દિલ્હીને મળ્યાં દલિત મેયર, AAP ના મહેશ ખીંચી ત્રણ મતથી જિત્યા

ભાજપ અને આપની જાતિવાદી રાજનીતિને કારણે દિલ્હીમાં દલિત મેયરનો કાર્યકાળ 7 મહિનાથી ઘોંચમાં પડ્યો હતો. જો કે ફાઈનલી દિલ્હીને દલિત મેયર મળ્યાં છે.

દિલ્હીને મળ્યાં દલિત મેયર, AAP ના મહેશ ખીંચી ત્રણ મતથી જિત્યા
image credit - Google images

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના મેયર પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મહેશ કુમાર ખીંચીએ જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર કિશનલાલને 3 મતથી હરાવ્યા હતા. જીત બાદ ખીંચીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દિલથી આભાર માન્યો હતો અને ચૂંટણીમાં વિલંબ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું હતું.
મેયરની ચૂંટણી માટે કુલ 263 વોટ પડ્યા હતા, જેમાંથી AAPના ઉમેદવાર મહેશ ખીંચીને 133 વોટ મળ્યાં હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કિશનલાલને 130 વોટ મળ્યા હતા. જ્યારે 2 મત અમાન્ય બન્યા હતા.

મહેશ ખીચીની જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા અને લખ્યું, “દલિત વિરોધી ભાજપે કાવતરું ઘડ્યું અને મેયરની ચૂંટણીમાં વિલંબ કર્યો. પરંતુ ફરી એકવાર બાબા સાહેબના બંધારણની જીત થઈ છે. આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીને એક દલિત મેયર મળ્યો. મહેશ ખીંચીજીને મેયર બનવા બદલ અભિનંદન! હું આશા રાખું છું કે તમારા નેતૃત્વમાં MCDમાં અરવિંદ કેજરીવાલજીના કાર્યની રાજનીતિ આગળ વધશે.”

કોણ છે મહેશ ખીંચી?

મહેશ ખીંચી દિલ્હીના કરોલ બાગના દેવનગર વોર્ડ-84ના આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છે. મેયરની ચૂંટણીમાં તેમને કુલ 133 વોટ મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિશનલાલને તેમના કરતા માત્ર 3 મત ઓછા મળ્યા હતા. એટલે કે કુલ 130 મળ્યા હતા. મહેશ ખીંચી અનુસૂચિત જાતિમાંથી ત્રીજા મેયર બનશે.

ખીંચી લોકસભા ચૂંટણી ભારે સક્રીય હતા

મહેશ ખીંચી જે લોકસભાની ચૂંટણી દરમિયાન ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે દિલ્હીની મોતીલાલ નેહરુ કોલેજમાંથી B.Com નો અભ્યાસ કર્યો છે. તેમના શિક્ષણ પછી તેઓ તેમના વોર્ડમાં ખૂબ જ સક્રિય રહ્યાં છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેઓ ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે નવી દિલ્હી લોકસભા સીટ પરથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર સોમનાથ ભારતી માટે મત માંગ્યા હતા.

શેલી ઓબેરોય બાદ મેયર પદ સંભાળશે 

અત્યાર સુધી મેયર પદે શેલી ઓબેરોય એક્સટેન્શન પર હતા. તેઓ ફેબ્રુઆરી 2023 માં મેયર તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી આ પદ સંભાળી રહ્યા હતા. આ વર્ષે એપ્રિલ 2024 સુધીમાં મેયરની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કેટલીક વહીવટી સમસ્યાઓના કારણે તે યોજાઈ શકી ન હતી. પણ હવે ચૂંટણી યોજાઈ છે અને તેમાં મહેશ ખીંચીનો વિજય થયો છે.

ફાઈનલી દિલ્હીને મળ્યાં દલિત મેયર

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે દલિત વિરોધી ભાજપે કાવતરું ઘડ્યું અને મેયરની ચૂંટણીમાં વિલંબ કર્યો. પરંતુ ફરી એકવાર બાબા સાહેબના બંધારણની જીત થઈ છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીને દલિત મેયર મળ્યાં છે.

આ પણ વાંચો: દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.