આ સંગઠિત પ્રયત્ન દ્વારા કોંગ્રેસ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે કે, જાહેર સેવામાં રહેલા અધિકારીઓ તરફથી દાખવવામાં આવતા જાતિવાદી વર્તનને ચલાવી નહીં લેવાય અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને નિર્ણાયક પગલાં ભરાશે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ પત્રને ટ્વિટર પર શેર કર્યો છે.

મામલો શું હતો?
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના અરજદાર તા. 23 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોતાની ફરિયાદ લઈને ગયા હતા. તેઓ જ્યારે પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કલેક્ટર નેહાકુમારી અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિજય પરમાર સાથે તોછડાઈથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો, જેના કારણે મનુવાદી માનસિકતાની આ કલેક્ટરનો પર્દાફાશ થયો હતો.

કલેક્ટર નેહાકુમારીએ દલિત અરજદારને ધમકાવ્યો
અરજદાર વિજય પરમારની દલીલ દરમિયાન કલેક્ટર નેહાકુમારી અચાનક તેમના અસલ સવર્ણ મનુવાદી રંગમાં આવી જાય છે અને અરજદાર વિજય પરમારના સવાલોના જવાબ આપવાને બદલે તેને તોછડી ભાષામાં કહે છે, "જ્યાદા ઓવર સ્માર્ટ બને કી કોશિશ મત કરો, મુજે હલકે મેં મત લો. ફાલતુ કી બકવાસ નહીં કરને કા, સબ કો બ્લેકમેઈલ કરના હૈ?"

એટ્રોસિટીના 90 ટકા કેસો ખોટા હોય છેઃ નેહા કુમારી
કલેક્ટર નેહાકુમારી દુબે આટલેથી અટક્યા નહોતા. તેમણે એટ્રોસિટના કાયદા અને તેની હેઠળ નોંધવામાં આવતા કેસોને લઈને પણ અત્યંત નિમ્ન સ્તરનું નિવેદન કર્યું હતું. વાયરલ વીડિયોમાં નેહાકુમારી બોલતી જણાય છે કે, "એટ્રોસિટીના કેસોમાંના 90 ટકા કેસો બ્લેકમેઈલવાળા હોય છે. આ કાયદાનો જેટલો ઉપયોગ નથી તેનાથી વધુ દૂરુપયોગ છે."

પત્રકારો અને વકીલોનું પણ અપમાન કર્યું હતું
આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મામલતદાર પત્રકારો અને વકીલોને લઈને પણ મોટું નિવેદન આપે છે અને કહે છે કે, "અહીંયા બની બેઠેલા પત્રકારો અને વકીલો આવતા હોય છે."  આ સાંભળીને કલેકટર નેહા દુબે એવું કહે છે કે, "યહાં ઓવરસ્માર્ટ લોગોં કી કમી નહીં હૈ. એ લોગોં કો જૂતે સે મારના ચાહિએ." આવું કહીને એમણે સમગ્ર દેશના વકીલો અને પત્રકારોનું પણ અપમાન કર્યું હતું.

આ પણ વાંચોઃ એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઈલ કરવા માટે કરાય છે - મહીસાગર કલેક્ટર નેહાકુમારી દુબેનો બફાટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Bhimjibhai Bhikha bochiya
    Bhimjibhai Bhikha bochiya
    Apake news bahujan samaj Ko jagruti Karana sikhatahe or ak sache Newpepar patrkar (riport r) he Des seva ke liye tenks
  • Natvarlal chauhan
    Natvarlal chauhan
    આવા કોઈ પણ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવે . એવી સરકાર પાસે માંગણી છે. જય ભીમ. ????????????????????