મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ

ગઈકાલ ચાંદખેડામાં યોજાયેલા અનામત બચાવો મહાસંમેલનમાં ઉપસ્થિત હજારોની જનમેદનીમાં બહુજન સમાજના ધુરંધર વક્તાઓએ પોતપોતાના વિચારો રજૂ કરી સમાજને ચેતવ્યો હતો.

મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ
image credit - P L Rathod

અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા ગઈકાલે તા. 18/08/ 2024 ના રોજ અમદાવાદના ચાંદખેડા ખાતે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રતિનિધિઓએ વિશાળ સંખ્યામાં હાજર રહી પ્રતિનિધિત્વ નોંધાવ્યું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતના બહુજન સમાજના ધુરંધર વક્તાઓએ મજબૂત વક્તવ્યો આપી ઉપસ્થિત વિશાળ જનમેદનીને હકીકતથી વાકેફ કરીને આગામી દિવસોમાં વધુ મોટી લડત માટે પાનો ચડાવ્યો હતો. આ મહાસંમેલનમાં સૌએ સાથે મળીને એક જ સૂર વ્યક્ત કર્યો હતો કે,દલિતો, આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડીને તેમને અંદરોઅંદર લડાવી અનામતને ખતમ કરી નાખવાની તેમની મેલી મુરાદને તેઓ કોઈ કાળે બર નહીં આવવા દે.

કાર્યક્રમની શરૂઆતમાં દલિત આંદોલનમાં આઇકોન અને જેણે આખી જિંદગી અનુસૂચિત જાતિના પ્રશ્નો માટે ખર્ચી નાખી છે એવા આદરણીય વાલજીભાઈ પટેલ એ પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં આ સભામાં હાજરી આપી સુપ્રીમ કોર્ટના ચુકાદાને નીરસ્ત કરવાં માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ પ્રકારનું એમેન્ડમેન્ટ પસાર કરવામાં આવે તેમજ અનામતને બંધારણની નવમી સૂચિમાં મૂકવામાં આવે તે અંગે સરકાર પર દબાણ ઉભું કરવા લોકોને જાગૃત કર્યા હતા.

આ પણ વાંચો: અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી

ડૉ. નીતિન ગુર્જર સાહેબ

1981 અને 1985ના અનામત આંદોલનના હીરો તેમજ ગુજરાતના આંદોલનકરી નેતા પૈકીના મુખ્ય એવા ડોક્ટર નીતિન ગુર્જર સાહેબે પણ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સરકાર સીધી રીતે ન માને તો પછી સડકના આંદોલનમાં ઉતરવું પડશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર દબાણ ઊભું કરી ફરજ પાડવી પડશે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સંસદ દ્વારા ખાસ એમેન્દમેન્ટ લાવી અનામતને નવમી સૂચિમાં દાખલ કરવામાં આવે તેમ જ 21 તારીખના બંધના વિશાળ સંખ્યામાં સફળ બનાવવામાં આવે તે માટે સામૂહિક રીતે પ્રયાસ કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

રાજુ સોલંકી

ગુજરાતના અનુસૂચિત જાતિના પ્રશ્ન કોર્ટ તેમજ જમીની સ્તર પર લડીને લોકોને ન્યાય અપાવનાર એવા કર્મશીલ રાજુભાઈ સોલંકીએ અનામત બાબતે સરકાર તેમજ સુપ્રિમ કોર્ટની અન્યાય પૂર્ણ અને ભેદભાવ ભરી નીતિ અને પણ ટીકા કરી હતી. વળી સરકાર તરફથી જો આ અંગે યોગ્ય પ્રતિભાવ ના મળે તો ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોને ઘરે રૂબરૂ મળી આ આંદોલનને ધાર આપવા નક્કી થયું. ગુજરાત લેવલે 7% વસ્તી ધરાવતા અનુસૂચિત જાતિના સમુદાય માં જો વાત ટકા માં પણ પેટા વર્ગીકરણ કરવામાં આવશે તો અતિપછાત જાતિને જો 2% ક્વોટા ફાળવવામાં આવે તો રોસ્ટર ક્રમાંક 50 માં ક્રમે જતો રહેતા 50મી જગ્યા ભરાશે ત્યારે સરકારી નોકરીઓમાં તેઓનો વારો આવશે અને તેમાં પણ જો યોગ્ય ઉમેદવાર નહીં મળે તેવા બહાના બતાવી આ જગ્યાને પેલો બીજો ત્રીજો પ્રયત્ન કરી ઓપનમાં ફેરવી નાખવામાં આવશે અને આમ કેરી ફોરવર્ડ અને ઓપન સીટ તેમજ બેકલોકનો ખેલ 1980/ 90 ના દશકમાં આપણી સાથે ખેલાઈ ગયો છે. જેથી સરકાર ફરીથી આ સમાજ સાથે આવો ખેલ ખેલવા માંગે છે તેથી  સરકારની આ મેલી મુરાદ સામે 21 તારીખે સફળતા પૂર્વક બંધ પાળી સરકારને એની મેલી મુરદમાં સફળ ન બનવા દઈએ.

આ પણ વાંચો: મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?

પી.એલ. રાઠોડ સાહેબ

બામસેફના કાર્યકર્તા અને નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડ તરફથી હાજર મેદની ને જણાવ્યું હતું કે 21 તારીખના બંધ ને સફળ બનાવી બેહરી મૂંગી સરકારના કામ ખોલવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટ તરફથી ક્રિમિલેયરની લટકતી તલવાર તમારા પર ટોળાઈ રહી છે, એટલે ઘરની બહાર નીકળી સડકના આંદોલનમાં દરેકે જોડાવું જ પડશે. સાથે સાથે સરકારની મંશા પર પ્રશ્ન ઉઠાવી જણાવ્યું હતું કે જો સરકારને ખરેખર વાલ્મિકી સમુદાયના ઉત્કર્ષની ચિંતા હોય તો ભારતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો આ વાલ્મિકી સમુદાય ને ફુલ પગારમાં અને કાયમી ધોરણે ભરતી કરી તેઓની આર્થિક સ્થિતિ સુધારવાનું પગલું ભરી સરકાર પોતાની ઈમાનદારી બતાવે તે જરૂરી છે.

આ પણ વાંચો: કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન

એડવોકેટ અશોક ચાવડા

સુરેન્દ્રનગરve એડવોકેટ અશોકભાઈ ચાવડાએ જણાવ્યું કે, માત્ર ૧૦ ટકા વસ્તી ધરાવતા EWS વિકાસ નિગમને સરકાર તરફથી 1000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જ્યારે ગુજરાતની 90% વસ્તી ધરાવતા બાકીના વિવિધ નિગમોને માંડ 500 કરોડથી પણ ઓછી રકમ ફાળવવામાં આવે છે. જેથી આ સરકારે સફાઈ કામદાર વિકાસ નિગમને 1000 કરોડની ગ્રાન્ટ ફાળવી વાલ્મિકી સમાજના ઉત્થાન માટે પોતાની પ્રતિબદ્ધતા બતાવી જરૂરી છે.

આ પણ વાંચો: 'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?

એડવોકેટ પિષુય જાદુગર

અનુસૂચિત જાતિ પૈકીના નાડીયા સમુદાયના સક્રિય આગેવાન રાજેશભાઈ નાડીયાએ પોતાના વક્તવ્યમાં સરકારની આ ખોરી દાનત બાબતે હાજર સમુદાયને ચેતવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખાનગીકરણ, આઉટસોર્સિંગ અને ફિક્ષ પગાર જેવા પગલાં ભરી સરકારે આ સમાજના યુવા વર્ગની કારકિર્દી રોળી નાખી છે. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે અલગથી કોટાનો આદેશ આપી સમાજનાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ  સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારે અખત્યાર  કરી દે છે. અતિ પછાત જાતિના લોકોએ આવી લાલચમાં ન આવીને અનુસૂચિત જાતિની એકતા જળવાઈ રહે તે માટે 21 તારીખના બંધને સફળતા આપીએ એવી અપીલ કરી હતી.

આ પણ વાંચો:  હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે

હાઇકોર્ટના એડવોકેટ રત્નાબેન વોરાએ સુપ્રીમ કોર્ટના બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા જજો અંગે ટકોર કરી અનુસૂચિત જાતિના વર્ગની એકતાને તોડવાના પ્રયાસોને વખોડી કાઢ્યો હતો. એક પૂર્વ નિયોજિત કાવતરા મુજબ અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણનું જજમેન્ટ આપવામાં આવ્યું છે. 

આ સભાના યુવા કાર્યકર્તા અને તેજાબી વક્તા હેમંત પરમારે જણાવતા કહ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટમાં જ્યાં સુધી અનુસૂચિત જાતિ જનજાતિનું પ્રતિનિધિત્વ નહીં હોય ત્યાં સુધી જાતિવાદી માનસિકતા ધરાવતા જજો તરફથી આવા એક પછી એક જજમેન્ટ આપવાનું શરૂ રહેશે અને આપણે તો આવા અન્યાયપૂર્ણ ચુકાદાઓ સામે હંમેશા લડત આપતા રહીને જ આપણી જિંદગી ખરચી નાખવાની રહેશે. 1985ના અનામત આંદોલન પછી ગુજરાત સરકાર અને ઉત્કર્ષ મંડળ વચ્ચે થયેલી સમજૂતી મુજબ ચાલુ સત્રમાં જ રોસ્ટર એક્ટ બનાવી લાગુ કરવાનો હતો. તેમ છતાં કોંગ્રેસની સરકારે અનુસૂચિત જાતિને આપેલ આ વચનને કદી પૂર્ણ કર્યું નથી. આમ ભૂતકાળમાં કોંગ્રેસ પણ અનુસૂચિત જાતિના અધિકારોને ભરખી ગઈ છે."

આ ઉપરાંત આ મહાસંમેલનમાં જામનગરથી કુમાર બૌદ્ધ, રાજકોટથી મોહનભાઈ રાખૈયા, મોરબીથી અશ્વિનભાઈ ટુંડિયા તેમજ અલગ અલગ જિલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળતા અપાવી હતી. કાર્યક્રમના અંતે અનામત બચાવવા માટે હાજર મેદની પાસે રાજુભાઈ સોલંકીએ સોગંદ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. મહાસંમેલનમાં હવે આગામી દિવસોમાં આ મામલે વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવશે અને આ મામલે જ્યાં સુધી એસસી, એસટી સમાજની તરફેણમાં ચૂકાદો નહીં આવે ત્યાં સુધી લડવાનું ચાલું રાખવાનું નક્કી કરાયું છે.

અહેવાલ: પી.એલ.રાઠોડ

આ પણ વાંચો: લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • મહેન્દ્ર કુમાર પી. પરમાર
    મહેન્દ્ર કુમાર પી. પરમાર
    અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ની પેટા જાતિઓ માટે હાલના કવોટા માથી પેટા વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલિયર બાબતે નામ. સુપ્રીમ કોર્ટે ના ચુકાદા પરત્વે ભારત સરકારે તાત્કાલિક ધોરણે અનામતને નવમી સુચિમા લાવવાના ઘટતા પગલાં લેવા જોઇએ અને સમગ્ર અનુસુચિત જાતિ જનજાતિ ના લોકોએ લડત આપવા સમર્થન આપીએ છીએ.
    2 months ago
  • satish rashtrapal
    satish rashtrapal
    We are with you. Jay Bhim Namo Buddhay Satish Rashtrapal Palanpur Gujarat
    3 months ago
    • Ramanlal Makwana.  Revas .idar
      Ramanlal Makwana. Revas .idar
      We are with you. jay bheem .jay mul nivasi.namo buddhay.
      3 months ago