ગામલોકોને આરોગ્ય સુવિધાથી વંચિત જોઈ આદિવાસી દીકરી ડૉક્ટર બની ગઈ

એક Adivasi દીકરીએ ગામલોકોને આરોગ્ય સુવિધાઓથી વંચિત થતા જોયા અને ડૉક્ટર બનવાનું સપનું જોયું, એ પછી આ અંતરિયાળ આદિવાસી ગામમાં જે થયું તે અનેક લોકોને પ્રેરણા આપશે.

ગામલોકોને આરોગ્ય સુવિધાથી વંચિત જોઈ આદિવાસી દીકરી ડૉક્ટર બની ગઈ

રાજસ્થાનમાં સિરોહી જિલ્લાના શિવગંજ શહેરથી અંદાજે 20 કિમી દૂર શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ વંચિત આદિવાસી(Adivasi) વિસ્તારના પ્રવેશદ્વારા કહેવાતા અંદાજે 15 હજારની વસ્તી ધરાવતા બેડા ગામની એક આદિવાસી દીકરી પિનલ પંવારે ઈતિહાસ રચી દીધો છે. તેણે ગામની પહેલી મહિલા ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરીને પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

બેડા ગામમાં શિક્ષણ અને આરોગ્ય સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આ એક એવો વિસ્તાર છે જ્યાંથી આદિવાસી વિસ્તાર શરૂ થાય છે. ગામમાં શિક્ષણ ક્ષેત્રે હજુ સુધી કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. ગામ અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના અભાવે સામાન્ય લોકોને પરેશાન થતા જોઈને ગામની દીકરી પિનલ પંવારે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને એ સપનું પૂરું કરવા સખત મહેનત શરૂ કરી.

આ પણ વાંચો: હળપતિ આદિવાસી સમાજના યુવાનોએ મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયામાંથી ગામમાં લાઈબ્રેરી બનાવી

જો કે આ વિસ્તારમાં અભ્યાસના યોગ્ય વાતાવરણના અભાવે પિનલને તેનું સ્વપ્ન સાકાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના પરિવારે તેનું સ્વપ્ન સાકાર કરવામાં તેને પૂરો સાથ આપ્યો હતો. પિનલના પિતા મહેન્દ્ર સિંહ પંવાર કે જેઓ ફાર્માસિસ્ટ છે, તેના દાદા પૂર્વ સરપંચ અર્જુન સિંહ અને માતા સંગીતા પંવર, તેના ભાઈ પિંકલ સિંહ પંવાર અને બહેન ઈશા રાઠોડે તેનું સ્વપ્ન સાકાર કરવામાં તેને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ગામની આ દીકરીએ એમબીબીએસ કરીને ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું છે.

ગ્રામજનોને આરોગ્ય સેવાઓ માટે ચિંતિત જોઈને ડૉક્ટર બનવાનું નક્કી કર્યું

પિનલે તેનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં તેની માતાના ઘરે રહીને મેળવ્યું હતું. આ પછી, ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે તે રાજસ્થાન આવી અને NEETની તૈયારી કરવા લાગી. તેમાં સફળતા મળ્યા બાદ તેણે 2019માં ઉદયપુર મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું. ગામમાં અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના અભાવે લોકો પરેશાની ભોગવે છે. તેને જોઈને જ તેણે ડોક્ટર બનીને ગામની સેવા કરવાનું નક્કી કર્યું અને આજે MBBSની ડિગ્રી મેળવ્યા બાદ એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. તેમનું સપનું છે કે આરોગ્યની જાગૃતિ કેળવવી અને આરોગ્ય સેવાઓથી વંચિત ગામડાઓ અને આસપાસના વિસ્તારોમાં દર્દીઓની સેવા કરવી.

સફળતાનો કોઈ શોર્ટકટ નથી

પીનલ આજના યુવાનોને કહે છે કે આગળ વધવા માટે સપના જોવા જરૂરી છે, તમે સપના જોશો તો જ આગળ વધશો. જો તમારામાં કંઈક કરવાનો જુસ્સો હોય તો પ્રતિકૂળ સંજોગોમાં પણ સફળતા તમારા કદમ ચૂમશે. આ માટે યુવાનોએ સ્વપ્ન જોવું જોઈએ અને તેને સાકાર કરવા સખત મહેનત કરવી જોઈએ. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી, તેના માટે સખત મહેનત જરૂરી છે. એક દિવસ તમને ચોક્કસ સફળતા મળશે. 

માતાપિતા દીકરીઓને પ્રોત્સાહન આપે

ડો.પિનલ હવે પિડિયાટ્રિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને ગામમાં બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરવા માંગે છે. ડો. પિનલ કહે છે, “દરેક છોકરીની સફળતા પાછળ ખાસ કરીને તેના પરિવારના સભ્યોનું સમર્પણ હોય છે. તેના પરિવારે તેને સાચી દિશામાં મદદ કરી છે. હું તમામ પુત્રીઓના પરિવારોને વિનંતી કરું છું કે તેઓ તેમની પુત્રીઓ પર વિશ્વાસ રાખે અને તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે, જેથી તેઓ સ્વતંત્ર બનીને ગામની પ્રગતિમાં યોગદાન આપી શકે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે.

આ પણ વાંચો: 23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.