ગૃહ વિભાગનો છબરડો: AAP નેતા ગોપાલ ઈટાલિયાને પ્રમોશન આપ્યું
ગૃહ વિભાગનો એક ગંભીર છબરડો,જેમાં 2015માં પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા AAP નેતા ગોપાલ ઈટાલિયાને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપી દેવાયું છે.

The Home Department's crackdown:ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી તંત્ર જાણે સાવ રામ ભરોસે ચાલતું હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નકલી પીએમઓ, સીએમઓ અધિકારીઓ, નકલી કચેરી, નકલી ટોલનાકું પકડાયા બાદ લોકો આધાત અનુભવી રહ્યાં હતા. ત્યાં હવે રાજ્યના ગૃહ વિભાગે મોટું ભોપાળું વાળ્યું છે. જેમાં આપ નેતા ગોપાલ ઈટાલિયા, જેઓ વર્ષો પહેલા ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે, તેમને પણ પ્રમોશન આપી દેવાયું છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રાલયના આ ગંભીર છબરડા પર સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અનેક સવાલો કર્યા છે. આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની પોસ્ટ પણ મૂકી છે.
ગોપાલ ઈટાલિયાએ ટિ્વટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા લખ્યું હતું કે, “વર્ષ-૨૦૧૫માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.”
આ પણ વાંચો: 65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં
આ ફેસબૂક પોસ્ટમાં ગોપાલ ઈટાલિયાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા કટાક્ષ કર્યા છે. તેમણે લખ્યું છે કે, વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.”
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા એક સમયે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમણે ૨૦૧૫ ના વર્ષમાં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે, રાજીનામું આપ્યા છતાં ગોપાલ ઈટાલિયાને વર્ષ ૨૦૨૪માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર ગોપાલ ઈટાલિયાને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ગોપાલ ઈટાલિયાની આ પોસ્ટમાંથી રાજ્ય સરકારની કામગીરીને લઈને લોકો જાતભાની ટીખળ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો છબરડો: ૧૪૧માંથી માત્ર ૧ વિદ્યાર્થી પાસ થયો