સાવરકુંડલામાં શિક્ષકે દલિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

ખાનગી શાળાનો મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયા વિદ્યાર્થીઓની હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને તેના રૂમમાં બોલાવી દુષ્કૃત્ય ગુજારતો હતો.

સાવરકુંડલામાં શિક્ષકે દલિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
image credit - Google images

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિક્ષણ જગતને શર્મજનક સ્થિતિમાં મૂકતી એક ઘટના સામે આવી છે. અહીંના વંડા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના શિક્ષક પર એક દલિત વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થી પર તેના શિક્ષક દ્વારા જ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપી હતી.

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની હોસ્ટેલમાં વિશાલ સાવલિયા નામનો શિક્ષક ગૃહપતિ તરીકે કામ કરતો  હતો. આ શિક્ષક રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. વિશાલ સાવલિયા હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. આ ઘટના 5 ફેબ્રુઆરીએ બની હતી. એ પછી વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો થતો હતો. એ દરમિયાન તેનો પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીએ પરિવારને તેની સાથે જે બન્યું હતું તેની વાત કરી હતી. એ પછી પરિવારે વંડા પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. 

પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. એસ.પી સંજય ખરાત એસ.એસ.પી વલય વૈદ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ઊંડાણ પૂર્વક તાપસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે આ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેના જ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા એક દુષ્કર્મ આચાર્યુ હતું તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. 

વિદ્યાર્થીના પરિવારે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ 115, 2 POCSO અને એટ્રોસિટી એક્ટની કલમો મુજબ ફરિયાદ દાખલ કરી ડી.વાય.એસ.પી. નયના ગોરડીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.