બિના પસીને કી ફસલ યા કવિતા બેમાની હૈ...
હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર ઓમ પ્રકાશ વાલ્મિકીની આજે જન્મજયંતિ છે ત્યારે પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર ‘જૂઠન’ અને ‘ઠાકુર કા કૂવાં’ ના લેખકને યાદ કરે છે.
ઓમ પ્રકાશ વાલ્મિકીનો જન્મ ૩૦ જૂન ૧૯૫૦ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના બરલા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ દહેરાદૂનમાં થયું. બાલ્યાવસ્થા સામાજિક અને આર્થિક મુશ્કેલીઓમાં પસાર થઈ. શરૂઆમાં તો સામાજિક અને માનસિક યાતનાઓ પણ વેઠી. જે તેમના સાહિત્યમાં જોઈ શકાય છે. શોષિતો, વંચિતો, છેવાડાના લોકોની પીડાને તેઓ વધુ સારી રીતે સમજી શક્યા.
૮૦ ના દાયકાથી તેમની લખવાની સફર શરૂ થાય છે. પરંતુ સાહિત્યિક ક્ષેત્રમાં પ્રસિદ્ધ છેક ૧૯૯૭માં મેળવે છે. અન્યાયની વચ્ચે રહીને સંઘર્ષ કરતાં કરતાં દલિત આંદોલકારી તરીકેની ખ્યાતિ મેળવે છે. સાથે સાથે એ દરમિયાન તેઓ ૬૦ થી વધુ નાટકોમાં પોતાના અભિનય થકી લોકમનમાં ઊંડી છાપ છોડી દે છે.
સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને ઘણા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમને વર્ષ ૧૯૯૩માં ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ૨૦૦૪માં ન્યુ ઈન્ડિયા બૂક પુરસ્કાર મળ્યો તેમજ ૨૦૦૮/૦૯ ના સાહિત્ય ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૭ નવેમ્બર ૨૦૧૩ના રોજ ૬૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
જૂઠન આત્મકથાએ પ્રસિદ્ધિ અપાવી
ઓમપ્રકાશ વાલ્મીકી હિન્દીના જાણીતા દલિત સાહિત્યકાર હતા અને તેમની આત્મકથા 'જૂઠન' સાહિત્ય જગતમાં ખૂબ જ લોકપ્રિય કૃતિ છે. આત્મકથા 'જૂઠન' થી માલુમ થાય છે કે કેવી રીતે અત્યાચારો વચ્ચે એક વાલ્મિકી રચનાકારનો વિકાસ અને નિર્માણ થાય છે. કેવી રીતે લાંબા સમયથી ચાલી આવતી ભારતીય સમાજ વ્યવસ્થામાં સૌથી તળિયે ઊભેલી જાતિનું એક બાળક ઓમપ્રકાશ સાહિત્યકાર અને રચનાકાર બને છે.
'જૂઠન' ઓમપ્રકાશ વાલ્મિકીની આત્મકથા છે. એમના જીવનની અસહ્ય દુઃખદ ઘટનાઓ તેમના આ પુસ્તકમાં છે, જેમાં તેઓ બતાવવાનો પ્રયાસ કરે છે કે તેઓ જયારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમના શિક્ષક તેમની પાસે ઝાડું લગાવડાવતાં હતા. તેમના ઘરના અન્ય લોકો પણ સાફ - સફાઈનું જ કામ કરતા હતા. તેઓ એવું લખે છે કે મેં એવા સમાજમાં જન્મ લીધો , જે સમાજ સાથે સદીયોથી ક્રૂરતાપૂર્વક અમાનવીય વર્તન થઇ રહ્યું છે. તેમણે તેમના જીવન સંઘર્ષ વિષે લખવાનો બહુ પ્રયત્ન કર્યો પણ પહેલા તો માનસિક રીતે તકલીફો આવવા લાગી અને તેમાં જીવના જોખમો પણ આવવા લાગ્યા, ઘણા લોકોને માન્યામાં ન આવે તેવી દિલને હચમચાવી નાખે તેવી, ઓમ પ્રકાશ વાલ્મિકીની કહાણી છે. 'જૂઠન' જેવી તેમની રચનાઓ દ્વારા, તેમણે માત્ર જાતિવાદના ઊંડા કલંકને જ જગતની સામે રાખ્યો ન હતો, પરંતુ જાતિની ક્રૂર વ્યવસ્થાને કારણે દલિતને જે પીડા સહન કરવી પડે છે તેનું પણ વર્ણન કર્યું હતું. જેઓ કહે છે કે તેઓ જાતિ અને જાતિવાદને સમજતા નથી, તેઓએ ઓમ પ્રકાશ વાલ્મીકિની 'જૂઠન' એકવાર જરૂર વાંચવી જોઈએ. 3 વર્ષ પહેલા આવેલી ફિલ્મ 'આર્ટિકલ 15' ના અભિનેતા આયુષ્માન ખુરાનાએ જણાવેલ કે તેમણે ભૂમિકાની તૈયારી માટે ‘જૂઠન’ પુસ્તક વાંચ્યું અને ઘણી રાતો સુધી તે ઊંઘી શક્યો નહોતો. કલ્પના કરો મહાન લેખક ઓમ પ્રકાશ વાલ્મીકી વિશે, એમના અનુભવો વિશે જેમણે આવી સંઘર્ષમય જીવન જીવ્યું હતું.
આ ઉપરાંત દલિત સાહિત્યનું સૌંદર્ય શાસ્ત્ર, મુખ્ય પ્રવાહ અને દલિત સાહિત્ય, સફાઈ દેવતા જેવી તેમની મુખ્ય કૃતિઓ. તેમના પુસ્તકો જોઈએ તો,
सलाम, सफाई देवता, दलित साहित्य का सौंदर्यशास्त्र, जूठन (आत्मकथा), घूसपेठीए, अब और नहीं, मुख्यधारा और दलित साहित्य, अम्मा एन्ड अधर स्टोरी, दलित साहित्य - अनुभव, संघर्ष एवं यथार्थ।
આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...
વંચિત, શોષિત, છેવાડાના સમુદાયોના સાહિત્યકારો, ઈતિહાસકારો, લેખકો, કવિઓ ઘણાય થઈ ગયા અને હાલ પણ કવિતાઓ કરે છે અને લખે પણ છે.. એમના કદરદાનોની પણ કોઇ કમી નથી. નામચીન પારિતોષિકથી પણ નવાજવામાં આવે છે. પરંતુ ઊંડે ઊંડે ક્યાંક એવી અસંતુષ્ટિ ઘર કરી ગઈ છે કે સાહિત્યિક સંસ્થાઓ, અકાદમી, પરિષદો જેવીમાં આ કલમના કસ્બીઓની કદર જોઈએ એવી થઈ નથી કે નથી એમના નામો જોવા મળતા.આવા સમાજોના સાહિત્યકારોને કેમ મહત્વ ઓછું અપાયું છે એ પણ યક્ષપ્રશ્ન છે. જયારે કોઈ આ સમાજમાંથી આવતા સાહિત્યકારે એમના સમાજ કે સમુદાયો વિશે લખવાનો પ્રયાસ કર્યો છે તો તેમને સંઘર્ષ કરવા સિવાય કોઈ રસ્તો મળ્યો નથી..તેમને ખુબ જ સહન કરવું પડતું જોવા મળ્યું કે મળે છે જેનો ઈતિહાસ ગવાહ છે.
मैंने बचपन से रोटी को बहुत मूल्यवान वस्तु माना है, इसे बर्बाद करने वाले लोग मुझे अपराधी लगते थे!
-------------
चिड़िया उदास है—
जंगल के खालीपन पर
बच्चे उदास हैं—
भव्य अट्टालिकाओं के
खिड़की-दरवाज़ों में कील की तरह
ठुकी चिड़िया की उदासी पर…
- ओमप्रकाश वाल्मीकि
-----------------
व्यवस्था के प्रति गहरा आक्रोश, कथा-विन्यास के अनुरूप तर्क और विचार, अनुभवजन्य ये कहानियाँ दलितों के सुख-दुःख, उनकी मुखरता और संघर्ष की कहानियाँ हैं।
- घुसपैठिए/ओमप्रकाश वाल्मीकि
--------------------
‘कुआँ ठाकुर का
पानी ठाकुर का
खेत-खलिहान ठाकुर के
गली-मुहल्लेु ठाकुर के
फिर अपना क्याठ?
गाँव?
शहर?
देश?’
-ओमप्रकाश वाल्मीकि
------------------
"छूना भी जिन्हें पाप
हिस्से में जिनके सिर्फ
उपेक्षा और उत्पीड़न
"जाति" कही जाए जिनकी नीच
आप बता सकते हैं
यह किस सभ्यता और संस्कृति की देन हैं?"
~ ओमप्रकाश वाल्मीकि जी (अब और नहीं)
હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર, સ્વતંત્ર પત્રકાર અને જાગૃત નાગરિક છે.)
આ પણ વાંચો: એકસાથે 40 દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું