સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ
સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ સમાજના યુવક-યુવતીઓ માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટના પ્રમુખ અને અન્ય બે આગેવાનો પર કોઈ અજાણ્યા તત્વોએ ખોટી રજૂઆત કરીને આઈટીની રેડ પડાવી છે.
બહુજન સમાજ જ્યારે પણ શિક્ષણની દિશામાં આગળ વધવા પ્રયત્નો કરે છે ત્યારે વિરોધીઓ તેમને તોડી પાડવા માટે સક્રીય થઈ જતા હોય છે. તેના માટે તેઓ સામ-દામ-દંડ-ભેદ એમ તમામ પ્રકારના હથિયારો અજમાવતા અચકાતા નથી. કંઈક આ જ પ્રકારનો બનાવ હાલમાં સુરેન્દ્રનગરમાં બન્યો છે. જ્યાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના યુવાનો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટના પ્રમુખ અને આગેવાનો પર કોઈ અજાણ્યા વ્યક્તિઓએ આઈટીની રેડ પડાવી ટ્રસ્ટીઓની આબરૂને લૂણો લગાડવાનું હીન કૃત્ય કર્યું હતું. આ મામલે હવે સુરેન્દ્રનગરના અનુસુચિત જાતિ સમાજે ટ્રસ્ટીઓની આબરૂને ધક્કો પહોંચાડવાનું કૃત્ય કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કલેક્ટર, આઈટી વિભાગ અને રાજ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
શું છે મામલો?
મામલો સુરેન્દ્રનગરના રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટનો છે. આ એજ ટ્રસ્ટ છે જેણે હજુ થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગરમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના યુવાનો-યુવતીઓ ભણીગણીને આગળ વધી શકે તે માટે મોટું શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવાનું શરૂ કર્યું છે. ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા શૈક્ષણિક સંકુલમાં સૌથી પહેલા વાલ્મિકી સમાજની દીકરીઓને પ્રવેશ આપવાનું નક્કી થયું છે. આ પ્રગતિશીલ નિર્ણયને કારણે ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટનું નામ રોશન થયું હતું. જો કે, તેની આ રોશનીથી કેટલાક સમાજવિરોધી લોકોના પેટમાં તેલ રેડાયું હતું અને તેમણે ઈન્કમટેક્સ વિભાગને ખોટી માહિતી આપી હતી કે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસે રૂ. 2 કરોડ કરતા વધુની રકમ તેમના ઘરોમાં સંતાડી રાખેલી છે અને 22-3-2024ના રોજ તેઓ આ રકમ તેઓ કોઈ અજાણી વ્યક્તિને આપવાના છે તેથી તાત્કાલિક આ રકમ જપ્ત કરી ટ્રસ્ટીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. આ રજૂઆતને પગલે આઈટી વિભાગે ટ્રસ્ટના પ્રમુખ ઉપરાંત અન્ય બે આગેવાનોના ઘેર રેડ પાડી તપાસ કરી હતી. જો કે તેમાં રોકડ રકમ કે બીજું કશું પણ વાંધાજનક વસ્તુ મળી નહોતી. જો કે, આઈટીની આ રેડથી આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આબરૂને મોટો ધક્કો પહોંચ્યો હતો. જેના કારણે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરેન્દ્રનગરના આગેવાનોએ રાજ્ય ચૂંટણી અધિકારી, ઈન્કમટેક્સ વિભાગ, સુરેન્દ્રનગર જિલ્લા એસપી સહિતના જવાબદાર અધિકારીઓ-વિભાગોને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આખો ઘટનાક્રમ શું હતો?
સુરેન્દ્રનગરમાં રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ છે. જેનો મુખ્ય હેતુ સમસ્ત અનુસુચિત જાતિ સમાજના અંતરિયાળ ગામડાઓમાં વસતા યુવક-યુવતીઓ માટે શૈક્ષણિક સંકુલ અને સમાજ ભવન બનાવી તેમને શિક્ષિત કરવાનો છે. તેના માટે ટ્રસ્ટ દ્વારા લોકફાળો ઉભો કરી લોકભાગીદારીથી અહીંના જોરાવરનગરની સુખધામ રેસિડેન્સી સોસાયટી ખાતે 1435 ચોરસ વાર જમીન અઘાટ વેચાણથી રાખવામાં આવી છે. આ શૈક્ષણિક સંકુલના દસ્તાવેજની પ્રક્રિયા હાલ ચાલી રહી હતી. એ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ પી. પરમાર અને અન્ય ટ્રસ્ટી બાબુભાઈ મકવાણા તથા શિક્ષક ગિરીશભાઈ સોલંકી વિરુદ્દ કોઈ વ્યક્તિએ તા. 22-03-2024ની રાત્રે ઈન્કમ ટેક્સ વિભાગ અને ચૂંટણીપંચમાં રજૂઆત કરી હતી કે, આ ત્રણેય વ્યક્તિઓના ઘરમાં રૂ. 2 કરોડ કરતા વધુની રોકડ રકમ છે અને તેઓ તા. 23-3-2024ના રોજ સવારે ગમે ત્યારે કોઈ અજાણી વ્યક્તિને આ રકમ આપવાના છે, જેથી તાત્કાલિક રેડ પાડીને આ બેનામી સંપત્તિ જપ્ત કરવી જોઈએ.
આ રજૂઆતને પગલે આઈટી વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તા. 23-3-2024 ના રોજ ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ પી. પરમાર (રહે. સત્યમ પાર્ક, વઢવાણ), બાબુભાઈ મકવાણા ખોડુવાળા(રહે. ન્યૂ ઝીલ પાર્ક, ગણપતિ ફાટસર, વઢવાણ) તેમજ ગિરીશભાઈ સોલંકી(રહે. સુગમ સોસાયટી 80 ફૂટ રોડ, વઢવાણ)ના ઘરે DSWO ની ટીમે રેડ પાડી ઘરની સંપૂર્ણ તપાસ કરી હતી. જો કે તેમાં કોઈપણ પ્રકારની બેનામી સંપત્તિ કે રોકડ રકમ મળી નહોતી. રેડ દરમિયાન ટ્રસ્ટ પ્રમુખ અને અન્ય બે આગેવાનોએ આઈટીની ટીમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો. આ ઘટના વાયુવેગે સમગ્ર સુરેન્દ્રનગરમાં ફેલાઈ જતા ટ્રસ્ટીઓની આબરૂને મોટો ધક્કો પહોંચ્યો હતો. જેને લઈને સુરેન્દ્રનગરના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે જિલ્લા કલેક્ટર, આઈટી વિભાગ અને એસપીને આવેદનપત્ર આપી ષડયંત્રકારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
.
અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે, અમારા ઘરે આજ દિન સુધી કદી પોલીસની ગાડી આવી નથી. ત્યારે કોઈ વ્યક્તિની ખોટી રજૂઆતને કારણે પોલીસ અને આઈટીની ગાડીઓ અમારા ઘરે આવી અને વગર વાંકે અમારું આખું ઘર ફેંદી માર્યું. આ ઘટનાથી અમને ભારે આઘાત લાગ્યો છે. ચૂંટણી પંચ અને આઈટી વિભાગને જેમણે પણ અમારા વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ.
વઢવાણના સામાજિક કાર્યકર નટુભાઈ પરમાર આ મામલે ખબરઅંતર.કોમને જણાવે છે કે, “રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અન્ય બે આગેવાનોએ સુરેન્દ્રનગરના અંતરિયાળ ગામોમાં વસતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓને શિક્ષણ આપવા માટે સમાજ ભવન અને હોસ્ટેલ બનાવવાનું જે કામ હાથ પર લીધું છે, તેનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે. દલિત સમાજના યુવાનો જો ભણીને આગળ વધવા માંડશે તો તેઓ તેમની હજારો વર્ષોની વગર અનામતની અનામતમાં ભાગ પડશે તેવી તેમને બીક લાગે છે. એટલે અનુસૂચિત જાતિ સમાજના શિક્ષણના પથ પર આ રીતે અડચણો ઉભી કરીને કાંટા ફેંકતા રહે છે. પણ અમે આવા પડકારોથી ડરતા નથી. રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટમાં બધો જ વહીવટ પારદર્શી રીતે થાય છે, બેંક સિવાય કોઈ આર્થિક લેવડદેવડ પણ શક્ય નથી. તેમ છતાં કોઈ પેટના બળ્યાં લોકોએ તેમને નિશાન બનાવીને તેમની આબરૂને ધક્કો પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. આ કોઈ કાળે સાંખી લેવાય તેમ નથી. આથી સુરેન્દ્રનગર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા આ મામલે રાજ્ય ચૂંટણી અધિકારી, આઈટીઓ ટીમ ડી અમદાવાદ અને સુરેન્દ્રનગર એસપીને સહીઓ સાથેનું આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.”
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Nainesh PatilI am with all Scst
-
Jagdish parmarજે વ્યક્તિએ ખોટી માહિતી આપી હોય તેની વિરુધ્ધ કાર્ય વહી થવી જોઈએ
-
Amrut vidjaNo tention that type of activity countinue never defet Amrut Vidja banashkantha gandhinagar mo 8320850066
-
SmileyBoyयह एक बड़ा ही घिन्न क्रूत्य है ऐसा होता रहेगा तो समाज मे कोई भी सरकारी नौकरीवाला वर्ग समाज के अच्छे कार्य से दूर रहेगा और इसका नुकशान समाज को होगा !! मे इस हरकत की नीन्दा कर्ता हु
-
satish rashtrapal*સમસ્ત ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો એ આવાં સમાજ વિરોધી તત્વોને ઉઘાડા પાડી ને તેમને સામાજિક દંડ/સજા કરવી જોઈએ. જેથી તેઓ સમાજમાં મોં બતાવવા લાયક ના રહે અને ભવિષ્યમાં બીજાં આવાં સમાજ વિરોધી તત્વોને સબક મળે.* નમો બુદ્ધાય... જય ભીમ... સતિષ રાષ્ટ્રપાલ પાલનપુર 9978509198