લેટરલ એન્ટ્રીનો વિચાર કોંગ્રેસ લઈને આવી હતીઃ અશ્વિની વૈષ્ણવ
લેટરલ એન્ટ્રીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેને યુપીએસસીમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યાં છે. પણ કેન્દ્ર સરકારે ખુદ કોંગ્રેસને આરોપીના કઠેડામાં ઉભી કરી દીધી છે.

લેટરલ એન્ટ્રી થકી કેન્દ્ર સરકારમાં બારોબાર 45 પદો પર બહારના માણસોની ભરતી કરી દેવાની જાહેરાત જ્યારથી બહાર પડી છે ત્યારથી તેને લઈને હોબાળો મચેલો છે. પહેલા બીએસપી અને સમાજવાદી પાર્ટીએ તેની સામે આંદોલન કરવાની વાત કરી, એ પછી રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે UPSCની જગ્યાએ RSSથી ભરતી થઈ રહી છે અને એ રીતે સરકાર અનામત ખતમ કરી રહી છે.
આ આરોપોને લઈને હવે કેન્દ્ર સરકાર તરફથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટના માધ્યમથી જવાબ આપતા કહ્યું છે કે લેટરલ એન્ટ્રી વાસ્તવમાં કોંગ્રેસની યુપીએ સરકારનો આઈડિયા હતો અને આ વ્યવસ્થા તો કોંગ્રેસ જ લઈને આવી હતી.
આ પણ વાંચો: ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ
અશ્વિની વૈષ્ણએ કહ્યું છે, કે 'યુપીએ સરકારના સમયમાં જ લેટરલ એન્ટ્રીની ભલામણ કરવામાં આવી હતી અને NDA સરકાર પારદર્શકતા સાથે ભલામણને લાગુ કરી રહી છે. ભરતી UPSC દ્વારા જ થશે. તેમણે કહ્યું કે લેટરલ એન્ટ્રીનો વિચાર યુપીએ સરકારના કાળમાં આવ્યો હતો અને તેણે જ તેને આગળ વધારી હતી. આ ક્રમમાં વર્ષ 2005માં બીજા Administrative Reforms Commission માં યુપીએ સરકાર અંતર્ગત સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કમિશનની અધ્યક્ષતા વિરપ્પા મોઈલીએ કરી હતી.
IAS-IPS જેવા અધિકારી બનવા માટે ઉમેદવારો USPCના માધ્યમથી પરીક્ષા આપે છે. જોકે લેટરલ એન્ટ્રીના માધ્યમથી દેશના ઉચ્ચ પદો પર પ્રાઇવેટ ક્ષેત્રમાંથી વિશેષજ્ઞોની સીધી ભરતી સરકાર કરી શકે છે જેને લેટરલ એન્ટ્રી કહેવાયમાંઆ આવે છે. સરકાર લેટરલ એન્ટ્રીના માધ્યમથી મંત્રાલયોના સંયુક્ત સચિવ, ડાયરેક્ટર, ઉપસચિવની નિયુક્તિ કરે છે.
આ પણ વાંચો: અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
satish rashtrapalલેટરલ એન્ટ્રી કોંગ્રેસ લાવી હોય અને જો બીજેપી એમાં ના માનતું હોય તો અમલ પુરજોશથી શું કામ કરી રહી છે? કે પછી ભાવતું હતું અને વૈદે કીધું??? આ બાબતમાં કોંગ્રેસ કરતાં બીજેપી અનેક ઘણી ખરાબ છે.