ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત
ગેસના કારણે એક સફાઈકર્મી 20 ફૂટ ઊંડા ખાડામાં પડીને બેભાન થઈ ગયો. તેને બચાવવા તેના બે સાથીઓ અંદર પડ્યાં અને તેઓ પણ બેભાન થઈ જતા મૃત્યુ પામ્યા.

Three cleaners dead by poisonous gas while cleaning sewage tank : સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં દેશમાં સફાઈકર્મીઓ પાસે ગટર કે ગટર ટેંકમાં ઉતરીને સફાઈ કરાવવામાં આવે છે. જેના કારણે સમયાંતરે સફાઈકર્મીઓના મોતની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા રાજસ્થાન (Rajasthan) ના સીકર (Sikar District) ના ફતેહપુર (Fatehpur City) માં બની ગઈ. અહીં મંગળવારે ગટરની ટાંકી સાફ (Sewer tank cleaning) કરતી વખતે ઝેરી ગેસ (Gas leak) શ્વાસમાં જતા ત્રણ સફાઈ કામદારો (Three sanitation works) ના મોત (died) થયા છે.
મળતી માહિતી મુજબ, ગટરની ટાંકી સાફ કરતી વખતે એક સફાઈ કામદાર 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. તેમના બે સાથીઓ તેને બચાવવા અંદર ગયા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસને કારણે બેભાન થઈ ગયા. પોલીસની ટીમે ત્રણેયને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરાયા હતા.
આ દુર્ઘટના મંગળવારે સાંજે લગભગ 4.30 વાગ્યે સીકરના ફતેહપુરના સરદારપુરા વિસ્તારમાં બની હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રદેશ ધારાસભ્ય હાકિમ અલી ખાન અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચોઃ ગટરની સફાઈ કરતા કર્મચારીનું મોત થાય તો રૂ. 30 લાખનું વળતર આપવું પડશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
મીડિયા રિપોર્ટ મુજબ, વાલ્મિકી સમાજે (Valmiki Community) આ ઘટના બાદ વિરોધ શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સરકારી નોકરી અને મૃતકોના પરિવાર માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા હોસ્પિટલમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ પછી વાલ્મિકી સમાજના લોકો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા અને જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી જિલ્લા હોસ્પિટલના ગેટ પર હડતાળ પર બેસી ગયા હતા.
આંદોલનકારીઓ કલેક્ટર તેમની મુલાકાતે આવે તેની રાહ જોઈ રહ્યાં છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે તેઓ માત્ર કલેક્ટર સાથે વાત કરશે અને જ્યાં સુધી કલેક્ટર આવીને તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં.
વાલ્મિકી સમાજના લોકોનું કહેવું છે કે ગટરોની સફાઈ માટે કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવતા નથી. જો તેમની પાસે સુરક્ષાના સાધનો હોત તો કદાચ ત્રણેયના જીવ બચાવી શકાયા હોત. આ સફાઈકર્મીઓના પાડોશી પ્રદીપ હટવાલે જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મજૂરોમાં સજ્જન (30), મુકેશ (35) અને મહેન્દ્ર (38)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગટર સફાઈમાં વર્ષે 70 લોકોના મોત થાય છે
મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 શું કહે છે?
મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 (Manual Scavenging Act 2013) હેઠળ, દેશમાં કોઈ પણ વ્યક્તિને ગટર સાફ કરવા માટે ટાંકીમાં કે ગટરમાં ઉતારવા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો ખાસ સંજોગોમાં સફાઈકર્મીઓને ગટરની સફાઈ માટે અંદર ઉતારવામાં આવે તો ચોક્કસ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીનો વીમો ઉતરાવેલો હોવો જોઈએ, સુપરવાઈઝરની સૂચનાઓ મુજબ કામ કરવું જોઈએ અને કામ કરવાની લેખિત પરવાનગી હોવી જોઈએ. મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકેve રોજગાર પર પ્રતિબંધ અને તેમનું પુનર્વસન અધિનિયમ, 2013 (MS એક્ટ, 2013) 6 ડિસેમ્બર, 2013 ના રોજ અમલમાં આવ્યો હતો, જે હાથથી થતા સફાઈ કામને પ્રતિબંધિત કરે છે.
આ વર્ષે જુલાઈમાં મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athavale) એ રાજ્યસભા (rajya sabha) માં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, '2019 થી 2023 સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગટર અને સેપ્ટિક ટેંકોની સફાઈને કારણે કુલ 377 લોકોના મોત થયા છે.'
આ પણ વાંચોઃ છેલ્લાં પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈ દરમિયાન કેટલાં લોકો મોતને ભેટ્યાં?