બળાત્કાર કર્યો, જાંઘ માં ખીલા ઠોક્યાં, પછી જીવતી સળગાવી દીધી...
manipur news : મણિપુરમાં ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ જે કર્યું તેણે બર્બરતાની હદ વટાવી દીધી છે.
Manipur News : મણિપુરમાં ફરીથી હિંસા ભડકી ઉઠી છે ત્યારે અહીં એક ગામમાં એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ ભયંકર બર્બરતા દાખવી તેના પર બળાત્કાર ગુજારી, તેની જાંઘમાં ખીલા ઠોકીને પછી જીવતી સળગાવી દીધી હતી. હુમલાખોરોએ અહીં 17થી વધુ ઘરો પણ સળગાવી દીધા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે કેટલાક હુમલાખોરોએ પહેલા ત્રણ બાળકોની માતા પર બળાત્કાર કર્યો અને પછી તેને જીવતી સળગાવી દીધી. આ કેસના ઓટોપ્સી રિપોર્ટમાં હુમલાખોરો દ્વારા મહિલા પર આચરવામાં આવેલી નિર્દયતાનો ખુલાસો થયો છે. જે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.
મણિપુરના જીરીબામ જિલ્લાની ઘટના
ઘટના મણિપુરના જીરીબામ જિલ્લાની છે. અહીં ગુરુવારે રાત્રે શંકાસ્પદ હુમલાખોરો ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા પર તૂટી પડ્યા હતા. કથિત રીતે હુમલાખોરોએ મહિલા પર બળાત્કાર કર્યો અને તેને જીવતી સળગાવી દીધી. એટલું જ નહીં તેમણે ઓછામાં ઓછા 20 ઘરોને આગ ચાંપી દીધી હતી. મહિલાનો અટોપ્સી રિપોર્ટ આવી ગયો છે અને તેમાં હુમલાખોરોનું આ ભયાનક કૃત્ય સામે આવી ગયું હતું.
આદિવાસી મહિલાને થર્ડ ડિગ્રી ટોર્ચર કરાઈ
અટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પીડિતા જીવતી હતી ત્યારે જ તેની જાંઘમાં ખીલા ઠોકી દેવામાં આવ્યા હતા અને પછી સળગાવતી વખતે પણ થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવી હતી. ઘટના 7 નવેમ્બરની છે. જેમાં મણિપુરના જીરીબામમાં સશસ્ત્ર ઘૂસણખોરો દ્વારા 31 વર્ષીય ત્રણ બાળકોની માતા પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના પછી અહીં હિંસા વધુ ભડકી હતી.
અટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો સામે આવી
જિરીબામમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પીડિતાના પતિને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેની પત્ની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને ઘરમાં જ નિર્દયતાથી મારી નાખવામાં આવી હતી. એ રાત્રે જૈરાવનમાં 17 ઘરોમાં લૂંટફાટ અને આગ લગાડવામાં આવી હતી. આ ઘટનાના આરોપીઓ ખીણ વિસ્તારમાં સક્રિય એક સંગઠનના સભ્યો હોવાની શંકા છે.
મહિલાનું 99 ટકા શરીર બળી ગયું
બીજી તરફ મહિલાના અટોપ્સી રિપોર્ટમાં "જમણી જાંઘના પાછળના ભાગમાં ઘા" અને "ડાબી જાંઘના મધ્ય ભાગમાં ખીલો ઘૂસેડી દેવાયા" નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શરીર 99% બળી ગયેલું મળી આવ્યું હતું, એટલું જ નહીં, હાડકાના ટુકડા પણ સળગી ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે, "જમણું ઉપરનું અંગ, બંને નીચલા અંગોનો ભાગ અને આખો ચહેરો ઓળખી ન શકાય તે હદે ગાયબ છે."
અન્ય વિગતો વધુ સ્પષ્ટ છે, જે દર્શાવે છે કે મહિલાને તેના પતિ અને બાળકો સાથે ઘરમાં આગની ઝપટમાં આવતા પહેલા અનેક યાતનાઓ આપવામાં આવી હતી. જો કે હુમલાખોરો આવ્યા ત્યારે પીડિતાનો પતિ અને બાળકો ક્યાં હતા તે સ્પષ્ટ નથી.
હિંસા નહીં રોકાય તો વધુ અશાંતિ ફેલાશે
ફેરઝાવલ અને જિરીબામની સ્વદેશી જનજાતિ હિમાયત સમિતિએ જોડિયા આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓના કુકી-ઝોમી-હમાર લોકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. ચુરાચંદપુરના આદિવાસીઓના એક જૂથ ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે હુમલાખોરોની ધરપકડ નહીં કરવામાં આવે તો વધુ અશાંતિ ફેલાશે તેવી ચેતવણી આપી છે.
આ પણ વાંચોઃ મણિપુર હિંસાનો ભોગ બનેલા લોકોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી