‘તને ખાલી સેક્સ માટે રાખી છે, મારાથી દૂર જઈશ તો જીવવા નહીં દઉં...’
રખિયાલમાં દલિત પરિણીતા પર તેના પતિના મિત્ર મહેન્દ્ર ઠક્કરે વારંવાર દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.

શહેરમાં વધુ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ચોંકાવનારી એટલા માટે છે કારણ કે દુષ્કર્મી બીજો કોઈ નહીં પરંતુ મહિલાના પતિનો નાનપણનો મિત્ર છે. તેણે પતિની ગેરહાજરીનો લાભ ઉઠાવી તેને ફસાવી અને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા, એટલુ જ નહી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું. આખરે મહિલાની સહનશક્તિની હદ આવી જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના રખિયાલમાં રહેલી સોનાલી (નામ બદલ્યું છે) પતિ, સાસુ તેમજ બે બાળકો સાથે રહે છે. તેને મોટી દિકરી અને નાનો દિકરો છે જે બન્ને તેનાં પિયરમાં રહે છે. મહિલાનાં પતિનો નાનપણનો મિત્ર કેતન મહેન્દ્રભાઈ ઠક્કર અવારનવાર તેના ઘરે આવતો હોવાથી સોનાલી તેને અને તેના પરિવારને સારી રીતે ઓળખતી હતી. જો કે સોનાલીના પતિ પર ખોખરા પોલીસ સ્ટેશનમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ગુનો દાખલ થયો હોવાથી તે પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરે છે અને ઘરે આવતો નથી. પરિઆમે તેના પતિનો મિત્ર કેતન ઠક્કર મદદ કરવાના બહાને અવારનવાર ઘરે આવતો હતો.
ગત 9 ઓગસ્ટ 2024નાં રોજ કેતન ઠક્કર સોનાલીનાં ઘરે આવ્યો હતો અને સોનાલીને કહ્યું હતું કે તેના પતિનું બીજે લફરું ચાલે છે. તેમ કહી વાતો કરીને બાદમાં અવારનવાર વ્હોટ્સએપ કોલ કરતો હતો. કેતન ઠક્કર અવારનવાર તેને પોતાની પત્ની સાથે બનતું નથી તેવી વાતો કરી તેની સાથે છૂટાછેડા લેવાનું તેમજ સોનાલીને તેના પતિ સાથે છુટાછેડા લેવાનું અને પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. સોનાલીને પણ પતિ સાથે મનમેળ ન થતો હોવાથી તે કેતન ઠક્કરની વાતોમાં આવી ગઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. કેતન ઠક્કરે સોનાલી સાથે લગ્ન કરવાનું કહીને અલગ અલગ હોટલ અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેમજ સોનાલી ઘરે એકલી હોય ત્યારે આવી શારિરીક સંબંધ બાંધતો હતો. કેતન ઠક્કર સોનાલીને ખોખરામાં આવેલી અંજલી હોટલ, બાપુનગરમાં આવેલી આર.કે વીલા હોટલ, તેમજ સ્ટાર હોટલમાં અને ઓઢવમાં આવેલી અપોલો હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધ્યો હતો અને અપોલો હોટલમાં સોનાલીની મરજી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.
છેલ્લે 29 ડિસેમ્બર 2024નાં રોજ કેતન ઠક્કર સોનાલીને ખોખરા પાસેની સ્ટાર હોટલમાં લઈ ગયો અને તેની સાથે શારિરીક સંબંધ બાંધી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. ગત 2 જાન્યુઆરી 2025ના રોજ સોનમે કેતન ઠક્કરને પોતાની સાથે લગ્ન કરવાનું જણાવતા કેતને તેની સાથે ઝઘડો કરી, ‘મારે તારી સાથે લગ્ન કરવાના નથી, મેં તને ખાલી સેક્સ માટે રાખી છે, તું મારાથી દૂર જઈશ તો તને જીવવા નઈ દઉ’ એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સોનાલીને રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: નાઈટ ડ્યૂટી પર તૈનાત દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું