EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક રીતે નબળા (EWS) લોકોને મળતી અનામતના ક્વૉટાનો લાભ માત્ર સામાન્ય કેટેગરી (General category) ના ઉમેદવારોને જ કેમ આપવામાં આવે છે, તે મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સરકારે 6 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિ વિજય મલીમથ અને જસ્ટિસ વિશાલ મિશ્રાની ડબલ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ મામલે અરજદારે દલીલ કરી છે કે તમામ વર્ગો અને જાતિઓમાં ગરીબો છે, છતાં EWS ક્વૉટાનો લાભ ફક્ત સામાન્ય વર્ગના લોકોને જ કેમ આપવામાં આવી રહ્યો છે?
  
‘એડવોકેટ યુનિયન ફોર ડેમોક્રેસી એન્ડ સોશિયલ જસ્ટિસ’ નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને છ સપ્તાહમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. અરજદારે દલીલ કરી હતી કે તમામ વર્ગો અને જાતિઓમાં ગરીબ લોકો હોવા છતાં, EWS કેટેગરીનાના લાભ માત્ર સામાન્ય વર્ગને જ આપવામાં આવી રહ્યા છે જે અન્યાયી છે. અરજદારના વકીલ રામેશ્વર પ્રસાદ સિંહે કહ્યું, 'ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી EWS નીતિ અસંગત છે. અરજદારે બંધારણની કલમ 15(6) અને 16(6) હેઠળ કેન્દ્ર સરકારને પડકારી હતી. 2019ના 103માં સુધારામાં એસસી, એસટી અને ઓબીસી અનામત હેઠળ ન આવરી લેવાયેલા લોકોને 10 ટકા EWS અનામત આપવા માટે બંધારણમાં કલમ 15(6) અને 16(6)ને સામેલ કરાઈ હતી. અરજદારનું કહેવું છે કે EWS નીતિ કલમ 14ની વિરુદ્ધ છે. એટલું જ નહીં EWS અનામત એ એક ખાસ અનામત છે, જે ગેરબંધારણીય છે અને જાતિના આધારે ગરીબો સાથે ભેદભાવ કરે છે. શરૂઆતની સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો : ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.