દલિત PHD વિદ્યાર્થીના મોં પર સવર્ણ પ્રોફેસરે મિટીંગમાં એઠું સમોસું ફેંક્યું
એક યુનિવર્સિટીમાં દલિત પીએચડી વિદ્યાર્થીને સવર્ણ પ્રોફેસરે મીટિંગમાં જાતિસૂચક ગાળો દઈ, મોં પર એઠાં સમોસાંનો ઘા કરી અપમાનિત કરતા હોબાળો મચી ગયો છે.
થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી અને અપના દળના નેતા અનુપ્રિયા પટેલે નોકરીઓમાં ઈન્ટરવ્યૂમાં દલિત વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આપવામાં આવતા હોવા અંગે યુપીના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શિક્ષણ અને નોકરીઓમાં દલિતો સાથે ભેદભાવની ઘટનાઓ વર્ષો જૂની છે અને તેનું વધુ એક ઉદાહરણ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સામે આવ્યું છે.
બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં એક દલિત PHD વિદ્યાર્થી સાથે એક સવર્ણ પ્રોફેસરે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોબાળો મચી ગયો છે. પ્રોફેસરે દલિત વિદ્યાર્થીને જાહેર મિટીંગમાં જાતિસૂચક ગાળો ભાંડીને તેને અપમાનિત કર્યો હતો. એટલું જ નહીં પ્રોફસરે બધાંની સામે જ વિદ્યાર્થીના મોં પર એઠાં સમોસાનો ઘા કર્યો હતો.
મામલો બીએચયુના આયુર્વેદ વિભાગનો છે. અહીં એક દલિત પીએચડી વિદ્યાર્થી સાથે એક સવર્ણ પ્રોફેસરે ગેરવર્તન કર્યું હતું. સીનિયર પ્રોફેસરે દલિત વિદ્યાર્થીને મિટીંગમાં જાતિસૂચક ગાળો ભાંડી હતી અને મોં પર પોતાનું એઠાં સમોસું માર્યું હતું.
ઘટના 30 મે 2024ની છે. એ દિવસે અહીં આયુર્વેદિક વિભાગમાં શરીર રચના વિભાગના વિદ્યાર્થી શિવમ કુમારનો જુનિયર રિસર્ચ ફૅલોશિપ(JRF)માંથી સિનિયર રિસર્ચ ફૅલોશિપ(SRF)માં જવા માટે વિભાગના જ એક હોલમાં વાઈવા ચાલી રહ્યો હતો, જેમાં વિભાગના સીનિયર પ્રોફેસરો ઉપરાંત વિભાગના અન્ય પીએચડી વિદ્યાર્થીઓ પણ હાજર હતા. પીએચડી વિદ્યાર્થી શિવમકુમારના જીઆરએફથી સીઆરએફ અપગ્રેડેશન વાઈવા માટે બીજી યુનિવર્સિટીમાંથી એક મહિલા એક્સટર્નલ એક્સપર્ટને પણ બોલાવવામાં આવ્યા હતા.
થોડા સમય બાદ જ્યારે રિસર્ચ સ્ટુડન્ટ શિવમ કુમારનો વાઈવા સારી રીતે પૂર્ણ થઈ ગયો, એ પછી હોલમાં ઉપસ્થિત લોકો માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિભાગના બીજા તમામ પ્રોફેસરો અને એક્સટર્નલ એક્સપર્ટ એક જ ટેબલ પર એકસાથે આજુબાજુમાં બેઠા હતા. એ દરમિયાન શિવમકુમાર પોતાનો ફોન કાઢીને એક ગ્રુપ ફોટો ખેંચી રહ્યો હતો, ત્યારે હોલમાં હાજર વિભાગના સીનિયર પ્રોફેસર હરિહૃદય અવસ્થી ગુસ્સે થઈ ગયા હતા અને કોઈ કશું સમજે તે પહેલા જ તેમણે પોતાની પ્લેટમાં પડેલું તેમનું એઠું સમોસું શિવમના મોં પર માર્યું હતું.
આ પણ વાંચોઃ દલિત મહિલા સામે પડોશી નિર્વસ્ત્ર થઈ ગયો, દુઃખી મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો
આ ઘટનાથી હોલમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે, પ્રોફેસર હરિહર અવસ્થી આટલેથી જ નહોતા અટક્યા, તેમણે શિવમ કુમારને બરાડા પાડીને બધાંની વચ્ચે જાતિસૂચક અપમાનજનક ગાળો ભાંડતા કહયું હતું કે, તને એટલી પણ ખબર નથી પડતી કે ખાતી વખતે ફોટો ન ખેંચવો જોઈએ?
એ દરમિયાન શરીર રચના વિભાગના મહિલા અધ્યક્ષ અને વાઈવા લેવા આવેલી મહિલા એક્સપર્ટે પ્રોફેસરને સમજાવીને મામલો શાંત પાડવા પ્રયત્ન કર્યો તો પ્રોફેસર હરિહૃદય અવસ્થી તેમના પર પણ ભડકી ગયા અને એ બંને મહિલા પ્રોફેસરો(વિભાગની અધ્યક્ષ અને એક્સટર્નલ એક્સપર્ટ)ને પણ અપશબ્દો કહ્યા.
પ્રોફેસર અવસ્થીએ વિદ્યાર્થી શિવમકુમારને ધમકી આપતા કહ્યું કે, "છ મહિના પછી હું આ વિભાગનો અધ્યક્ષ બનવાનો છું, એ પછી તને હું સારી રીતે સમજાવીશ કે હું શું ચીજ છું."
એ પછી પીડિત વિદ્યાર્થી શિવમ કુમારે આ આખી ઘટનાને લઈને યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર સહિત યુનિવર્સિટીના તમામ લાગતા વળગતા ખાતાઓના અધ્યક્ષને અરજી આપી હતી, પણ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
બીજી તરફ યુનિવર્સિટી દ્વારા જાતિવાદી પ્રોફેસર હરિહૃદય અવસ્થી વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાતા પીએચડી સ્ટુડન્ટ શિવમકુમાર માનસિક તણાવમાં આવી ગયો છે. તેને પોતાનું ભવિષ્ય ખતરામાં લાગી રહ્યું છે.
આગળ વાંચોઃ સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
satish rashtrapalજો આ ઘટનાની સાબિતીઓ હોય તો તે સાથે એટ્રીસિતી એકટ હેઠળ ફરીયાદ નોંધાવવી જોઇએ. (ડરો કે ના ડરો તો પણ)PHD ની ડીગ્રી વખતે આ પ્રોફેસર હેરાન તો કરશે જ. પણ બીજાં વિદ્યાર્થીઓ ભોગ બનતાં અટકશે. ડર્યા વગર ફરીયાદ નોંધાવી દો. અને તમામ SC ST સંસદ સભ્યો ને અને બીજેપી સિવાયના બધા રાજકીય પક્ષો ના વડાઓને કોપી મોકલો. હાલ સંસદ ચાલુ છે.