'જય ભીમ' નું સ્ટેટસ મૂકતા દલિત વિદ્યાર્થીને મારી 'જય શ્રી રામ' બોલાવડાવ્યું

વિદ્યાર્થી બૌદ્ધ ધર્મ પાળે છે અને ડો. આંબેડકરની વિચારધારાથી પ્રભાવિત હોવાથી હિંદુત્વવાદી વિદ્યાર્થીઓને ગમતું નહોતું.

'જય ભીમ' નું સ્ટેટસ મૂકતા દલિત વિદ્યાર્થીને મારી 'જય શ્રી રામ' બોલાવડાવ્યું
image credit - Google images

Dalit Student Beaten up force to chant jai shri ram : જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતોનું માઠું લાગી જશે તે કલ્પી શકાય તેમ નથી. દલિતો સારા કપડાં પહેરે, ખુદના પૈસે મોજશોખ કરે, બાઈક ખરીદીને ચલાવે, લગ્નમાં ખર્ચ કરે, ડીજે સાથે જાન જોડે, મૂછો રાખે કે સોશિયલ મીડિયામાં તેમની વિચારધારાને અનુરૂપ કોઈ સ્ટેટસ કે પોસ્ટ મૂકે - આ તમામ બાબતો પર જાતિવાદી તત્વો દ્વારા અગાઉ અને હાલ વાંધા ઉઠાવવામાં આવતા રહ્યાં છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે.

જેમાં એક દલિત વિદ્યાર્થીને જાતિવાદી તત્વોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડો. આંબેડકરનું સ્ટેટસ મૂકવા બદલ માર માર્યો હતો અને તેની પાસે બળજબરીથી જયશ્રી રામના નારા લગાવડાવ્યા હતા. આ સમગ્ર મામલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઘટના જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશ (UP) ની છે. અહીં કાનપુર (Kanpur) માં સેન પશ્ચિમ પરા (Sen West para Police Station) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ (FIR) મુજબ ડૉ. આંબેડકર (Dr. Ambedkar)નું વ્હોટ્સએપ સ્ટેટસ (Status) મૂકવા બદલ એક દલિત વિદ્યાર્થી (Dalit Student)ને માર (Beaten) મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને 'જય શ્રી રામ'ના નારા લગાવવા માટે બળજબરી (force to Chant Jai shri ram) કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો હતો. દલિત વિદ્યાર્થી અને તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ઘટના શુક્રવારે ઘટી હતી. અહીં સેન વેસ્ટ પરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. આરોપ છે કે ઇન્ટર કોલેજની બહાર કેટલાક વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો અને બળજબરીથી 'જય શ્રી રામ'ના નારા લગાવડાવ્યા. આ ઘટના ત્યારે બની જ્યારે પીડિત વિદ્યાર્થીએ તેના વોટ્સએપ સ્ટેટસ પર ડો. ભીમરાવ આંબેડકરનું સ્ટેટસ મૂક્યું હતું.

પીડિત વિદ્યાર્થીનું કહેવું છે કે તે અને તેનો પરિવાર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે અને તે અવારનવાર બાબા સાહેબ આંબેડકરના વિચારો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. શુક્રવારે શાળા સમાપ્ત થયા પછી, ઈન્ટરમીડિએટ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના એક જૂથે તેને રોક્યો અને 'જય શ્રી રામ' ના નારા લગાવવા દબાણ કર્યું. જ્યારે તેણે ના પાડી તો તેને જાતિ આધારિત અપશબ્દો કહીને માર મારવામાં આવ્યો.

દલિત વિદ્યાર્થીને માર્યા બાદ 'જય શ્રી રામ'ના નારા લાગ્યા
વાત આટલેથી અટકતી નથી. આરોપીએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. એ પછી દલિત વિદ્યાર્થી રવિવારે તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે, આરોપી વિદ્યાર્થીઓનું કહેવું છે કે દલિત વિદ્યાર્થી ઘણીવાર સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરતો હતો, જેની સામે તેમને વાંધો હતો. જોકે, તેમણે મારપીટની કર્યાનો ઈનકાર કરી દીધો હતો.

દલિત સંગઠનો બચાવમાં આવ્યા

આ ઘટનાને લઈને દલિત સંગઠનોએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. દલિત સંગઠનના પ્રમુખ ધનીરામ પેન્થરે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ, નહીં તો તેઓ જનઆંદોલન કરશે. જોઈન્ટ કમિશનર હરિશ્ચંદ્રએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને દલિત વિદ્યાર્થીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ આરોપીઓ સગીર છે અને મેડિકલ રિપોર્ટમાં હુમલાની પુષ્ટિ થઈ નથી, તેમ છતાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ફોન પર જય ભીમ, નમો બુદ્ધાય બોલવા પર દલિત યુવકને માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.