કે.આર. નારાયણનો જન્મદિવસઃ ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર આસાન નહોતી  

કે.આર. નારાયણનો જન્મદિવસઃ ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર આસાન નહોતી  

દેશમાં એવા ઘણા રાષ્ટ્રપતિઓ થઈ ગયા જેમની જીવનકથા કોઈ રાજકુમારથી ઊણી નથી ઊતરતી. ભલે આપણા દેશમાં રાષ્ટ્રપતિ પાસે નજીવી સત્તા છે પરંતુ એક રાષ્ટ્રપતિ એવા પણ થઈ ગયા જેમને નામ માત્રના રાષ્ટ્રપતિ બનવાનું મંજૂર નહોતું. આજે અમે એવા જ એક રાષ્ટ્રપતિની વાત કહેવા જઈ રહ્યા છીએ. આ 1997માં ચૂંટાયેલા પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોચેરીલ રમન નારાયણનની વાત છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના વિશે વાત કરીએ. તેમણે પોતાના કાર્યો દ્વારા ઘણી વખત સાબિત કરી બતાવ્યું હતું કે તેઓ ખાલી નામ માત્રના રાષ્ટ્રપતિ નથી.

 

દલિત પરિવારમાં જન્મ્યા હોવાથી, તેમણે જાતિના ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો, તેમની બહેન કહે છે કે કે.આર. નારાયણ તેમના બાળપણમાં જુલમથી બચી ગયા હતા. પરંતુ ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેમણે પ્રથમ વખત જાતિવાદનો સામનો કરવો પડ્યો. જ્યારે તે કોલેજ પછી નોકરી કરવા માંગતા હતા ત્યારે તેમની જાતિના કારણે તેમને તેમની ક્ષમતા મુજબ નોકરી મળી રહી ન હતી.

કોચેરીલ રમન નારાયણન ગરીબીની ગોદમાંથી સફર કરીને દેશના પ્રથમ નાગરિક (રાષ્ટ્રપતિ) બન્યા હતા. તેમની જીવનકથા આજે લાખો લોકો માટે ઉદાહરણ છે. કે.આર. નારાયણનનો જન્મ દલિત પરિવારમાં થયો હતો જેના કારણે તેમના સ્કૂલથી લઈને લંડનની સ્કૂલ ઑફ ઈકોનોમિક્સના શિક્ષણમાં અનેક ઠેકાણે વેઠવું પડ્યું હતું. તેઓ ભારતીય વિદેશ સેવામાંથી નિવૃત્ત થયા અને ભારતીય રાજકારણમાં પ્રવેશ્યા. કેઆર નારાયણન ત્રણ વખત કેરળના સાંસદ હતા અને ત્યારબાદ રાજીવ ગાંધીની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. જે પછી 1997માં તેઓ દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ બન્યા.

ઈન્ડિયા ટાઈમ્સ અનુસાર, વિદેશમાં નોકરી પૂરી કર્યા પછી, કેઆર નારાયણને કોંગ્રેસના રાજકારણી ઈન્દિરા ગાંધીના કહેવા પર ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો. અને કોંગ્રેસમાં જોડાયા હતા. કેઆર નારાયણન 64 વર્ષની વયે તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા. તેઓ કેરળની ઓટ્ટાપલલ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. કેઆર નારાયણન આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેઓ કેબિનેટ મંત્રી બન્યા. નારાયણન કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રાલય તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સંભાળતા હતા. બાદમાં 1989માં કોંગ્રેસ પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ.

 ઉચ્ચ હોદ્દો દલિત હોવાના કારણે નહોતો મળ્યો 

રાજીવ ગાંધીની સરકારમાં જ્યારે કેઆર નારાયણનને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા ત્યારે ચૂંટણી દરમિયાન કેઆર નારાયણન તેમની જાતિના કારણે ચર્ચામાં હતા. કેઆર નારાયણને પત્રકારોને કહ્યું હતું કે "મારા કાસ્ટ બેકગ્રાઉન્ડ પર વધુ ભાર ન આપો". બીજી તરફ, કેઆર નારાયણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના ભાઈએ કહ્યું કે તેમણે દલિત હોવાના કારણે નહીં પરંતુ તેમની ક્ષમતાના કારણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એ જ રીતે એક વખત વિશ્વ હિન્દુ પરિષદે કેઆર નારાયણનના દલિત હોવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે નારાયણને આખી જિંદગી દલિતો માટે કંઈ કર્યું નથી. 

કે.આર.નારાયણન ડૉ. ભીમરાવ આંબેડકર કે મહાત્મા ગાંધીના અનુયાયી નહોતા. તે સમયે કેઆર નારાયણનનો વિરોધ કરનારાઓમાં SC-ST સાંસદ પણ હતા. 150 સાંસદોએ આ અંગે ઠરાવ પણ પસાર કર્યો હતો. તે દરમિયાન રામવિલાસ પાસવાને કે.આર. નારાયણનને સમર્થન આપ્યું હતું. દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત તેઓ એવા પ્રથમ રાષ્ટ્રપતિ પણ હતા જેમણે કેન્દ્ર સરકારના દબાણમાં આવ્યા વિના પોતાની સત્તાનો ઉપયોગ કર્યો અને પોતાનું કામ કર્યું.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.