18 વર્ષની દલિત એથ્લેટ્સનું 5 વર્ષમાં 64 લોકોએ જાતીય શોષણ કર્યું
દલિત એથ્લેટ 13 વર્ષની હતી ત્યારથી તેનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. તપાસ શરૂ થયા બાદ આંકડો હજુ વધી શકે છે. પોલીસે બે એફઆઈઆર નોંધીને 6 લોકોની ધરપકડ કરી છે.

કેરળના પથાણામથિટ્ટા જિલ્લામાં 18 વર્ષની દલિત એથ્લીટ છોકરીનું જાતીય શોષણ થયાનો આરોપ લાગ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શરૂઆતની તપાસ બાદ પોલીસે 2 FIR નોંધી છે અને 6 લોકોની ધરપકડ કરી છે (Kerala Dalit Athlete Sexual Abuse). યુવતીનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષમાં 64 લોકોએ તેનું જાતીય શોષણ કર્યું છે. કેરળ મહિલા સમાખ્યા સોસાયટીના સ્વયંસેવકોએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિને આ અંગે જાણ કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કેરળ મહિલા સામખ્ય સોસાયટી (Kerala Mahila Samakhya Society-KMSS) ના સ્વયંસેવકો આ વિસ્તારની મુલાકાત લેવા નીકળ્યા હતા. એ દરમિયાન તેઓ સંઘર્ષ કરી રહેલી જિલ્લા સ્તરની આ રમતવીર છોકરીને મળ્યા હતા. KMSS એક બિન-સરકારી સંસ્થા (NGO) છે જેના સ્વયંસેવકો નિયમિતપણે આ વિસ્તારની મુલાકાત લે છે.
જ્યારે છોકરી તાજેતરના વર્ષોમાં તેના અનુભવો શેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સ્વયંસેવકોએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (CWC) ને તેની જાણ કરી. પથાણામથિટ્ટા સીડબ્લ્યુસીના મુખ્ય વકીલ એન રાજીવે જણાવ્યું હતું કે આ મામલો 15 દિવસ પહેલા સમિતિ સમક્ષ આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, "મેં છોકરીને તેની માતા સાથે સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું. તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે અને સાયકોલોજિસ્ટ સામે તેણે ખૂલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે 13 વર્ષની ઉંમરથી તેનું જાતીય શોષણ થઈ રહ્યું હતું. તે તેની માતા સાથે કંઈપણ શેર કરતી નહોતી."
આ પણ વાંચો: દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો
CWCના મુખ્ય વકીલે વધુમાં જણાવ્યું હતું કે, "છોકરી જિલ્લા સ્તરની રમતવીર હોવાથી તેણીએ વર્ષોથી વિવિધ રમત શિબિરોમાં ભાગ લીધો છે. કદાચ આ જ કારણ છે કે તેણીનું આટલું બધું જાતીય શોષણ થયું. તે તેના દારૂડિયા પિતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોટાભાગના આરોપીઓની ઓળખ મોબાઇલ ફોનમાં હાજર કોન્ટેક્ટ લિસ્ટ પરથી થઈ છે. તેમાં ઘણા નંબરો સેવ થયેલા મળી આવ્યા છે."
પથાણામથિટ્ટા જિલ્લાના એસપી વીજી વિનોદ કુમારે જણાવ્યું હતું કે, "બે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે. એક કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા કેસમાં એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ વધુ કેસ નોંધવામાં આવશે. આ તપાસની જવાબદારી એક ડેપ્યુટી એસપી સંભાળી રહ્યા છે."
દરમિયાન, CWCના મુખ્ય વકીલ એન રાજીવએ જણાવ્યું હતું કે મનોવૈજ્ઞાનિકોએ છોકરી સાથે વાત કરી હતી જેથી તેના દાવાઓની સંપૂર્ણ તપાસ કરી શકાય. એકવાર તપાસ આગળ વધશે, પછી વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય નહીં. હાલમાં, છોકરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને CWC હેઠળના આશ્રય ગૃહમાં ખસેડવામાં આવી છે.
આ પણ વાંચો: પોલીસે દલિત સગીરા પર બળાત્કારની કિંમત રૂ. 1 લાખ લગાવી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kamlesh Mayavanshiભારતમાં યૌન શોષણ અટકાવવા સરકારે કાયદામાં સુધારો કરવો જોઈએ,પ્રથમ સુધારો એ કરવો કે યૌન શોષણના આરોપી ને કોર્ટ દ્વારા જામીન જ ન મળવા જોઈએ અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી ગુનો સાબિત થાય કે તરત જ ફાંસી ની સજા એ મોત આપી દેવી જોઈએ તો અને તો જ વિશ્વગુરુના કાલ્પનિક સપના જોનાર આ દેશમાં યૌન શોષણ નું પ્રમાણ આપમેળે ઘટી જાય તેમ છે..
-
MukeshBalatkari sarkar ne sikhaman aapo cho diwal jode mathu pachadva no sauk che tamne
-