આદિવાસી સમાજનું ગૌરવઃ National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો

આદિવાસી સમાજનું ગૌરવઃ  National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો
Photo By Google Images

ગોવા ખાતે 26 ઓક્ટોબર 2023ના રોજ નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો હતો. જેમાં દોડમાં 5000 મીટર એથ્લેટિક્સ ગેમ્સમાં ગુજરાતના ડાંગ જિલ્લાના ખેલાડી અને ડાંગ એક્સપ્રેસથી લોકપ્રિય મુરલી ગાવિતે(Murali Kumar Gavit) સિલ્વર મેડલ જીતીને ડાંગ સહિત ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છએ. Murali Kumar Gavit ની સિદ્ધિના કારણે રાજ્યભરમાં ઉત્સાહ સાથે ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચોઃ

 

નેશનલ ગેમ્સમાં જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસમાં 5000 મીટર એથ્લેટિક્સ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું. રાજ્યના વનવિસ્તાર એવા ડાંગ જિલ્લાના ખેલાડી અને ખૂબ ઝડપથી દોડતા મુરલી ગાવિતે 14 મિનિટ 13 સેકન્ડમા 5 હજાર મીટર દોડ પૂરી કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. નેશનલ ગેમ્સમાં આ રેસમાં હિસ્સો લેનાર મુરલિ ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો છે.

આ પણ વાંચોઃ મણિપુર હાઈકોર્ટને પ્રથમ મહિલા આદિવાસી જજ મળ્યાં; નાગા આદિવાસી સમાજમાંથી આવે છે જસ્ટિસ ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈ

મુરલી ગાવિતે અગાઉ પણ મેડલ જીત્યા છે

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરનાર Murali Kumar Gavit આ અગાઉની રમતોમાં નેશનલ ગેમ્સ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાય મેડલ હાંસલ કરી ચુક્યો છે. તાજેતરના સમયમાં બેંગ્લોર ખાતે National Open એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 13 ઓક્ટોબર રોજ National Championshipમાં મુરલી ગાવિતે 5000 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી મેડલ જીત્યો હતો. ગત વર્ષે 2022માં યોજાયેલ Open Athletics Meet 10000 મીટર દોડમાં પણ મુરલી ગાવિતે Gold મેડલ જીત્યો હતો. 

આ પણ વાંચોઃ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો

ઓલિમ્પિકમાં Gold Medal જીતવાનું સ્વપ્ન

ગુજરાતના ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર Murali Kumar Gavit છેલ્લા કેટલાય વર્ષોથી અથાક પરિશ્રમ કરી રહ્યો છે. રાજ્ય સહિત દેશ વિદેશની ધરતી પર ડાંગનું નામ રોશન કરી શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. હાલમાં પણ મુરલી ગાવિત એક પછી એક સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કારકિર્દીને શિખર પર લઈ જઈ રહ્યો છે. તેનું સ્વપ્ન ઓલમ્પિક રમતોમાં ભાગ લઈ, દેશ માટે ગોલ્ડ જીતવાનું છે. મુરલી ગાવિત હંમેશાં આગળ વધી ગામ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સૌ ડાંગવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. નેશનલ ગેમ્સમાં મુરલી ગાવિતને પ્રોત્સાહિત કરનાર ગુજરાતના કોચ મોહન મોર્યા તેમજ Sports Authority of Gujaratની શક્તિદૂત યોજનાનો મુરલી ગાવિતે આભાર વ્યક્ત કર્યો હતો.

આગળ વાંચોઃ દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.