વડોદરાના દુમાડની દલિત દીકરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની
બે વર્ષ પહેલા કલ્પના ચૌહાણ માત્ર 22 વર્ષની ઉંમરે ગામની સરપંચ બની હતી. આ સાથે જ તે ગુજરાતની સૌથી યુવા સરપંચ બની ગઈ છે.
વડોદરા પાસે આવેલા દુમાડ ગામની 24 વર્ષની કલ્પના ચૌહાણ સમગ્ર ગુજરાતમાં સૌથી યુવા સરપંચ બનીને છાકો પાડી દીધો છે. હાલ સોશિયલ વર્ક વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહેલી આ છાત્રા માત્ર ૨૨ વર્ષની ઉંમરે આ પદ ધારણ કરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની છે. સરપંચ બનતાની સાથે કલ્પનાએ ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી છે.
વડોદરાની ભાગોળે આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ કલ્પનાબેન ચૌહાણને જૂઓ તો માન્યામાં જ ના આવે કે આવો યુવાન ચહેરો એક આખા ગામનું નેતૃત્વ કરતો હશે, પણ આ હકીકત છે. ગામની આ દલીત દીકરી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે. ડિસેમ્બર – ૨૦૨૨ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર જેટલા મતોથી વિજેતા બનેલી કલ્પનાએ ૧૭-૦૧-૨૦ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ હતી. એ વખતે તે બીકોમનો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ હતી.
કોલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “મારા પિતા કાંતિભાઇ ચૌહાણ પોતે ૨૫ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. તેમના પગલે મને પણ પંચાયતના કામોમાં રસ પડવા માંડ્યો અને હું ચૂંટણી લડી અને જીતી.”
સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની રૂપરેખા આપતા કલ્પના કહે છે, “અમે ગ્રામ પંચાયતની આવક વધારી છે. વ્યવસાય વેરાની આવક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરી આવકનો સ્ત્રોત મજબૂત કરતા આજે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ રૂ. ૭૫ લાખ જેટલું છે. આ ઉપરાંત આ કાર્યકાળમાં અમે રૂ. ૧૪થી ૧૫ કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે. અમે પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું છે. વિધવા સહાય માટે કેમ્પ રાખીને ૨૬૦થી વધુ વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય મેળવવામાં અને ૫૦થી વધુ પરિવારોને એનએફએસએ યોજના હેઠળ અનાજ અપાવવામાં મદદરૂપ થયા છીએ.”
દુમાડ ગામને સ્વચ્છ બનાવવા માટે તેમણે કમર કસી લીધી છે. ગામમાં ઘરેઘરે જઇને લોકોને સમજાવ્યા, શેરી બેઠકો કરી. તેનું પરિણામ મળ્યું. ગામ ચોખ્ખું ચણાક થયું. માત્ર જિલ્લા સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું. બીજી ઓક્ટોબરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને પીએમની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાંથી એક માત્ર કલ્પનાને આમંત્રણ મળ્યું હતું.
દુમાડ ગામમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિક કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે.
દુમાડ ગામમાં ૧૩૨૬ ઘરો છે. ગામની વસ્તી ૫૨૪૪ છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા ૨૫૫૭ અને પુરુષની સંખ્યા ૨૬૮૭ છે. ગામના તલાટી મંત્રી શ્રી મિતાબેન ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક પ્રયત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે અને તેનો શ્રેય દલિત સમાજની એક દીકરીને જાય છે.
આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
માયાવંશી કમલેશકુમાર લાલજીભાઇભારતના તમામ ગામડાઓ વિકાસના કામોમાં હરણ ફાળ ભરી શકે તેમ છે પણ સત્તાનું સુકાન દલિત વર્ગના હાથમાં હોવું જોઈએ....પણ અફસોસ ની વાત એ છે કે જાતિગત સામાજિક ભેદભાવ અને દલિત સમાજ પ્રત્યે અણગમો રાખી તે સમાજમાં રહેલ ટેલેન્ટ ને જોવાનો કોઈ પ્રયત્ન કરતું નથી....ડૉ. બાબાસાહેબે પણ આ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું,પોતે 32 ડિગ્રીઓ અને 9 ભાષાના જાણકાર હતા તેમ છતાં તેમના ટેલેન્ટ ની વિદેશોમાં નોંધ લેવાઇ જયારે પોતાના જ દેશમાં કદર ના થઇ,વધુ દુઃખની વાત એ છે કે મનુવાદીઓ એ જાતિગત ભેદભાવ રાખી ડૉ.બાબાસાહેબ ને સંસ્કૃત વિષય નો અભ્યાસ કરવા માટે ભારત ની યુનિવર્સીટીઓ માં પ્રવેશ ના આપ્યો જેના લીધે ડૉ. બાબાસાહેબે સંસ્કૃત વિષય નો અભ્યાસ વિદેશમાં પૂર્ણ કર્યો... ખુબ અફસોસ સાથે કહેવું પડે છે કે આ છે ભારત દેશની જાતિગત વરવી વાસ્તવિકતા...
-
HASMUKH PARMARદુમાડ ગામ ના વિકાસ માટે ખૂબ મહેનત કરી ગામ નો વિકાસ કર્યો તેના ખૂબ ખૂબ અભિનંદન...
-
HASMUKH PARMARદુમાડ ગામ ના વિકાસ માટે ખૂબ મહેનત કરી ગામ નો વિકાસ કર્યો તેના ખૂબ ખૂબ અભિનંદન...
-
રમણભાઈ મહીજીભાઈ પરમારખુબ ખુબ અભિનંદન કલ્પના બેન જે દુમાડ ગામમાં અનુસૂચિત જાતિ ના ૨૨ વર્ષ ની ઉંમરે ગામના સરપંચ તરીકે ચૂંટાયા અને ગામના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપીને ગામને હરીયાળુ બનાવ્યું. ધન્યવાદ. રમણભાઈ પરમાર સરપંચશ્રી, આસોદર Mob. 9974701131
-
Manojkumar MauryaGreat.Big big Congratulations Kalpana Chauhan. P
-