Bhira Koregaon case: રોના વિલ્સન, સુધીર ધાવલેને 2413 દિવસ બાદ જામીન મળ્યાં
Bhira Koregaon case માં Rona Wilson અને Sudhir Dhawale ની 18 જૂન 2018 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેઓ જેલમાં બંધ હતા.

Bhira Koregaon caseને લઈને મોટા સમાચાર આવ્યા છે. એક્ટિવિસ્ટો રોના વિલ્સન (Rona Wilson) અને સુધીર ધાવલે (Sudhir Dhawale) ને 2413 દિવસ બાદ જામીન મળ્યાં છે. બંનેની ૧૮ જૂન, ૨૦૧૮ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ ભીમા કોરેગાંવ યુદ્ધ (Bhima Koregaon Battle) ની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે એલ્ગાર પરિષદ (Elgar Parishad) ના કાર્યક્રમ પછી થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ ધરાવતા ૧૬ કાર્યકરોમાં વિલ્સન અને ધાવલેનો સમાવેશ થાય છે.
શુક્રવારે રોના વિલ્સન (Rona Wilson) અને સુધીર ધવલે મુંબઈ ની તલોજા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા. બે અઠવાડિયા પહેલા તેમને ભીમા કોરેગાંવ કેસ (Bhira Koregaon Case) માં જામીન મળ્યા હતા, જેમાં તેમના અને અન્ય માનવાધિકાર કાર્યકરો પર UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. એક કાર્યકર્તાએ મક્તુબને જણાવ્યું કે, તેમને બપોરે 1 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા હતા. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા ૧૬ લોકોમાંથી અત્યાર સુધીમાં માત્ર સાત લોકોને જામીન મળ્યા છે, જ્યારે પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા સ્ટેન સ્વામીનું કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ ભીમા કોરેગાંવ કેસમાં શોમા સેનને છ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
વિલ્સન રાજકીય કેદીઓની મુક્તિ માટેની સમિતિના સભ્ય છે અને એક જાણીતા કેદીઓના અધિકાર માટેના કાર્યકર્તા છે. ધરપકડ પછી પોલીસે દાવો કર્યો હતો કે વિલ્સનના લેપટોપની તપાસ કરતાં તેમને એક પત્ર મળ્યો જે વિલ્સને કથિત રીતે માઓવાદી આતંકવાદીને લખ્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનો ઉલ્લેખ હતો.
ફેબ્રુઆરી 2021 માં, અમેરિકન ડિજિટલ ફોરેન્સિક્સ ફર્મ આર્સેનલ કન્સલ્ટિંગના એક અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે એક હેકરે વિલ્સનના કમ્પ્યુટર પર ગુનાહિત પત્ર પ્લાન્ટ કરવા માટે માલવેરનો ઉપયોગ કર્યો હતો. 2022 માં, યુ.એસ.માં સુરક્ષા સંશોધકોએ પુણે પોલીસ અને રોના વિલ્સન, વરવરા રાવ અને હેની બાબુ સામેના હેકિંગ અભિયાન વચ્ચે એક સાબિત કડી શોધી કાઢી હતી. ધવલે એક લેખક છે અને એલ્ગાર પરિષદ કાર્યક્રમના આયોજકોમાંના એક છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રોના વિલ્સન અને સુધીર ધાવલે બંનેની 2018 માં ધરપકડ કરવામાં આવી હતી. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં એલ્ગાર પરિષદના કાર્યક્રમમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા બાદ બીજા દિવસે પુણે જિલ્લાના કોરેગાંવ-ભીમામાં હિંસા ફાટી નીકળી હતી.
પુણે પોલીસે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમને માઓવાદીઓનું સમર્થન હતું. બાદમાં, આ કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવામાં આવ્યો. જોકે, આ કેસમાં ધરપકડ કરાયેલા 16 લોકોમાંથી ઘણા હવે જામીન પર બહાર છે.
બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ એ.એસ. ગડકરી અને કમલ ખાટાની બેન્ચે રોના વિલ્સન અને સુધીર ધાવલે દ્વારા ભોગવવામાં આવેલી "લાંબી કેદ" અને ટ્રાયલ "ટૂંક સમયમાં" પૂર્ણ ન થવાની સંભાવનાની નોંધ લીધી અને જામીન મંજૂર કર્યા. પોતાના આદેશમાં, બેન્ચે કહ્યું કે આ સમયે તે કેસની યોગ્યતાઓ પર વિચાર કરી રહી નથી. તેમણે કહ્યું કે આ કેસમાં 300 થી વધુ સાક્ષીઓ હોવાથી ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે નહીં.
વિલ્સન અને ધાવલેના વકીલોએ કહ્યું હતું કે બંને આરોપીઓ 2018 થી જેલમાં છે અને ખાસ કોર્ટે પણ હજુ સુધી તેમની સામે 'આરોપ' ઘડ્યા નથી. તેમને રાહત આપતાં કોર્ટે તેમને 1 લાખ રૂપિયાની જામીન રકમ જમા કરાવવા અને ટ્રાયલની સુનાવણી માટે ખાસ NIA કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો.
આ પણ વાંચોઃ જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી