દોઢ વર્ષ સુધી આદિવાસી યુવતીને કોટડીમાં પુરી રાખી, પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો
યુવતીના ગળા પર કાચ મૂકી અપહરણ કરી યુવક મુંબઈ લઈ ગયો. પછી જે થયું તે ભલભલા કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી મૂકે તેવી છે.
આદિવાસી વિસ્તારમાંથી યુવતીઓને બળજબરીથી અન્ય વિસ્તારોમાં લઈ જઈને તેમના પર અત્યાચાર ગુજારવાની ઘટનાઓ ગુજરાત સહિત ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સામે આવતી હોય છે. આ મામલે જાણે તંત્રને પણ કોઈ પડી ન હોય તેવી સ્થિતિ છે. પણ આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે, કેમ કે અહીં યુવતીના પ્રાઈવેટ પાર્ટને આરોપીએ કેમિકલ નાખીને સળગાવી દીધું હતું.
ઘટના છત્તીસગઢ (Chhattisgarh)ની છે. અહીં બર્બરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રાયપુર (Raipur)ના કોંડાગાંવ (Kondagaon) માં એક યુવક આદિવાસી યુવતી (Tribal Girl) નું અપહરણ (Kidnapping) કરીને તેને મુંબઈ (Mumbai) લઈ ગયો અને તેના પર દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. ચોંકાવનારી વાત એ છે કે યુવકે યુવતીના પ્રાઈવેટ પાર્ટને સળગાવ્યો હતો જેમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ દોઢ વર્ષ પહેલા ફિરોઝ નામના શખ્સે 22 વર્ષની આદિવાસી યુવતીનું અપહરણ કરીને તેને મુંબઈના ધારાવી વિસ્તારમાં એક અંધારા રૂમમાં બંધક બનાવી હતી. આ દરમિયાન તેણે લગભગ દોઢ વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ફિરોઝે છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ નાખીને સળગાવી દીધું હતું. જો કે, છોકરી કોઈક રીતે ફિરોઝની ચુંગાલમાંથી છટકીને કોંડાગાંવ પહોંચી અને પરિવારને આ અંગે જાણ કરી. યુવતીના પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.
અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે કર પોલીસ આરોપીઓની ધરપકડ માટે રવાના થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે બસ્તર ડિવિઝનના કોંડાગાંવ જિલ્લાના માકડી પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીએ પૂછપરછ દરમિયાન કહ્યું કે તેને વર્ષ 2022-23માં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તે નંબર ફિરોઝનો હતો. તે તેને નવા-નવા નંબરોથી ફોન કરતો રહ્યો અને તેને મળવાનું કહ્યું, પરંતુ યુવતીએ ના પાડી દીધી હતી.
દરમિયાન એક દિવસ યુવતીની તબિયત ખરાબ થતા તે દવા લેવા માટે કોંડાગાંવ ગઈ હતી. જેની જાણ ફિરોઝને થતાં જ તે ત્યાં પહોંચી ગયો અને યુવતીના ગળા પર કાચ રાખી તેણીને ડરાવીને પોતાની સાથે મુંબઈ લઈ ગયો. આદિવાસી યુવતીએ જણાવ્યું કે ફિરોઝ ધારાવીમાં એક નાના રૂમમાં રહેતો હતો, જ્યાં બારી પણ નહોતી. તેણે રોજ તેના પર બળાત્કાર ચાલુ રાખ્યો.
યુવતીએ જણાવ્યું કે જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો ફિરોઝે તેના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ નાખીને બાળી નાખ્યું. તેણે તેને માર પણ માર્યો અને ઘણા દિવસો સુધી ખાવાનું પણ ન આપ્યું. આ સિવાય તેણે તેના મોબાઈલ પરથી યુવતીના પરિવારને મેસેજ કર્યો હતો કે તે સુરક્ષિત છે અને તેને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે અને સાથે તે લગ્ન કરવા જઈ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર