વાળંદે દલિતોની હજામત કરવાનો ઈનકાર કરતા એક ડઝન દલિતોએ ફરિયાદ નોંધાવી

વાળંદ છેલ્લાં 50 વર્ષથી દલિતોના વાળ નહોતો કાપતો. આભડછેટના કારણે આ પ્રથા અમલમાં હતી. દલિતોએ સંગઠિત થઈને તેની સામે લડી લેવાનું નક્કી કરતા વાળંદ ઢીલો પડ્યો છે.

વાળંદે દલિતોની હજામત કરવાનો ઈનકાર કરતા એક ડઝન દલિતોએ ફરિયાદ નોંધાવી
image credit - Google images

શહેરોમાં રહેતી કથિત સુધરેલી પ્રજાને તમે એકથી વધુ વખત એમ કહેતા સાંભળી હશે કે, “હવે તો આભડછેટ જેવું ક્યાં કશું રહ્યું જ છે” તેઓ કાં તો વાસ્તવિકતાથી અજાણ છે અથવા વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરવા માંગતા દંભીઓ છે. આવા લોકોની આંખ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

એક ગામમાં વાળંદ (barber) લોકો છેલ્લાં 50 વર્ષ કરતા વધુ સમયથી દલિત સમાજના લોકોના દાઢી, વાળ કે મુંડન નહોતા કરતા (not shaving the hair of Dalit). પ્રથાના નામે આ આભડછેટ (untouchability) ને કાયમી કરી દેવામાં આવી હતી. પણ એક યુવકે તેની સામે અવાજ ઉઠાવ્યો અને પછી બીજા પણ અનેક યુવકો તેની સાથે જોડાતા આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. હવે વાળંદભાઈ ઢીલા પડ્યાં છે, કારણે તેમને ડર છે કે, કાયદો કાયદાનું કામ કરશે તો પોતાને જેલની હવા ખાવાનો વારો આવશે.

મામલો બટેંગે તો કટેંગે ફેઈમ કટ્ટર જાતિવાદી રાજ્ય ઉત્તરપ્રદેશનો છે. અહીંના ટીકમગઢમાં વાળંદે દલિત સમાજના લોકોના દાઢી-બાલ કાપી આપવાનો ઈનકાર કરી દેતા એક ડઝન કરતા વધુ દલિતોએ વાળંદ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (complaint lodged against barber) દલિત સમાજના લોકોનો આરોપ છે કે વાળંદ દલિતોની દાઢી કરી આપતા નથી કે વાળ નથી કાપી દેતા. જેના કારણે તેમણે તેના માટે 10 કિલોમીટર દૂર જવું પડે છે.

ઘટના ટિકમગઢ (Tikamgarh) જિલ્લાના હીરાનગર ગામ (Hiranagar village) ની છે. એવો આરોપ છે કે આ પ્રથા છેલ્લા ૫૦ વર્ષથી ચાલી રહી છે. અસ્પૃશ્યતાને કારણે ગામના વાળંદ દલિત વંશકર જાતિ (Vansakar community) ના લોકોના વાળ કાપતા નથી, દાઢી કરતા નથી અને મુંડન કરાવતા નથી. જેની સામે વંશકર સમાજે પોલીસ સ્ટેશનમાં વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી (complaint lodged against barber) છે કે, અસ્પૃશ્યતાને કારણે વાળંદ આવું કરી રહ્યાં છે.

આ પણ વાંચો: "સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."

બુધવારે, આભડછેટને કારણે દલિત સમાજના લોકોની દાઢી કરવાનો ઇનકાર કરવા બદલ ડઝનબંધ લોકોએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી દલિતોના દાઢી-વાળ કરી દેવાનો ઇનકાર કરે છે, જેના કારણે તેમને છેક ટીકમગઢનો ધક્કો થાય છે. વંશકર સમાજના લોકોએ પાંચ દાયકાથી ચાલી આવતી આ પ્રથાને તોડવા માટે હવે મન બનાવી લીધું છે અને એટલે જ જેમની પણ સાથે આવું ભેદભાવભર્યું વર્તન કરવામાં આવ્યું હતું, તે તમામ લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ હીરાનગર ગામના વંશકાર જાતિના દલિતો છેલ્લા 50 વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેના કારણે તેમને માનસિક યાતના થઈ રહી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દલિત પરિવારોમાં અંતિમ સંસ્કાર અને મુંડન માટે વાળંદ આવતા નથી. જેના કારણે તેઓ સામાજિક રીતે બહિષ્કાર થયો હોવાનું અનુભવે છે.

દલિત સમાજે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાની વેદના વર્ણવીને ન્યાયની અપીલ કરી છે. ફરિયાદીઓ, સુરેશ વંશકાર, જગદી વંશકાર, કપિલ, દિનેશ, વિવેક અને રામચરણ વંશકારે જણાવ્યું હતું કે વાળંદ તેમને અપમાનિત કરવા માટે દાઢી કરી આપતા નથી. હવે દલિતોની ફરિયાદના આધારે દેહાત પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ શરૂ કરી છે.

દલિત વંશકાર (Vansakar community) સમાજનો આરોપ છે કે નાઈ સમાજ વંશકાર લોકો પ્રત્યે આભડછેટ (untouchability) રાખે છે. જેના કારણે તેમના પરિવારના બાળકો અને વડીલોને અપમાન (humiliation) નો સામનો કરવો પડે છે. દલિત સમાજની ફરિયાદના આધારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કેસ સાચો સાબિત થશે તો ગુનેગાર સામે એટ્રોસિટી સહિતની કલમો મુજબ કડક કાર્યવાહી (action will be taken) કરવામાં આવશે.

આ પણ વાંચો: દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.