બહુજન મહાનાયક બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાનું નિધન
રાંચીની રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ગઈકાલે સવાલે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધાં. પીએમ મોદી, હેમંત સોરેન સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

mangal munda great grandson of birsa munda passes away : બહુજન મહાનાયક અને ધરતી આબા તરીકે વિખ્યાત ભગવાન બિરસા મુંડા (Birsa Munda) ના પ્રપૌત્ર (great-grandson) મંગલ મુંડા (Mangal Munda) નું ગઈકાલે નિધન (passes away) થયું. તેમણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમસ્ય આદિવાસી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) થી લઈને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Jharkhand CM Hemant Soren) સુધીના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને મુંડાના નિધનને ઝારખંડના આદિવાસી સમાજ માટે મોટી ખોટ ગણાવી હતી.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું, ઠસ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન તેમના પરિવાર તેમજ ઝારખંડના આદિવાસી સમાજ માટે પુરી ન શકાય તેવી ખોટ છે. ભગવાન તેમના પરિવારને આ શોકની ઘડીમાં શક્તિ આપે."
અકસ્માતની સારવાર બાદ હૃદય બંધ પડી ગયું
ઉલ્લેખનીય છે કે, મંગલ મુંડાનું શુક્રવારે હૃદય બંધ પડી જવાને કારણે નિધન થયું હતું. તેઓ ફક્ત ૪૫ વર્ષના હતા. રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઝારખંડના ખુંટી જિલ્લામાં ૨૫ નવેમ્બરે તેમને પેસેન્જર વાહનની છત પરથી પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ મંગલ મુંડા ટાટા મેજિક મીની ટ્રકના પાછળના ભાગ પર સવાર થઈને તેમના ગામ ઉલિહાટુ જઈ રહ્યા હતાં, ત્યારે વાહન કાબુ બહાર જઈને પલટી ગયું હતું. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ખુંટીમાં પ્રાથમિક સારવાર માટે તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) માં રિફર કરવામાં આવ્યા હતાં.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ સંતોષ ગંગવારે પણ મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમએ કહ્યું, 'મંગલ મુંડાના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. રિમ્સમાં તેની સારવાર ચાલી રહી હતી. મરાંગ બુરુ (સર્વોચ્ચ આદિવાસી દેવતા) દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ મુશ્કેલ સમયને સહન કરવાની શક્તિ આપે.'
રાજ્યપાલ સંતોષ ગંગવારે ટિ્વટર પર કહ્યું, 'ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન શોકાતુર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.'
રિમ્સના સુપરિટેન્ડન્ટે શું કહ્યું?
રિમ્સના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હિરેન બિરુઆએ જણાવ્યું હતું કે, "બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાનું રાત્રે ગઈકાલે લગભગ ૧૨.૩૦ વાગ્યે હૃદય બંધ થવાને કારણે મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘાયલ મંગલ મુંડાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અમે તેમને બચાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. મંગલ મુંડાને મંગળવારે ખુંટી સદર હોસ્પિટલમાંથી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. રિમ્સના ડોકટરોના જણાવ્યા મુજબ, તેમને મગજમાં ગંભીર ઈજા થઈ હતી અને મગજની બંને બાજુ લોહીના ગંઠાવાનું શરૂ થઈ ગયું હતું. મંગળવારે, રિમ્સના ન્યુરોસર્જરી વિભાગના વડા ડો. આનંદ પ્રકાશના નેતૃત્વમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને ઝારખંડના મુખ્ય પ્રધાન કાર્યાલય મંગલ મુંડાની સારવાર અંગે રિમ્સના અધિકારીઓના સંપર્કમાં હતા.
ઝારખંડના નિર્માણમાં બિરસા મુંડાનું મોટું યોગદાન
ઉલ્લેખનીય છે કે, હાલના ઝારખંડમાં ૧૮૭૫માં જન્મેલા આદિવાસી મહાનાયક બિરસા મુંડાએ બ્રિટિશ શાસનને પડકાર્યું હતું. બ્રિટિશ સામ્રાજ્ય સામે આદિવાસીઓને સંગઠિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. ૨૫ વર્ષની વયે બ્રિટિશ કસ્ટડીમાં તેમનું અવસાન થયું. ઝારખંડની રચના ૧૫ નવેમ્બરે થઈ હતી. આદિવાસી પ્રતીક 'ધરતી આબા' (પૃથ્વીના પિતા) ની જન્મજયંતિ ૧૫ નવેમ્બરે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને 'લૂંટારા' ગણાવતા હોબાળો મચ્યો