લીલી પરિક્રમામાં ઉમટતી ભીડ તીવ્ર બેરોજગારી-બેકારીનો સંકેત છે?

ગિરનારની લીલી પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી ભીડ તેમનામાં પ્રવેશી ચૂકેલી ભારે હતાશા, બેકારી અને બેરોજગારીનો સંકેત છે.

લીલી પરિક્રમામાં ઉમટતી ભીડ તીવ્ર બેરોજગારી-બેકારીનો સંકેત છે?
image credit - Google images

જૂનાગઢના ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમામાં દર વર્ષે ભીડમાં વધારો થઈ રહ્યો છે તે શેનો સંકેત આપે છે? અત્યાત સુધીમાં 9 ના મોત થયા છે અને  ૬ બાળકો સહિત ૪૩ લોકો ગુમ થયા છે તેની કોઈ ચર્ચા નથી કરતું અને આસ્થાનો ઢોળ ચડાવે જાય છે. પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી સંખ્યા પણ એક મોટી ચિંતાનો વિષય છે.

ભારતમાં ધાર્મિક મેળાવડાઓ, ઉત્સવોમાં દર વર્ષે કોઈને કોઈ અકસ્માતો, દુર્ઘટનાઓ, ભાગદોડમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. મોંઘવારી, બેરોજગારીના કારણે તણાવમાં રહેતા લોકોને વ્યસ્ત રાખવામાં મોટો ફાળો આપતા આવા મેળાવડાઓ સત્તાધારીઓ માટે એક અગત્યનું ટૂલ બની ગયા છે.

આવું જ એક ટૂલ એટલે દર વર્ષે જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમા. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે એ પહેલા સાત લાખ લોકો પરિક્રમાના રુટ પર પ્રવેશ કર્યો છે. હાલમાં પરિક્રમાના રૂટ પર ૪ લાખ યાત્રાળુઓ છે અને ૩ લાખ જેટલા યાત્રાળુઓ નળ પાણીની ઘોડી વટાવી ગયા છે.

આ બધી ચર્ચાઓ વચ્ચે લીલી પરિક્રમામાં અત્યાર સુધી ૯ લોકોના મોત થયા છે તેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. આ સિવાય બે દિવસમાં ૬ બાળકો સહિત ૪૩ લોકો ગુમ થયા છે. લીલી પરિક્રમાની શરૂઆત પહેલા જ ૨ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. મૃતકનું નામ પરસોત્તમભાઈ છે, જ્યારે અન્ય એક રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.

લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. શહેરના ૪૨૭ કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે.

ગિરનાર પરિક્રમા માટે કુલ ૨૪૨૭ પોલીસ કર્મી ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત બોડીવોર્ન કેમેરા ૨૧૦, રસા ૧૯, અગ્નિશામક ૪૯, વાયરલેસ સેટ ૪૦, રાવટી ૪૭ ,વોકીટોકી ૧૯૫ જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.

આશ્ચર્યની વાત એ છે કે, દર વર્ષે અનેક લોકો આ રીતે ગુમ થઈ જાય છે કે મોતને ભેટે છે, તેમ છતાં લીલી પરિક્રમામાં લોકોનો ધસારો જરાય ઓછો નથી થતો. જે સેંકડો લોકો આ પરિક્રમમાં ઉમટી પડે છે તેમાં બહમતી દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના હોય છે. કથિત ઉચ્ચ જાતિના બહુ ઓછા લોકો આમાં નજરે પડતા હોય છે. જે રીતે લાખો લોકો આ પરિક્રમમાં ઉમટી પડે છે તે બેરોજગારી અને બેકારીનો પણ સંકેત આપતા હોય છે. તમને શું લાગે છે?

આ પણ વાંચો: Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • chatur dulera
    chatur dulera
    Good work and good news....
  • Arwind Ray
    Arwind Ray
    લોકો/યાત્રાળુઓની ગણતરી કોણ અને કેવા કેવા પ્રકારે કરવામાં આવતી હશે? આવા અજ્ઞાની લોકો ને લીધે જ આ ભડવા શાસકો કરોડો રૂપિયાના કૌભાંડ બિન્ધાસ્ત કરે છે. જનતા ઓશિયાળી તાળીઓ પાડી ભિખ માંગી રહી છે. મેરા ભારત મહાન...!
  • Arwind Ray
    Arwind Ray
    લોકો/યાત્રાળુઓની ગણતરી કોણ અને કેવા કેવા પ્રકારે કરવામાં આવતી હશે? આવા અજ્ઞાની લોકો ને લીધે જ આ ભડવા શાસકો કરોડો રૂપિયાના કૌભાંડ બિન્ધાસ્ત કરે છે. જનતા ઓશિયાળી તાળીઓ પાડી ભિખ માંગી રહી છે. મેરા ભારત મહાન...!