ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં બીએસપી અને આઝાદ સમાજ પાર્ટી સામસામે

ઉત્તરપ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. જેમાં બહુજન સમાજના બે મોટા પક્ષોએ સામસામે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં બીએસપી અને આઝાદ સમાજ પાર્ટી સામસામે
image credit - Google images

ઉત્તર પ્રદેશમાં ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકારણ ચરમસીમા પર છે. આ ૧૦ બેઠકો માટે બસપા અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વચ્ચે ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. જ્યારે બસપાએ લાંબા સમય બાદ પેટાચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે, ત્યારે ચંદ્રશેખર આઝાદ પણ લોકસભામાં સફળતા મેળવીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. માયાવતીએ બે બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) એ ત્રણ બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે.

આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ ગાઝિયાબાદ સદર બેઠક પરથી ચૌધરી સતપાલ, મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક પરથી ઝાહિદ હસન અને મિર્ઝાપુરની મઝવાન બેઠક પરથી ધીરજ મૌર્યને ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં બાકીની તમામ સાત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

આ પણ વાંચો:  દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...

બસપાએ મિલ્કીપુર અને મીરાપુરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં માયાવતીએ મિલ્કીપુરથી રામ ગોપાલ કોરીને ટિકિટ આપી છે, જ્યારે મીરાપુરથી ચંદ્રશેખર આઝાદના નજીકના શાહ નઝરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શાહ નઝર હાલમાં બસપાના જિલ્લા પંચાયત પ્રમુખ છે અને તેઓ અગાઉ ચંદ્રશેખર આઝાદની પાર્ટી સાથે જોડાયેલા હતા. આવી સ્થિતિમાં મીરાપુરમાં ગઠબંધન તોડીને માયાવતીએ શાહ નઝરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

હાલમાં ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ આ અંગે રાજકીય દાવપેચ ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણી માટે ખાલી પડેલી ૧૦ સીટોમાંથી પાંચ સીસામાઉ, કટેહારી, કરહાલ, મિલ્કીપુર અને કુંડારકી સપા પાસે હતી, જ્યારે ફૂલપુર, ગાઝિયાબાદ, મજવાન અને ખેર ભાજપ પાસે હતી. મીરાપુર બેઠક ભાજપના સહયોગી રાષ્ટ્રીય લોકદળ પાસે હતી.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીમાં BSP ના ઉમેદવાર સાથે પક્ષના જ લોકો ખેલ કરી ગયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.