RSS હવે કોલેજમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ફોકસ કરશે
લખનઉમાં ચાલી રહેલી RSS ની ત્રણ દિવસની કાર્યકારિણીની કેટલીક મહત્વની બાબતો સામે આવી છે. એ મુજબ સંઘ હવે કોલેજોમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

લોકસભા ચૂંટણીમાં સંઘની રાજકીય પાંખ એવા ભાજપને ધારી સફળતા નથી મળી. કેન્દ્રમાં હવે મોદી સરકાર નહીં પરંતુ એનડીએ સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારે સંઘે પણ હવે પોતાની રણનીતિ બદલી છે. મળતી માહિતી પ્રમાણે હાલના ચૂંટણી પરિણામોમાં દલિતો અને ઓબીસી સમાજની વધતી જતી સક્રિયતાને લઈને સંઘમાં ચિંતા પેઠી છે. ખાસ કરીને આ વર્ગના યુવાનોમાં વધતી જતી રાજકીય-સામાજિક જાગૃતિ સંઘ માટે માથાનો દુખાવો બની રહી છે. જેના કારણે હવે સંઘે પોતાની રણનીતિ બદલી છે અને અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના કોલેજોમાં ભણતા યુવાનોને સંઘની શાખાઓમાં ખેંચી લાવીને પોતાનામાં ભેળવવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીની સીટોમાં ઘટાડો થયા બાદ અને ધાર્યા પ્રમાણે પરિણામો ન આવ્યા બાદ આરએસએસ સક્રિય થઈ ગયું છે. સંઘના જિલ્લા પ્રચારકો સાથેની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સંઘ હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પોતાનું કાર્ય વધારશે. આ માટે તમામ જિલ્લામાં વિદ્યાર્થીઓની શાખાઓ શરૂ કરવામાં આવશે.
આરએસએસનું માનવું છે કે આ નુકસાનનું કારણ બેરોજગારી અને પેપર લીકને લઈને યુવાનોમાં વધી રહેલો ગુસ્સો છે. આવી સ્થિતિમાં હવે સંઘે રોજગાર જેવા મુદ્દાઓ પર કામ કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંઘ પહેલીવાર રોજગારી વધારવાની યોજના પર કામ કરવા જઈ રહ્યું છે. જેમાં તેની સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ સાથે રોજગારીના સર્જન અંગે ચર્ચા કરવામાં આવશે. તેની સાથે જ કુટીર ઉદ્યોગ પર ભાર મૂકવામાં આવશે. તેની સાથે જ આરએસએસ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું કામ પણ કરશે.
આ પણ વાંચો: "હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ
ત્રણ દિવસની આ બેઠકમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને સ્વદેશી ચીજવસ્તુઓના પ્રમોશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે વધુને વધુ યુવાનોને દલિત અને પછાત વર્ગ સાથે જોડવાનું કામ કરવામાં આવશે. તેના માટે કોલેજોમાં ખાસ કરીને હોંશિયાર દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને તેને સંઘની વિચારધારા સાથે જોડવા પ્રયત્ન કરાશે.
સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સંઘના જિલ્લા પ્રચારકો સાથેની બેઠકમાં નિર્ણય લીધો છે કે હવે સંઘ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ પોતાનું કાર્ય વધારશે. આ માટે તમામ જિલ્લામાં વિદ્યાર્થીઓની શાખાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સંપર્ક ઝુંબેશ પણ ઝડપી કરવામાં આવશે.
એવું કહેવામાં આવ્યું છે કે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના હોંશિયાર વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવશે. આ માટે સંઘ નવા પ્રચારકોને તાલીમ આપશે.
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આરએસએસ પોતાની સાથે યુવા ઉદ્યોગપતિઓને પણ સામેલ કરશે. આ માટે એક અલગ શાખા પણ શરૂ કરવામાં આવશે. યુવાન અને પરિપક્વ ઉદ્યોગપતિઓ માટે અલગ શાખાઓ શરૂ કરવા માટે ટૂંક સમયમાં એક મોટું પગલું લેવામાં આવશે.
આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kamleshkumar MayavanshiRSS વાળા પોતાની સત્તા કાયમ ટકાવી રાખવા આખા દેશને હિન્દૂ અને મુસ્લિમના પાઠ ભણાવી ભાઈચારો ખતમ કરવાનું કામ કરે છે પોતે આ દેશમાં પોતાની સત્તા ટકાવી રાખવા દલિતોનો સહારો લે છે પણ એ દલિતો માટે અસ્પૃશ્યતા નાબુદી માટે કેમ કામ નથી કરતા....દેશભરમાં જાતિવાદ વકર્યો છે તો RSS વાળા કેમ મિડિયા સમક્ષ નિવેદન પણ નથી આપતા કે આ દેશમાં તમામ જાતિ, ધર્મના લોકોએ પરસ્પર ભાઈચારો રાખવો જોઈએ..આ દેશ બિનસાંપ્રદાયિક દેશ છે..દેશમાં લોકશાહી સર્વોપરી છે માટે વ્યક્તિ ને પોતાની રીતે જીવન જીવવાનો સ્વતંત્ર અધિકાર છે..RSS વાળા દેશ હિત, રાષ્ટ્રહીત ની મોટી મોટી સુફીયાણી વાતો કરે છે પણ તઓ ધર્મના નામે ઉશ્કેરી SC, ST, OBC સમાજના લોકોને હાથો બનાવી પોતાની સત્તાનો રોટલો શેકે છે..આ દેશમાં RSS ના લોકો કેમ પોતાના સંતાનોને દેશની સુરક્ષા માટે બોર્ડર પર મોકલતા નથી??RSS રાષ્ટ્રહીત ની વાતો કરે છે જો વાસ્તવિક રાષ્ટ્રહીત તેમના એજન્ડામાં હોય તો નાગપુરની સંઘની હેડ ઓફિસે આજ દિન સુધી ભારત નો રાષ્ટ્રદ્રજ(તિરંગા) ને કેમ ફરકાવવામાં નથી આવ્યો? SC, ST, OBC સમાજે ચેતી જવાની જરૂર છે કે આવા સંઘમાં જોડાઈ ને પોતાના બાળકો નું ભાવિ બરબાદ ન કરવું જોઈએ..
-
Galil KumarSt, sc, obc લોકો એ આરએસએસ માં જોડાવું જોઇએ નહી આ એક ચાલ છે.,.... છેલ્લે તો બ્રાહ્મણ દિમાગ જ છે
-